હરિપ્રસાદ ગં. શાસ્ત્રી
ચક્રપાલિત
ચક્રપાલિત (ઈ. સ. 455માં હયાત) : સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર-(જૂનાગઢ)નો રક્ષક. મગધના ગુપ્ત સમ્રાટ કુમારગુપ્ત પહેલા(ઈ. સ. 415–455)એ સૌરાષ્ટ્ર પર સત્તા પ્રસારી હતી. એના ઉત્તરાધિકારી સ્કંદગુપ્તે સૌરાષ્ટ્રના ગોપ્તા તરીકે પર્ણદત્તની નિમણૂક કરી ને પર્ણદત્તે ગિરિનગરની રક્ષા માટે પોતાના ગુણી પુત્ર ચક્રપાલિતને નિયુક્ત કર્યો. ગુ. સં. 136(ઈ. સ. 455)ની વર્ષાઋતુમાં અતિવૃષ્ટિ થતાં…
વધુ વાંચો >ચંદ્ર વંશ
ચંદ્ર વંશ : વસ્તુત: મનુ વૈવસ્વતની પુત્રી ઇલાનો ઐલ વંશ; પરંતુ ઇલાનો પતિ બુધ ચંદ્રનો પુત્ર હોઈ એ વંશ આગળ જતાં ચંદ્ર વંશ તરીકે ઓળખાયો. ઇલાના પુત્ર પુરુરવાની રાજધાની વત્સદેશના પ્રતિષ્ઠાનપુરમાં હતી. એના વંશમાં આયુ, નહુષ અને યયાતિ નામે પ્રતાપી રાજા થયા. કનોજ, કાશી, યદુ, પુરુ વગેરે આ વંશની અવાંતર…
વધુ વાંચો >ચૌલુક્યઝ ઑવ્ ગુજરાત
ચૌલુક્યઝ ઑવ્ ગુજરાત : ગુજરાતના ચૌલુક્યો(સોલંકીઓ)નો રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસ નિરૂપતું અંગ્રેજી પુસ્તક (1956). લેખક ભારતીય વિદ્યાભવન, મુંબઈના પ્રાધ્યાપક ડૉ. અશોકકુમાર મજુમદાર. રાજકીય ઇતિહાસમાં લેખકે ચૌલુક્યોની ઉત્પત્તિને લગતા વિવિધ મતોની મીમાંસા કરી, મૂલરાજના વંશના તેમજ વાઘેલા વંશના ચૌલુક્ય રાજાઓની કારકિર્દી 9 પ્રકરણોમાં નિરૂપી છે. એ પછી એ રાજાઓની સાલવારી અલગ…
વધુ વાંચો >ચૌલુક્ય વંશ
ચૌલુક્ય વંશ (942–1304) : ગુજરાતમાં શાસન કરતા ચૌલુક્યોનો વંશ. ગુજરાતીમાં જેને ‘સોલંકી’ કહે છે તેને સંસ્કૃતમાં ‘ચૌલુક્યો’ કહેતા. મૂળમાં આ કુળનું નામ ‘ચુલિક’ (કે ‘શુલિક’) નામે જાતિના નામ પરથી પડ્યું લાગે છે; પરંતુ આગળ જતાં એની વ્યુત્પત્તિ ‘ચુલુક’ (ખોબો) પરથી દર્શાવવામાં આવી છે. અણહિલવાડ પાટણમાં ચૌલુક્ય સત્તા સ્થાપનાર મૂલરાજના પિતા…
વધુ વાંચો >છોટમ
છોટમ (જ. 24 માર્ચ 1812, મલાતજ, તા. પેટલાદ, જિ. ખેડા; અ. 5 નવેમ્બર 1885) : 19મી સદીના ગુજરાતના સંતકવિ અને યોગી. કવિ દલપતરામથી શરૂ થતા નવયુગનો પ્રભાવ ઝીલીને, નરસિંહ મહેતાથી દયારામ સુધીની ધર્મપ્રધાન સાહિત્યની પ્રાચીન પરંપરાને અનુસરનાર આ સંતકવિ ‘છોટમ’નું મૂળ નામ છોટાલાલ કાળિદાસ ત્રવાડી. સાઠોદરા નાગર જ્ઞાતિમાં જન્મેલા છોટાલાલે…
વધુ વાંચો >જાબાલિપુર (જાલોર)
જાબાલિપુર (જાલોર) : રાજસ્થાનમાં જોધપુરથી લગભગ 120 કિમી. દક્ષિણે આવેલું જાલોર જિલ્લાનું વડું મથક. શક વર્ષ 700 (ઈ. સ. 778)માં ઉદ્યોતનસૂરિએ જાબાલિપુરમાં ‘કુવલયમાલા’ રચી ત્યારે ત્યાં પ્રતીહાર રાજા વત્સરાજનું શાસન પ્રવર્તતું હતું. 10મી સદીમાં ત્યાં માળવાના પરમાર વંશની સત્તા સ્થપાઈ હતી. પરમાર રાજાઓએ બંધાવેલો ટેકરા પર આવેલો જાલોરનો ગઢ 720…
વધુ વાંચો >જીવિતગુપ્ત 1લો
જીવિતગુપ્ત 1લો : ઉત્તરકાલીન ગુપ્ત રાજવી. ઉત્તરકાલીન ગુપ્તોના રાજવંશમાં કૃષ્ણગુપ્ત પછી એનો પુત્ર હર્ષગુપ્ત અને હર્ષગુપ્ત પછી એનો પુત્ર જીવિતગુપ્ત ગાદીએ આવ્યો. એ પ્રાય: માળવાના પ્રતાપી રાજવી યશોવર્મા વિષ્ણુવર્ધન(533-34)નો સમકાલીન હતો. જીવિતગુપ્ત પરાક્રમી હતો. એણે સમુદ્રતટ પર આવેલા પ્રખર શત્રુઓનો પરાભવ કરેલો. આ શત્રુઓ પ્રાય: ગૌડો હતા. આદિત્યવર્માના અફસડ અભિલેખમાં…
વધુ વાંચો >જીવિતગુપ્ત 2જો
જીવિતગુપ્ત 2જો : ગુપ્તોનો છેલ્લો રાજવી. કનોજના ચક્રવર્તી હર્ષની હયાતી બાદ ઉત્તરકાલીન ગુપ્તો મગધમાં રાજ્ય કરતા હતા. માધવગુપ્તના પુત્ર આદિત્યસેને ‘મહારાજાધિરાજ’ પદવી ધારણ કરી હતી. એના ઉત્તરાધિકારીઓએ આ પદવી ચાલુ રાખી. તેઓમાં છેલ્લો હતો જીવિતગુપ્ત 2જો. એણે પ્રાય: પોતાની સત્તા ગોમતીતટ સુધી પ્રસારી. કનોજના પ્રતાપી રાજા યશોવર્માએ મગધાધિપનો પરાજય કરી…
વધુ વાંચો >ડાયોડોટસ 1લો
ડાયોડોટસ 1લો : ઈ. સ. પૂ.ની ત્રીજી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલો બૅક્ટ્રિયા(બાહલિક)નો યવન (યુનાની) રાજવી. મહાન સિકંદરના સામ્રાજ્યના ભાગલા પડતાં એમાંના એશિયાઈ મુલકો પર યવન વિજેતા સેલુકની સત્તા જામી. એના પૌત્ર અંતિયોક 2જાના સમય (ઈ. સ. પૂ. 261–246) દરમિયાન એમાંના પહલવ (પર્થિય) અને બાહલિક (બૅક્ટ્રિયા) પ્રાંતોએ સેલુક વંશની સત્તાથી સ્વતંત્ર…
વધુ વાંચો >ડાયોડોટસ 2જો
ડાયોડોટસ 2જો : બૅક્ટ્રિયા(બાહલિક)ના યવન (યુનાની) રાજા ડાયોડોટસ 1લાનો પુત્ર અને ઉત્તરાધિકારી. એ ઈ. સ. પૂ. ત્રીજી સદીના મધ્ય ભાગમાં થયો. એનો પ્રદેશ અફઘાનિસ્તાનના ઉત્તર ભાગમાં આવેલો હતો. ડાયોડોટસ 2જાએ સેલુક સામ્રાજ્યમાંથી ઉત્તર ઈરાનમાંના પહલવ પ્રદેશમાં સ્વતંત્ર રાજ્ય સ્થાપનાર અરસાકીસ સાથે સંધિ કરી પોતાની રાજસત્તાને ર્દઢ કરી. ડાયોડોટસ 2જાનો ઉત્તરાધિકાર…
વધુ વાંચો >