હરિપ્રસાદ ગં. શાસ્ત્રી
આર્દ્રક
આર્દ્રક : ભારતના શુંગ વંશના પુષ્યમિત્રના પૌત્ર વસુમિત્ર પછી થયેલો રાજા. તેનું નામ પુરાણોમાં અન્તક, આન્ધ્રક, આર્દ્રક કે ભદ્રક આપ્યું છે. પ્રયાગ પાસે આવેલા પભોસામાં મળેલા અભિલેખમાં જણાવેલ ઉદાક રાજા પ્રાય: આ આર્દ્રક હતો. એના પછી શુંગ વંશમાં પાંચ રાજા થયા. શુંગ વંશે ઈ. પૂ. 185થી ઈ. પૂ. 73 સુધી…
વધુ વાંચો >આર્યમંજુશ્રીમૂલકલ્પ
આર્યમંજુશ્રીમૂલકલ્પ : બૌદ્ધ ધર્મના મહાયાનનો એક પ્રસિદ્ધ ગ્રંથ. એનું બીજું નામ ‘બોધિસત્વપિટકાવતંસક’ છે. એમાં બોધિસત્વ કુમાર મંજુશ્રીના સર્વસત્વ-ઉપકારક મંત્રો, તેનું અનુષ્ઠાન અને જ્યોતિષનાં નિમિત્ત આદિ વિષય નિરૂપાયા છે. એમાંના કેટલાક ઉપદેશ શાક્યમુનિ અને કુમાર મંજુશ્રી વચ્ચે, કેટલાક શાક્યમુનિ અને પર્ષન્મંડલ વચ્ચે અને કેટલાક કુમાર મંજુશ્રી અને પર્ષન્મંડલ વચ્ચે પ્રયોજાયા છે.…
વધુ વાંચો >આશાપલ્લી
આશાપલ્લી : કર્ણાવતીની સ્થાપના પહેલાં તેની પાસે આશારાજે વસાવેલું ગામ. અહમદશાહે 1411માં અમદાવાદ વસાવ્યું તે પહેલાં સોલંકી રાજા કર્ણદેવ પહેલાએ (1064-1094) તેની નજીકમાં કર્ણાવતી વસાવેલી. અગિયારમી સદીના અરબ લેખકોએ એનો ‘આસાવલ’ તરીકે ઉલ્લેખ કર્યો છે. 1251ના એક અભિલેખમાં અને 1294ની એક હસ્તપ્રતની પુષ્પિકામાં આશાપલ્લીનો નિર્દેશ છે. ‘પ્રભાવકચરિત’ (1277), ‘પ્રબંધચિંતામણિ’ (1305),…
વધુ વાંચો >આંધ્રભૃત્યો
આંધ્રભૃત્યો : અંધ્રભૃત્ય વંશના લોકો. પુરાણોમાં આપેલા રાજવંશ-વૃત્તાંતમાં કાણ્વવંશ પછી અંધ્રને અંધ્રભૃત્ય વંશ સત્તારૂઢ થયો હોવાનું જણાવ્યું છે. તે વંશના લોકો તે આંધ્રભૃત્યો. આ વંશને અભિલેખોમાં સાતવાહન વંશ તરીકે ઓળખાવ્યો છે. આ વંશની મુખ્ય શાખામાં 19 રાજા થયા અને તેમણે એકંદરે 200 વર્ષ રાજ્ય કર્યું. કેટલાક માને છે કે સાતવાહનો…
વધુ વાંચો >ઇ-ત્સિંગ
ઇ-ત્સિંગ (જ. ઈ. સ. 635, સન યંગ, ચીન; અ. 713 ચેનગાન) : ભારત આવેલા એક પ્રસિદ્ધ ચીની બૌદ્ધ યાત્રી. ઉપસંપદા લઈ એમણે વિનયપિટક તથા અભિધર્મપિટકના ગ્રંથોનો અભ્યાસ કરેલો. ઈ. સ. 671માં ચીનથી પ્રયાણ કરી સુમાત્રા, નિકોબાર થઈ સમુદ્રમાર્ગે 673માં ભારત આવ્યા. તામ્રલિપ્તિથી નાલંદા, બોધિગયા, કુશિનગર અને સારનાથની યાત્રા કરીને નાલંદા…
વધુ વાંચો >ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયા મલયેશિયાની દક્ષિણમાં આવેલો દુનિયાનો મોટો ટાપુસમૂહ. ઇન્ડોનેશિયા Indos – એટલે Indian (હિંદી) અને Nesos એટલે Island (ટાપુનો) શબ્દ, બે ગ્રીક શબ્દોનો બનેલો છે. ઇન્ડોનેશિયાને ‘હિંદેશિયા’ પણ કહેવામાં આવે છે. આ પ્રદેશ સત્તરમી સદીમાં ડચ ઈસ્ટ ઇન્ડિઝ અથવા નેધરલૅન્ડ ઈસ્ટ ઇન્ડિઝ તરીકે પણ જાણીતો હતો. દુનિયાની ત્રીજી સૌથી મોટી લોકશાહી…
વધુ વાંચો >ઇલા
ઇલા : પુરાણ અનુસાર વૈવસ્વત મનુની પુત્રી. શ્રીહરિના વરદાનથી ઇલાનું સુદ્યુમ્ન નામે પુરુષમાં પરિવર્તન થયું, પરંતુ શિવપાર્વતીનો વનમાં પ્રવેશ થતાં એ પાછો સ્ત્રી બની ગયો. ઇલા ચંદ્રપુત્ર બુધને પરણી અને તેનાથી એને પુરુરવા નામે પુત્ર થયો એવી પુરાણકથા છે. ઇલા-બુધનો વંશ ઐલ વંશ તરીકે અને બુધ ચંદ્રનો પુત્ર હોઈ આગળ…
વધુ વાંચો >ઈશ્વરસેન
ઈશ્વરસેન (ઈ. સ. 248-249) : ઉત્તર મહારાષ્ટ્રનો આભીર વંશનો પ્રથમ રાજા. તેના રાજ્યકાલનો એક અભિલેખ નાસિકના પાંડુલેણ ડુંગરમાંની ગુફા નં. 10માં કોતરાયો છે. એમાં ઈશ્વરસેનને માઢરીનો તથા શિવદત્તનો પુત્ર કહ્યો છે. એના રાજ્યકાલના નવમા વર્ષમાં વિષ્ણુદત્તા નામે બૌદ્ધ ઉપાસિકાએ ત્રિરશ્મિ (પાંડુલેણ) પર્વતના વિહારમાં રહેતા ભિક્ષુસંઘને એક કાયમી દાન આપેલું. પછીના…
વધુ વાંચો >ઉજ્જૈન
ઉજ્જૈન : મધ્યપ્રદેશ રાજ્યનો જિલ્લો અને પ્રાચીન ઐતિહાસિક શહેર. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 23o 11′ ઉ. અ. અને 75o 46′ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેની ઉત્તરે રતલામ અને શાજાપુર (Shajapur), અગ્નિદિશાએ દેવાસ, દક્ષિણે ઇંદોર અને નૈર્ઋત્યે ધાર જિલ્લો આવેલો છે. આ જિલ્લો માળવાના ઉચ્ચપ્રદેશમાં આવેલો હોવાથી તે અસમતળ…
વધુ વાંચો >ઉત્તરકાલીન ગુપ્ત વંશ
ઉત્તરકાલીન ગુપ્ત વંશ : છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં મગધમાં સત્તા પર આવેલો રાજવંશ. મગધમાં ગુપ્ત વંશના સમ્રાટોની સત્તાનો હ્રાસ થયો ત્યારે ત્યાં એક અન્ય ગુપ્તકુલની સત્તા પ્રવર્તી. આ ઉત્તરકાલીન ગુપ્ત વંશના પહેલા ત્રણ રાજા – કૃષ્ણગુપ્ત, હર્ષગુપ્ત અને જીવિતગુપ્ત છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં થયા. જીવિતગુપ્તના પુત્ર કુમારગુપ્તે મૌખરિ રાજા ઈશાનવર્માને પરાજિત કર્યો.…
વધુ વાંચો >