હરિપ્રસાદ ગં. શાસ્ત્રી

બલશ્રી ગૌતમી

બલશ્રી ગૌતમી : ઈસવી સનની બીજી સદીમાં સાતવાહન વંશના રાજા શાતકર્ણિની માતા. અનુ-મૌર્ય કાલમાં દક્ષિણાપથમાં સાતવાહનો(શાલિવાહનો)ની રાજસત્તા પ્રવર્તતી હતી. પહેલી સદીમાં ક્ષહરાત ક્ષત્રપોએ ગુજરાત, માળવા અને મહારાષ્ટ્રના પ્રદેશો પર પોતાની સત્તા જમાવી ત્યારે સાતવાહનોની સત્તા દક્ષિણી પ્રદેશો પૂરતી સીમિત થઈ ગઈ હતી; પરંતુ રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિએ ક્ષહરાત વંશની સત્તાનો અંત…

વધુ વાંચો >

બાર્હદ્રથ વંશ

બાર્હદ્રથ વંશ : મગધના નામાંકિત રાજવી બૃહદ્રથનો વંશ. યયાતિના પુત્ર પુરુના વંશમાં અને પરીક્ષિતના ભાઈ સુધન્વાના વંશમાં વસુ નામે સમ્રાટ થયા. વસુ ઉપરિચર ચૈદ્ય (ચેદિરાજ) તરીકે ઓળખાતા. એમના પુત્રોએ મગધ, કૌશાંબી, કારૂષ, ચેદિ અને મત્સ્ય પ્રદેશમાં રાજ્ય સ્થાપ્યાં. વસુએ મગધનું પાટનગર ગિરિવ્રજ સ્થાપ્યું હોવાનું કહેવાય છે. બૃહદ્રથ વસુ ઉપરિચરના પુત્ર…

વધુ વાંચો >

બાર્હસ્પત્ય સંવત્સર ચક્ર – બાર વર્ષનું અને સાઠ વર્ષનું

બાર્હસ્પત્ય સંવત્સર ચક્ર – બાર વર્ષનું અને સાઠ વર્ષનું : બૃહસ્પતિ ગ્રહ પોતાનું પરિક્રમણ 12 સૌર વર્ષે પૂરું કરે છે. એમાં એ દર રાશિમાં લગભગ એક વર્ષ રહે છે. આ પરથી 12 બાર્હસ્પત્ય સંવત્સરોનું ચક્ર પ્રચલિત થયું. બૃહસ્પતિ સૂર્ય સમીપ જતાં અસ્ત પામે છે; જ્યારે સૂર્ય (25થી 31 દિવસ બાદ)…

વધુ વાંચો >

બૃહસ્પતિમિત્ર (બૃહત્સ્વાતિમિત્ર)

બૃહસ્પતિમિત્ર (બૃહત્સ્વાતિમિત્ર) : ઈ. પૂ. 1લી સદીનો મગધનો રાજા. કલિંગના પ્રતાપી રાજા ખારવેલના હાથીગુફા અભિલેખમાં પોતે મગધના રાજા બૃહસ્પતિમિત્રને પાદ-વંદન કરાવ્યું એવો નિર્દેશ આવે છે. એનું આ પરાક્રમ ખારવેલના રાજ્યકાલના 12મા વર્ષે થયું હોવાનું એમાં જણાવ્યું છે. કેટલાક વિદ્વાનોએ આ બૃહસ્પતિમિત્રને શુંગ વંશનો સ્થાપક પુષ્યમિત્ર માનેલો, માત્ર બૃહસ્પતિ ગ્રહ પુષ્ય…

વધુ વાંચો >

ભટાર્ક

ભટાર્ક (ઈ.સ.ની પાંચમી સદી) : સૌરાષ્ટ્રમાં મૈત્રક વંશની રાજસત્તાનો સ્થાપક. સ્કન્દગુપ્તના મૃત્યુ (ઈ.સ. 467) બાદ ગુપ્ત સામ્રાજ્યની પડતી થઈ ને સૌરાષ્ટ્ર જેવા દૂરના પ્રાંતમાં સ્થાનિક રાજસત્તા સ્થપાઈ. આ સત્તા સ્થાપનાર ભટાર્ક સેનાપતિ હતો. એણે ગિરિનગરમાં રહેલા ગુપ્ત સામ્રાજ્યના ગોપ્તાની સત્તાનું ઉન્મૂલન કરી વલભીમાં પોતાની સ્વતંત્ર સત્તા પ્રવર્તાવી. ‘એણે પ્રતાપથી વશ…

વધુ વાંચો >

ભવનાગ

ભવનાગ : ભારશિવ વંશનો એક પ્રતાપી રાજા. ભારશિવો નાગકુલના હતા. તેઓ મહાભૈરવના ભક્ત હતા. તેઓ ખભા પર શિવલિંગ ધારણ કરતા. તેમણે પરાક્રમથી ભાગીરથી પ્રદેશ પ્રાપ્ત કર્યો હતો. તેમણે દસ અશ્વમેધ કર્યા હતા. એ પરથી વારાણસીમાં દશાશ્વમેધ ઘાટનું નામ પડ્યું છે એવું જયસ્વાલે કલ્પ્યું છે. મહારાજ ભવનાગના દૌહિત્ર વાકાટક વંશના મહારાજ…

વધુ વાંચો >

ભાગભદ્ર

ભાગભદ્ર : શુંગ વંશનો એક રાજા. એ વંશના સ્થાપક પુષ્યમિત્રનો પુત્ર અગ્નિમિત્ર કાલિદાસના ‘માલવિકાગ્નિમિત્રમ્’ નાટકના નાયક તરીકે સુપ્રસિદ્ધ છે. અગ્નિમિત્ર પછી સુજ્યેષ્ઠ (કે વસુજ્યેષ્ઠ), સુમિત્ર (કે વસુમિત્ર) અને ઓદ્રક (કે ઉદાક) નામે રાજાઓ થયા. ભાગવત પુરાણમાં ‘ઓદ્રક’ને બદલે ‘ભદ્રક’ નામ આપેલું છે. બેસનગર(પ્રાચીન વિદિશા)ના ગરુડસ્તંભલેખમાં જણાવ્યું છે કે દેવાધિદેવ વાસુદેવનો…

વધુ વાંચો >

ભાગવત (રાજા)

ભાગવત (રાજા) (અ. ઈ. પૂ. 73) :  શુંગ વંશનો નવમો રાજા. મહારાજ ભાગવતના રાજ્યાભિષેક પછીના બારમા વર્ષના બેસનગર ગરુડસ્તંભલેખમાં જણાવેલ મહારાજ ભાગવત વિદિશાનો એ નામનો ભિન્ન રાજા છે. શુંગ વંશના મહારાજ ભાગવતે 32 વર્ષ જેટલું લાંબું રાજ્ય ભોગવ્યું. એનો પુત્ર દેવભૂતિ એનો ઉત્તરાધિકારી થયો. એ સ્ત્રીસંગમાં અતિરત રહેતો હતો. તેને…

વધુ વાંચો >

ભાનુગુપ્ત

ભાનુગુપ્ત : મગધના ગુપ્ત વંશનો રાજા. મગધના ગુપ્ત વંશના વૃત્તાંતમાં સ્કન્દગુપ્તના ઉત્તરાધિકારીઓ વિશે ઘણો ગૂંચવાડો રહેલો છે. તે રાજાઓમાં બુધગુપ્તના સમયના શિલાલેખ ગુપ્ત સંવત 157ના(ઈ. સ. 476)થી ગુ. સં. 165 (ઈ. સ. 488) સુધીના મળ્યા છે. મહારાજ માતૃવિષ્ણુ અને એના અનુજ ધન્યવિષ્ણુનો નિર્દેશ આવે છે. એ પછી એ જ સ્થળે…

વધુ વાંચો >

ભારતયુદ્ધ

ભારતયુદ્ધ : પાંડવો અને કૌરવો વચ્ચે થયેલું યુદ્ધ. જન્માંધ ધૃતરાષ્ટ્રના પુત્રો અને પાંડુના અનાથ પુત્રો વચ્ચે પૈતૃક રાજવારસા માટે લાંબા સમયથી સંઘર્ષ ચાલતો હતો. આખરે એ સંઘર્ષ યુદ્ધમાં પરિણમ્યો. આ યુદ્ધ ધાર્તરાષ્ટ્રો અને પાંડવો વચ્ચે થયું હતું, પરંતુ એમાં એ બંને પક્ષના સહયોગમાં ભારતના લગભગ સર્વ રાજાઓ સંડોવાયા હતા. ધૃતરાષ્ટ્ર…

વધુ વાંચો >