સ્થાપત્યકલા
સ્તૂપ બોરોબુદુર
સ્તૂપ બોરોબુદુર : જુઓ બોરોબુદુર.
વધુ વાંચો >સ્તૂપ સાંચી
સ્તૂપ સાંચી : જુઓ સાંચીનો સ્તૂપ.
વધુ વાંચો >સ્તોઆ
સ્તોઆ : પ્રવેશચોકી અથવા છત સાથેની સ્તંભાવલિ. ઉત્તમ સ્તોઆનું ઉદાહરણ એથેન્સ મુકામે એટ્ટાલોસ(ઈ. પૂ. બીજી સદી)નું છે. મ્યુઝિયમ તરીકે તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ગ્રીક સ્થાપત્યમાં અલાયદી સ્તંભાવલિને પણ સ્તોઆ કહે છે. બાયઝેન્ટિયમ સ્થાપત્યમાં ગૂઢમંડપ(covered hall)ને સ્તોઆ કહે છે. તેની છત સ્તંભોની એક અથવા બે હાર વડે ટેકવેલી હોય છે.…
વધુ વાંચો >સ્થપતિ
સ્થપતિ : મુખ્ય વાસ્તુશાસ્ત્રજ્ઞ. ભારતીય વાસ્તુશાસ્ત્ર અથવા વાસ્તુકલામાં સ્થપતિનું સ્થાન ઘણું મહત્ત્વનું માનવામાં આવ્યું છે. ‘માનસાર’ જેવા ગ્રંથો તેને વિશ્વકર્માનો પુત્ર માને છે. સ્થાપનાનો તે અધિપતિ હોવાથી તેને સ્થપતિ કહેવામાં આવે છે. ભોજે પોતાના ‘સમરાંગણ સૂત્રધાર’ના ‘સ્થપતિ-લક્ષણમ્’ નામના 44મા અધ્યાયમાં સ્થપતિની યોગ્યતા વર્ણવી છે. જે વ્યક્તિ શાસ્ત્ર, કર્મ-કૌશલ, પ્રજ્ઞા તથા…
વધુ વાંચો >સ્થાપત્યકલા
સ્થાપત્યકલા લલિતકલાઓના વર્ગમાંની એક રૂપપ્રદ કલા. ચિત્રકલા અને શિલ્પકલાની જેમ સ્થાપત્યકલા રૂપપ્રદ કલા છે. સ્થાપત્યની વ્યાખ્યા આપતાં સર સીડની કોલવીન જણાવે છે : ‘સ્થાપત્ય ઘાટ આપવાની કલા છે. એનું કાર્ય ક્રમબદ્ધ અને વિભૂષિત પિંડોના સંયોજનથી લાગણી વ્યક્ત અને ઉત્તેજિત કરવાનું છે.’ લાગણીનો સ્પર્શ ધરાવતી ઇમારતને સ્થાપત્ય કહી શકાય. સંસ્કૃતમાં સ્થાપત્ય…
વધુ વાંચો >સ્વામિનારાયણ મંદિરનું સ્થાપત્ય
સ્વામિનારાયણ મંદિરનું સ્થાપત્ય : શ્રી સહજાનંદ સ્વામીએ પોતે સ્થાપેલા ભક્તિમાર્ગને અને સંપ્રદાયને દૃઢ કરવા અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી વાસુદેવ નારાયણના સાકાર સ્વરૂપની ઉપાસનાનું પ્રવર્તન કરવા વિવિધ સ્થળોએ સ્થાપેલાં શાસ્ત્રીય સ્વરૂપનાં મહા મંદિરો અને તેનું સંપ્રદાયમાં આ જ દિન સુધીનું અનુસંધાન. ભક્તોની રક્ષા કરવા અને એકાંતિક ધર્મની સ્થાપના કરવા અવતાર ધારણ…
વધુ વાંચો >હઠીસિંહનાં દેરાં
હઠીસિંહનાં દેરાં : અમદાવાદનું પ્રસિદ્ધ જૈનમંદિર. અમદાવાદમાં દિલ્હી દરવાજાની બહાર શાહીબાગના રસ્તે તે આવેલું છે. પંદરમા તીર્થંકર ધર્મનાથ ભગવાનને સમર્પિત આ મંદિર શેઠ હઠીસિંહે વિ. સં. 1901(ઈ. સ. 1845)માં બંધાવવાનું શરૂ કર્યું. પરંતુ તેમના એકાએક અવસાનને કારણે તેમનાં પત્ની શેઠાણી હરકુંવરે વિ. સં. 1903(ઈ. સ. 1847)માં તેનું બાંધકામ પૂરું કરાવ્યું.…
વધુ વાંચો >હરમ મસ્જિદ (અલ હરમ મસ્જિદ) મક્કા
હરમ મસ્જિદ (અલ હરમ મસ્જિદ), મક્કા : મુસ્લિમોનું વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક સ્થાપત્ય. મક્કામાં મુહમ્મદ પયગંબરસાહેબ(સ. અ. વ.)ના જન્મસ્થળે આ મસ્જિદ બાંધવામાં આવી છે. આ જ સ્થળે મુહમ્મદસાહેબે જીવનનાં અનેક વર્ષો ગાળ્યાં હતાં. ‘હરમ મસ્જિદ’નો અર્થ ‘ભવ્ય મસ્જિદ’ થાય છે. પવિત્ર કાબાને ફરતી આ મસ્જિદ બાંધવામાં આવી છે. સમગ્ર વિશ્વના મુસ્લિમોનું તે…
વધુ વાંચો >હર્મિકા
હર્મિકા : જુઓ સ્તૂપ.
વધુ વાંચો >હવામહલ (જયપુર)
હવામહલ (જયપુર) : રાજપૂતાના સ્થાપત્યનો આંતરરાષ્ટ્રીય ખ્યાત નમૂનો. મહારાજા સવાઈ પ્રતાપસિંઘે 1799માં તેનું બાંધકામ કરાવ્યું હતું. જયપુરનાં જોવાલાયક સ્થળોમાં તે પ્રવાસીઓનું આકર્ષક સ્થળ છે. તેની ઊંચાઈ 26.52 મીટર છે. નીચેથી ઉપર જતાં તેની લંબાઈ-પહોળાઈ ઘટતી જતાં પિરામિડ ઘાટ ધારણ કરે છે. તે પાંચ મજલાનો છે. આ પાંચ મજલા અનુક્રમે શરદ…
વધુ વાંચો >