સ્થાપત્યકલા
ટાન્ગે, કેન્ઝો
ટાન્ગે, કેન્ઝો (જ. 1913) : જાપાનના પ્રતિભાશાળી સ્થપતિ. જાપાન તેમજ વિશ્વના આધુનિક સ્થાપત્યના તે પ્રણેતા ગણાય છે. શિક્ષણ 1935થી 1938 ટોકિયો યુનિવર્સિટીમાં. તે વખતના વિખ્યાત માએકાવા નામના સ્થપતિ સાથે તેમણે કામ કર્યું. કેન્ઝો ટાન્ગેની શૈલી પણ આથી કાક્રીટ સ્થાપત્યની અસર નીચે ઉદભવેલ. તેમની રચનાઓમાં હિરોશીમાનું સ્મૃતિભવન (1950), ટોકિયો સિટી હૉલ…
વધુ વાંચો >ટિમ્પનમ
ટિમ્પનમ : પશ્ચિમી સ્થાપત્ય અનુસાર પ્રવેશમંડપનાં નીચાં ઢળતાં છાપરાં કે કમાન પરની ત્રિકોણાકાર કે વૃત્તખંડીય બાંધણી. યુરોપમાં અગિયારમી તથા બારમી સદીમાં ચર્ચની રચનામાં તેનો ઉપયોગ થતો. તેમાં વચમાં મોટી ઈસુની મૂર્તિવાળું લાસ્ટ જજમેન્ટનું શિલ્પ કંડારાતું. મોઝેના સંત પિયેરના તથા ઑટમના સંત લઝારના ચર્ચના ટિમ્પનમ ઉલ્લેખનીય છે. હેમંત વાળા
વધુ વાંચો >ટિંગ લિંગ
ટિંગ લિંગ : ચીનના રાજવી વાન લીની 1584માં બંધાયેલી સમાધિ. ચીનના સ્થાપત્યના ઇતિહાસના સોળમી સદીના તબક્કામાં લોકોપયોગી ઇમારતોનું બાંધકામ મહદંશે કાષ્ઠપ્રણાલીને આધારે થતું. મિંગ વંશના રાજવીઓનો સમાધિસમૂહ બેજિંગની વાયવ્યમાં આવેલ છે, તેમાંની રાજા વાન લીની સમાધિ ઉલ્લેખનીય છે. આ સમાધિનું ઉત્ખનન 1956–58 દરમિયાન કરવામાં આવેલ. ભૂગર્ભમાં રચાયેલી આ સમાધિ બેજિંગની…
વધુ વાંચો >ટૅબર્નેકલ
ટૅબર્નેકલ : પશ્ચિમી સ્થાપત્યમાં જોવા મળતો ચર્ચની મધ્યમાં આવેલ સુશોભિત ખાંચો, જેના પર વિતાન હોય. આ ખાંચામાં મૂર્તિ રખાય છે. પ્રૉટેસ્ટન્ટ પંથના ચર્ચના સભાખંડને માટે પણ આ શબ્દ વપરાય છે. વળી ઈ. સ. પૂ. 1490ના સમયગાળામાં ઇઝરાયલી પ્રજા દ્વારા બનાવાતા વિશાળ તંબૂને ટૅબર્નેકલ કહ્યો છે. આવો એક તંબૂ 48 મી.…
વધુ વાંચો >ટ્રાયફોરિયમ
ટ્રાયફોરિયમ : ચર્ચની મધ્યવીથિ સન્મુખ, ઉપરના કમાનવાળા છાપરા કે છત નીચે ત્રણ સ્તરે ખૂલતા ઝરૂખા. રોમનેસ્ક સ્થાપત્યશૈલીમાં તે ચર્ચનું મહત્વનું અંગ બની રહ્યું હતું પણ ગૉથિક સ્થાપત્યમાં તે લુપ્ત થયું. લૅટિન ભાષામાં tresનો અર્થ ત્રણ અને foresનો અર્થ વાતાયન (openings) થાય છે. તેથી ટ્રાયફોરિયમ શબ્દ સામાન્ય રીતે ત્રણ માળના ખૂલતા…
વધુ વાંચો >ટ્રાયમ્ફલ કમાન
ટ્રાયમ્ફલ કમાન : આવનજાવનના માર્ગ પર કોઈ પ્રસંગ કે વ્યક્તિના સંભારણા માટે બનાવવામાં આવેલી વિશાળ સ્મારકરૂપ કમાન. ઇમારતથી આ કમાન અલાયદી હોય છે. તેની રચનામાં બે અથવા ચાર વિશાળ સ્તંભ બનાવાય છે. આવા બે સ્તંભવાળી રચનામાં ઉપર એક કમાન જ્યારે ચાર સ્તંભવાળી રચનામાં વચમાં એેક મોટી અને તેની બંને બાજુ…
વધુ વાંચો >ટ્રેબિયેટેડ
ટ્રેબિયેટેડ : સ્તંભ અને પાટડીની રચના દ્વારા ઇમારતનું માળખું ઊભું કરાય ત્યારે તે જાતની બાંધણીને ગ્રીક સ્થાપત્યમાં આપવામાં આવેલું નામ. આ જાતની બાંધણી દીવાલો અને કમાનાકાર રચનાથી તદ્દન અલગ હોય છે. આ પદ્ધતિમાં આધારોની સંખ્યા મર્યાદિત કરી શકાય છે, જેથી ફરસનો વિસ્તાર ગમે તે દિશામાં વિના વિઘ્ને કરી શકાય છે.…
વધુ વાંચો >ટ્રૉય
ટ્રૉય : એશિયા માઇનોર(આધુનિક તુર્કસ્તાન)નું કાંસ્ય યુગનું અતિ પ્રાચીન નગર. તે ઇલિયમ, ઇલીઓસ, ઇલિયોન જેવાં નામોથી પણ ઓળખાતું હતું. ગ્રીક કવિ હોમરના ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ જેવાં મહાકાવ્યોએ આ નગરને ખ્યાતિ આપી હતી. પ્રાચીન ગ્રીક સાહિત્યમાં જે નગરનો ઉલ્લેખ છે તેનું વર્ણન આ નગરના અસ્તિત્વને અનુમોદન આપે છે. હોમર દ્વારા વિખ્યાત…
વધુ વાંચો >ઠાકોર, મધુકર કૃષ્ણલાલ
ઠાકોર, મધુકર કૃષ્ણલાલ (જ. 30 સપ્ટેમ્બર 1921, અમદાવાદ; અ. 30 ઑક્ટોબર 2002, અમદાવાદ) : ગુજરાતની અનેક અદ્યતન ઇમારતોના મૌલિક દૃષ્ટિ ધરાવતા આર્કિટેક. તેમના પિતા કૃષ્ણલાલે થાણાના ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ, કચ્છની હાઇકોર્ટ અને જામનગરની કોર્ટના જજ તરીકે સેવા આપી હતી. તેઓ ખંભાતના દીવાન હતા. તેમણે શિરોહીના મુખ્યમંત્રી તરીકે સેવા આપી…
વધુ વાંચો >ડાયસ્ટાઇલ–ડેકાસ્ટાઇલ
ડાયસ્ટાઇલ–ડેકાસ્ટાઇલ : પ્રાચીન ગ્રીસ તથા રોમમાંની ઇમારતોનો એક પ્રકાર. તેમાં આવેલા સ્તંભની સંખ્યા પરથી તેની બાંધણી નક્કી થતી. જો ઇમારતની આગળ બે સ્તંભવાળો મંડપ હોય તો તે શૈલી ડાયસ્ટાઇલ તરીકે ઓળખાતી. દશ સ્તંભવાળી કે દશ સ્તંભની હારવાળી ઇમારતને ડેકાસ્ટાઇલવાળી ગણાતી. સ્તંભની સંખ્યા પરથી મકાનનું પ્રમાણ-માપ નક્કી થતું હોવાથી પછી આ…
વધુ વાંચો >