સૂક્ષ્મજીવશાસ્ત્ર

ઇન્ટરફેરૉન

ઇન્ટરફેરૉન (interferon) : વિષાણુઓ સામે રક્ષણ આપવા માટે માનવી અને સસ્તન પ્રાણીઓના શરીરમાં તાત્કાલિક ઉત્પન્ન થતાં પ્રોટીનો. પ્રતિવિષાણુ(antiviral) પરિસ્થિતિના નિર્માણ માટે ઇન્ટરફેરૉન ત્રણ ઉત્સેચકોની ઑલિગોન્યુક્લિયોટાઇડ સિન્થેટેઝ (oligonucleotide synthetase), એન્ડોન્યૂક્લિયોઝ (endonuclease), અને કિનેઝ(Kinase)ની મદદ લે છે. જ્યાં સુધી સંવેદનશીલ કોષને વિષાણુનો ચેપ ન લાગે ત્યાં સુધી આ ઉત્સેચકો સુષુપ્ત રહે છે.…

વધુ વાંચો >

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માઇક્રોબિયન ટેક્નોલોજી

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માઇક્રોબિયલ ટેક્નોલોજી (IMTECH) : સૂક્ષ્મ જૈવિક (microbial) અને આનુવંશિક (genetic) ઇજનેરીનાં અગ્રિમ ક્ષેત્રોમાં સંશોધનકાર્ય માટે ચંડીગઢમાં કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ તરફથી સ્થપાયેલી સંસ્થા. સ્થાપના : 1984. આ સંસ્થાના ઉદ્દેશો નીચે દર્શાવ્યા છે : (i) સૂક્ષ્મજૈવિક ટૅક્નૉલૉજી માટેનાં સંકલિત સંશોધન, વિકાસ અને આયોજનયુક્ત પાયાની રચના, (ii) આનુવંશિક…

વધુ વાંચો >

ઇમવિક કસોટી

ઇમવિક કસોટી (Imvic Test) : દંડાકાર (કૉલિફૉર્મ) બૅક્ટેરિયાને ઓળખી કાઢવા નિશ્ચિત કરવામાં આવેલી I (Indol), M (Methyl red), V (Vages proskauer) અને C (Citrate) કસોટીઓનો સમૂહ. ઉચ્ચારની સરળતાની ર્દષ્ટિએ ‘V’ અને ‘C’ વચ્ચે ‘I’ વર્ણાક્ષરને ઉમેરી આ સમૂહની કસોટીઓને IMVIC નામ આપવામાં આવ્યું છે. ટ્રિપ્ટોફૅનમાં આવેલા ઇંડોલ સમૂહને અલગ કરનાર…

વધુ વાંચો >

ઈ. કોલિ (Escherichea coli)

ઈ. કોલિ (Escherichea coli) : ઑક્સિજનની ગેરહાજરીમાં અવાયુજીવન પસાર કરનાર ગ્રામ-ઋણી (gramnegative) ઍન્ટેરોબૅક્ટેરિયેસી કુળના દંડાકાર બૅક્ટેરિયાની એક જાત. સૂક્ષ્મજીવવિજ્ઞાની ઇશેરિકે આ સૂક્ષ્મજંતુઓને સૌપ્રથમ ઈ. સ. 1885માં બાળકોના મળમાં જોયા. તંદુરસ્ત મનુષ્યનાં આંતરડાંમાં તે હજારોની સંખ્યામાં જોવા મળે છે. સામાન્યપણે તે અરોગકારક (non-pathogenic) હોય છે. અજારક શ્વસનથી તે ગ્લુકોઝ જેવાં કાર્બોદિતોનું…

વધુ વાંચો >

ઉત્પરિવર્તન (અથવા વિકૃતિ)

ઉત્પરિવર્તન (અથવા વિકૃતિ) : સજીવોના જનીન ઘટકોની પ્રતિકૃતિ (replication) થઈ શકે તેવું કોઈ પણ પરિવર્તન યા વિકૃતિ. કોઈ એક જનીનના ન્યૂક્લિયોટાઇડના ક્રમમાં તથા ફેરફારની અસરથી પરિવર્તન થયું હોય તો તેને જનીનિક ઉત્પરિવર્તન કહે છે. જો ઉત્પરિવર્તન રંગસૂત્રોની સંખ્યા અથવા તો તેના બંધારણમાં થતા ફેરફારો સાથે સંકળાયેલું હોય તો તેને રંગસૂત્રીય…

વધુ વાંચો >

ઉત્પાદકતા (productivity) (વનસ્પતિશાસ્ત્ર)

ઉત્પાદકતા (productivity) (વનસ્પતિશાસ્ત્ર) : એકમ ક્ષેત્રફળ અને એકમ સમયમાં સજીવો દ્વારા થતું ઉત્પાદન. ઉત્પાદન-પરિસ્થિતિવિજ્ઞાન (production-ecology) લીલી વનસ્પતિઓ, તૃણાહારીઓ (herbivorous) અને માંસાહારીઓ (carnivorous) દ્વારા થતી ઉત્પાદનલક્ષી પ્રક્રિયાઓ અને ઉત્પાદકતા સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. આ પ્રકારનો અભ્યાસ સંપદાઓ(resources)ના પ્રબંધમાં મૂળભૂત અગત્ય ધરાવે છે. માનવ-કલ્યાણ અર્થે નવપ્રસ્થાન પામેલા ઇન્ટરનૅશનલ બાયૉલૉજિકલ પ્રોગ્રામ (IBP) દ્વારા…

વધુ વાંચો >

ઉત્સેચકો (enzymes) (જીવવિજ્ઞાન)

ઉત્સેચકો (જીવવિજ્ઞાન) (enzymes)  સજીવોનાં શરીરમાં દેહધાર્મિક (physiological) ક્રિયાઓના ભાગરૂપે સતત ચાલ્યા કરતી રાસાયણિક પ્રક્રિયાઓને સહજસાધ્ય (spontaneous) અને ઝડપી બનાવનાર ઉદ્દીપકો (catalysts). પ્રોટીનના બનેલા આ ઉત્સેચકો વિશિષ્ટ રાસાયણિક ઘટક પર સંશ્લેષણાત્મક (synthetic) અથવા વિઘટનાત્મક (degradative) પ્રક્રિયા દ્વારા તેનું એક યા બીજા સ્વરૂપમાં રૂપાંતર કરે છે. દાખલા તરીકે પ્રાણીઓનાં શરીરમાં આવેલા પ્રૉટિયૉલેટિક…

વધુ વાંચો >

ઉત્સેચકો, અચળ

ઉત્સેચકો, અચળ (enzymes–immobile) ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન વધારવા અને તેને વધુ લાભદાયી બનાવવા માટેની પ્રક્રિયામાં વપરાતા ઉત્સેચકોનું અદ્રાવ્ય સ્વરૂપ. ઉત્સેચકો હમેશાં વિવિધ પરિબળોની વિશિષ્ટ મર્યાદાને અધીન રહીને ક્રિયાશીલ બને છે. પરંતુ તેમને અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવવાથી તેમનાં ક્રિયાશીલતા અને સ્થાયિત્વ વધારી શકાય છે. માધ્યમનાં pH અને તાપમાન જેવાં પરિબળોમાં થતા ફેરફારોની અથવા…

વધુ વાંચો >

ઊમાયસિટ્સ (Oomycetes)

ઊમાયસિટ્સ (Oomycetes) : જમીન કે પાણીમાં, વનસ્પતિ કે માછલી પર પરોપજીવી જીવન પસાર કરતી ફૂગ. સૃષ્ટિ : Protophyta (Protista); વિભાગ : Mycota; ઉપવિભાગ : Eumycotina; વર્ગ : Oomycetes. કેટલીક મૃતોપજીવી હોય છે. દેહરચના પ્રાથમિક એકકોષીય સુકાય (thallus) સ્વરૂપ અથવા તો બહુશાખીય તંતુમય કવકજાલ (mycelium) સ્વરૂપ. મોટાભાગની ફૂગ અંશકાયફલિક (ucarpic) હોય…

વધુ વાંચો >

એકકોષીય પ્રોટીન

એકકોષીય પ્રોટીન (Single Cell Protein – SCP) : એકકોષીય સજીવોના શરીરમાંથી નિષ્કર્ષણથી મેળવવામાં આવતું પ્રોટીન. આ સજીવોના શરીરના આશરે 80 % જેટલા રાસાયણિક ઘટકો પ્રોટીન તત્વોના બનેલા હોય છે. ખાંડની રસી (molasses), દૂધનું નીતરણ (whey), કાગળનાં કારખાનાંના ધોવાણ (sulphite waste liquor), પૅરાફિન, કાર્બન ડાયૉક્સાઇડ, હાઇડ્રોજન જેવાં દ્રવ્યો પર એકકોષીય સજીવોને…

વધુ વાંચો >