સલામતી સેવાઓ
વ્યાવસાયિક સ્વાસ્થ્ય (occupational health)
વ્યાવસાયિક સ્વાસ્થ્ય (occupational health) : કામદારોની માનસિક, શારીરિક અને સામાજિક સુખાકારી(well-being)નું રક્ષણ, જાળવણી અને વર્ધન તથા તેમના કાર્યને લીધે થતા રોગો, વિકારો કે જોખમોનું પૂર્વનિવારણ. આમ તે મુખ્યત્વે પૂર્વનિવારણલક્ષી (preventive) તબીબીવિદ્યાનું એક અંગ છે. તેને વ્યાવસાયિક આરોગ્ય પણ કહે છે. સન 1950માં આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન અને વિશ્વઆરોગ્ય સંસ્થાની સંયુક્ત સમિતિએ…
વધુ વાંચો >શસ્ત્રોનો વ્યાપાર
શસ્ત્રોનો વ્યાપાર : વિવિધ પ્રકારનાં અને વિવિધ પ્રકારની સંહારશક્તિ ધરાવતાં શસ્ત્રાસ્ત્રોનાં ખરીદવેચાણની પ્રક્રિયા. આ વ્યાપારનું સ્વરૂપ મૂળભૂત રીતે આર્થિક કરતાં રાજકીય અને લશ્કરી પ્રકારનું હોવાથી આંતરરાષ્ટ્રીય વ્યાપારના સિદ્ધાંતો તેને લાગુ પડતા નથી; એટલું જ નહિ, પરંતુ મોટાભાગનો આ વ્યાપાર ખુલ્લો હોવા કરતા છદ્મ સ્વરૂપનો જ વધારે હોય છે અને તેથી…
વધુ વાંચો >સલામતી અને સલામતી ઉદ્યોગ
સલામતી અને સલામતી ઉદ્યોગ : માનવીને ઈજા પહોંચાડતા અકસ્માતોને નિવારવા માટેનાં સાધનો કે ઉપકરણોનું આયોજન. તેનું કાર્યક્ષેત્ર કારખાનાં, દફતરો, દુકાનો, બાંધકામો, જાહેર સ્થળો, ખનન, ખેતી, પરિવહન, રસ્તા, ગૃહ વગેરે સ્થળોએ માનવીને આરક્ષણ પૂરું પાડવાનું છે. આદિકાળથી માનવી પર્યાવરણ, પશુઓ વગેરેથી પોતાની જાતનું રક્ષણ કરવા માટે પ્રયત્નશીલ રહ્યો છે. સંસ્કૃતિના વિકાસ…
વધુ વાંચો >સલામતી મૅનેજમેન્ટ (બાંધકામ-કાર્યોમાં)
સલામતી મૅનેજમેન્ટ (બાંધકામ-કાર્યોમાં) : બાંધકામ દરમિયાન કોઈ પણ પ્રકારના અકસ્માતો થતા અટકાવવા માટેની સલામતી-વ્યવસ્થા. અકસ્માત એટલે આકસ્મિક બનતી ઘટના. બાંધકામ દરમિયાન આકસ્મિક ઘટનાઓ થઈ શકે છે. આવી ઘટનાઓમાં મજૂરનું ઊંચાઈએથી પડી જવું, મશીનમાં કારીગરના હાથ-પગ કપાઈ જવા, માટી-ખોદકામમાં માટી ધસી પડતાં મજૂરનું દટાઈ જવું, ગરમ ડામર પાથરતાં દાઝી જવું વગેરે…
વધુ વાંચો >સાયબર સિક્યૉરિટી
સાયબર સિક્યૉરિટી : સાયબર સુરક્ષા. તેમાં હેકિંગ, માલ્વેર અને ફિશિંગ હુમલાઓ જેવાં સાયબર જોખમોથી કમ્પ્યૂટર જેવાં ડિજિટલ ઉપકરણો, ઇન્ટરનેટ નેટવર્ક અને સંવેદનશીલ ડેટાનું રક્ષણ કરવાની વિવિધ પ્રકારની રીતો સામેલ છે. સાયબર હુમલાઓથી કમ્પ્યૂટર્સ, નેટવર્ક અને ડેટાને સલામત રાખવા માટે અલગ પ્રકારની ટૅક્નૉલૉજીઓ, વ્યૂહરચનાઓ અને શ્રેષ્ઠ રીતો સંકળાયેલી હોય છે. જ્યારે…
વધુ વાંચો >સુરક્ષાલક્ષી ઇજનેરી (Safety Engineering)
સુરક્ષાલક્ષી ઇજનેરી (Safety Engineering) : કામદારો, કારીગરો કે કર્મચારીઓની જ્યાં જે સાધનો – મશીનો વડે કાર્ય થઈ રહ્યું હોય ત્યાં સુરક્ષાની બાબતોને આવરી લેતી ઇજનેરી. કર્મચારીઓ અને સાધનોની સલામતી જાળવવી એ જે તે સંસ્થા કે કારખાનાની જવાબદારી છે. ‘સલામતી પ્રથમ’ (safety first) એ મુદ્રાલેખ હવે સર્વત્ર સ્વીકારાયો છે; તેમ છતાં…
વધુ વાંચો >સ્કૉટલૅન્ડ-યાર્ડ
સ્કૉટલૅન્ડ-યાર્ડ : ઇંગ્લૅન્ડના પાટનગર લંડન ખાતે આવેલ પોલીસ-મથક. લંડન નગરના એક માર્ગના નામ પરથી આ મથકનું નામ પાડવામાં આવ્યું છે. 1829થી સ્કૉટલૅન્ડ-યાર્ડનું મૂળ મથક જે મકાનમાં હતું તે મકાન તે પૂર્વે સ્કૉટિશ શાહી પરિવારના મુલાકાતીઓ માટે કામચલાઉ નિવાસ તરીકે ઉપયોગમાં લેવાતું હતું. 1829–1967 દરમિયાન લંડન મહાનગરના પોલીસ-વિભાગનું તે મુખ્ય મથક…
વધુ વાંચો >સ્ટેન-ગન
સ્ટેન-ગન : મધ્યમ કદનાં શસ્ત્રોમાં ગણાતી સ્વયંચલિત બંદૂક. તે સ્ટેન મશીન ગન (LMG) અથવા સ્ટેન મશીન કાર્બાઇન (SMC) નામથી પણ ઓળખાય છે. સામાન્ય રીતે તેની લંબાઈ 30 ઇંચની અથવા 76.2 સેન્ટિમીટર જેટલી હોય છે. આ બંદૂકની નળી (બૅરલ) 7.5 ઇંચની લંબાઈ ધરાવે છે. તેના મૅગઝીનમાં 32 જેટલી ગોળીઓ (rounds) એકસાથે…
વધુ વાંચો >સ્લે રૉબર્ટ્સ ફ્રેડરિક
સ્લે, રૉબર્ટ્સ ફ્રેડરિક (જ. 30 સપ્ટેમ્બર 1832, કાનપુર; અ. 14 નવેમ્બર 1914, સેન્ટ ઑમર, ફ્રાન્સ) : બાહોશ બ્રિટિશ સરસેનાપતિ અને કંદહાર, પ્રિટોરિયા અને વૉટરફૉર્ડના પ્રથમ ઉમરાવ. ઇંગ્લૅન્ડના ઍટન અને સૅન્ડહર્સ્ટ ખાતે શિક્ષણ. 19 વર્ષની નાની વયે 1851માં બંગાળમાં બ્રિટિશ તોપખાનામાં સેકન્ડ લેફ્ટેનન્ટના હોદ્દા પર નિમણૂક અને ત્યારથી અવસાન સુધીની છ…
વધુ વાંચો >હિમલર હેનરિક
હિમલર, હેનરિક (જ. 1900, મ્યૂનિક, જર્મની; અ. 1945) : જર્મનીના નાઝી નેતા અને પોલીસ વડા. 1925માં તે નાઝી પાર્ટીમાં જોડાયા અને 1929માં તે એસ. એસ. રક્ષક દળ(Schutzstaffel, protective force)ના વડા નિમાયા. આ દળ મૂળ તો હિટલરના અંગત રક્ષણ માટેના દળ તરીકે વિકસાવાયું હતું; પરંતુ તેમણે એ દળને પાર્ટીના ખૂબ શક્તિશાળી…
વધુ વાંચો >