સરોજા કોલાપ્પન
એબીનેસી
એબીનેસી : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae), શ્રેણી ઊર્ધ્વસ્ત્રીકેસરી (superae), ગોત્ર – એબીનેલીસ, કુળ – એબીનેસી. આ કુળમાં 5 પ્રજાતિઓ અને લગભગ 325 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનું વિતરણ વિશ્વના…
વધુ વાંચો >ઍમિનોઍસિડ (વનસ્પતિશાસ્ત્ર)
ઍમિનોઍસિડ (વનસ્પતિશાસ્ત્ર) : સજીવના બંધારણમાં આવેલ પ્રોટીનનું ઍસિડ જલાપઘટન (hydrolysis) કરતાં પ્રાપ્ત થતા એકલકો (monomers). તેઓ વનસ્પતિકોષોમાં થતી ચયાપચયની પ્રક્રિયાના નિયંત્રણમાં મહત્વનો ભાગ ભજવે છે; તેથી જુદા જુદા કોષો, પેશી અને અંગોમાં તેઓ વિવિધ માત્રામાં મળી આવે છે. ઍમિનોઍસિડનું માપન નીનહાઇડ્રીન દ્વારા થઈ શકે છે. જીવોત્પત્તિ અને ઉદવિકાસ અને વિભેદન…
વધુ વાંચો >એરંડો (દિવેલી)
એરંડો (દિવેલી) : દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ricinus communis Linn. (સં., બં., મ. એરંડ; હિં. એરંડ, અંડ; ક. ઔંડલ, હરળગીડ; તે. અમુડાલ; તા. લામામકુ; મલા. ચિત્તામણક્કુ; અં. કૅસ્ટર, કૅસ્ટરસીડ) છે. તે એકવર્ષાયુ કે બહુવર્ષાયુ ક્ષુપ કે કેટલીક વાર આશરે 6 મી. કે તેથી વધારે…
વધુ વાંચો >એરેનબર્ગ ક્રિશ્ચિયન ગોટફ્રેડ
એરેનબર્ગ ક્રિશ્ચિયન ગોટફ્રેડ (જ. 19 એપ્રિલ 1795, ડેલિસ્કસેક્સ; અ. 27 જૂન 1876, બર્લિન) : સુપ્રસિદ્ધ જર્મન જીવવિજ્ઞાની. તેમણે સૂક્ષ્મજીવો અને અન્ય અશ્મીભૂતોના અવશેષોની જાણકારી મેળવી હતી. રાતા સમુદ્રનો પ્રવાસ કરી તેમણે 34,000 પ્રાણીઓના અને 46,000 વનસ્પતિઓના અવશેષોનો સંગ્રહ કર્યો હતો. ઍલેક્ઝાન્ડર વૉન હમ્બોલ્ટ નામના વિજ્ઞાની સાથે તેમણે મધ્ય એશિયાથી સાઇબીરિયા…
વધુ વાંચો >એલચો
એલચો : એકદળી વર્ગમાં આવેલા કુળ સિટેમિનેસીના ઉપકુળ ઝિન્જીબરેસીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Amomum Subulatum Roxb. (બં. બરા-એલાચી, બરો-એલાચ; ગુ. એલચો, મોટી ઇલાયચી; હિં. બરી-એલાચી, બરી-ઇલાયચી, ક. ડોડ્ડા-યાલાક્કી, મલા. ચંદ્રાબાલા; મ. મોટે વેલ્ડોડે; સં. અઇન્દ્રી, બૃહતુપા-કુંચિકા; તા. પેરિયા-ઇલાક્કાઈ; તે. આડવી-ઇલાક્કાઈ, અં. ગ્રેટર કાર્ડેમમ, નેપાલ કાર્ડેમમ) છે. તે બહુવર્ષાયુ, 2…
વધુ વાંચો >એલેન્જિયેસી
એલેન્જિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – વજ્રપુષ્પી (Calyciflorae), ગોત્ર – ઍપિયેલીસ (અંબેલેલીસ), કુળ-એલેન્જિયેસી. આ કુળ એક જ પ્રજાતિ અને લગભગ 22 જેટલી જાતિઓનું બનેલું છે અને જૂની દુનિયાના ઉષ્ણ…
વધુ વાંચો >ઍલ્યુરાઇટીસ
ઍલ્યુરાઇટીસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક પ્રજાતિ. પૂર્વ એશિયા અને મલેશિયાના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થાય છે અને બીજમાંથી મળતા શુષ્કન તેલ માટે ઉગાડવામાં આવે છે. Aleurites fordii Hemsl. (તુંગ ઑઇલ ટ્રી), A. moluccana (Linn.) Willd. (જંગલી અખરોટ, તુંગતેલ જેવું જ તેલ ઉત્પન્ન કરે છે) અને A.…
વધુ વાંચો >ઍવિસીનિયા
ઍવિસીનિયા : દ્વિદળી વર્ગમાં આવેલા ઍવિસીનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Avicennia officinalis Linn. (બં., હિં. બીના, બાની; ગુ. તવરિયા, તીવાર; તા. કાંડલ; મલા. ઓયેપાતા, મ. તીવાર; અં. વ્હાઇટ મૅન્ગ્રોવ) છે. ભારતમાં આ ઉપરાંત, A. alba Blume (બં. બીન) અને A. marina Vierh (તા. વેંકેદાન; તે. મડા; ગુ. મકાડ,…
વધુ વાંચો >એવિસીનિયેસી
એવિસીનિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae), શ્રેણી – દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર – લેમીએલીસ, કુળ – એવિસીનિયેસી. ગર્ભવિદ્યાકીય વિશિષ્ટ લક્ષણોને લઈને સ્વામી અને પદ્મનાભને પ્રજાતિ – Avicenniaને વર્બિનેસી કુળમાંથી અલગ કરી તેને…
વધુ વાંચો >ઍસ્ક્યુલસ
ઍસ્ક્યુલસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા હિપ્પોકેસ્ટેનેસી (સેપિન્ડેસી) કુળની એક પ્રજાતિ. તેની એક જાતિ Aesculu indica Hook. (હિં. બનખોર, કંદાર, પનગર, કાનોર; અં. ઇંડિયન હોર્સ, ચેસ્ટનટ) ભારતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેનાં વૃક્ષો લગભગ 30 મી. ઊંચાં અને પર્ણપાતી (deciduous) હોય છે. તેનું મુખ્ય પ્રકાંડ સીધું, નળાકાર અને ટૂંકું…
વધુ વાંચો >