સરોજા કોલાપ્પન
અશ્વગંધા
અશ્વગંધા : દ્વિદળી આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Withania somifera Dunal. છે. ભોંયરીંગણી, ધતૂરો, તમાકુ અને રાતરાણી તેનાં સહસભ્યો છે. સં. अश्वगंधा; હિં. असगंध. તારાકાર નાની રુંવાટીવાળો બારમાસી અનુક્ષુપ (undershrub). પીલુડી કે કોમળ આકડા જેવાં પાન. પીળાં-લીલાં પંચાવયવી પુષ્પો. દલપુંજ સાથે જોડાયેલાં પુંકેસર. બીજાશય બે. પ્રારંભમાં લીલું…
વધુ વાંચો >અસાના, જહાંગીરજી જામસજી
અસાના, જહાંગીરજી જામસજી (જ. 189૦; અ. 16 ડિસેમ્બર 1954, પુણે) : પ્રાણીશાસ્ત્રના ઉત્તમ કોટિના સંશોધક. ગુજરાત કૉલેજ, અમદાવાદના ભૂતપૂર્વ પ્રાધ્યાપક. વડોદરાની કૉલેજમાંથી એમ.એ.ની પદવી મેળવીને તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 1915માં ગુજરાત કૉલેજમાં પ્રાણીશાસ્ત્રના સહાયક પ્રાધ્યાપક તરીકે કરી હતી. ત્યાં પ્રાણીશાસ્ત્રની પ્રયોગશાળા તેમજ સંગ્રહાલય સ્થાપવા ઉપરાંત પોતાના પ્રાણીચર્મવિદ્યા(taxidermy)ના કૌશલ્યનો ઉપયોગ તેમણે…
વધુ વાંચો >અસૂત્રી વિભાજન
અસૂત્રી વિભાજન (amitosis) : રંગસૂત્રો રચાયા વગરનું વિભાજન. આ પ્રકારનું વિભાજન જીવાણુ કે અમીબા જેવા પ્રજીવોમાં જોવા મળે છે. તેમાં સૌપ્રથમ કોષકેન્દ્ર લાંબું થાય, મગદળ જેવો આકાર ધારણ કરે, ત્યારબાદ તેમાં ખાંચ ઉત્પન્ન થાય, જે ધીરે ધીરે વધતાં એક કોષકેન્દ્રમાંથી બે કોષકેન્દ્રોનું નિર્માણ થાય છે. આ વિભાજનમાં નવાં રંગસૂત્રો બનતાં…
વધુ વાંચો >અળવી
અળવી : એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ (olocasia esculenta (Linn.) Schott. syn C. antiquorum Schott. (સં. कचु; બં. આશુકચુ, કચુ, ગુરી; મ. અળુ, અળવી; ગુ. અળવી; અં. Elephant’s ear.) છે. સૂરપણખા, કૅલેડિયમ, સાપનો કંદ, જળશંખલાં, સૂરણ અને અડુની વેલ તેના સહસભ્યો છે. ગુજરાતમાં તેનાં પાન પાતરાં…
વધુ વાંચો >અંકોલ
અંકોલ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍલેન્જિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Alangium Salviflolium (Linn F. Wang. syn. A. lamarckii Thw. (સં. अंकोल, अंकोल्लक, अंकोट; હિં. अंकोला. મ. અંકોલ; બં. આંકડ, આંકોર, આંકોડ; ગુ. અંકોલ.) છે ભારતમાં તેની બે જાતિઓ (species) થાય છે. સદાહરિત નાનાં ૩-0 મી. ઊંચાં, મોટાં,…
વધુ વાંચો >અંજન-અંજની
અંજન–અંજની : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલાસ્ટોમેટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Memecylon ambellatum Burm. F. syn. M. edule Roxb. (મ. અંજની, લિંબા; ગુ. અંજની-અંજની; અં. Iron wood Tree) છે. ડૉ. સાન્તાપાઉના મંતવ્ય પ્રમાણે મહારાષ્ટ્ર રાજ્યના મહાબળેશ્વર, લોનાવાલા વગેરે વિવિધ પ્રદેશોમાં ઊગતી આ પ્રજાતિની બધી જ જાતિઓ ‘અંજની’ નામથી…
વધુ વાંચો >અંડક
અંડક (ovule) : બીજાશયના પોલાણમાં એક કે વધુ સંખ્યામાં રહેલું સ્ત્રીકેસરનું અંગ. સ્ત્રીકેસર પુષ્પનું ટોચનું કે ચોથું ચક્ર છે. તેના બીજા ત્રણ ભાગો તે બીજાશય, પરાગવાહિની અને પરાગાસન કે બોરિયું. બીજાશયનું પોલાણ એક કે વધુ અંડક કે બીજાંડ ધરાવે છે. માદાજન્યુ કે અંડકોષ(female gamete)ને અંડક આશ્રય આપે છે. અંડકના બીજદેહમાં…
વધુ વાંચો >અંત:કોષરસજાળ
અંત:કોષરસજાળ (endoplasmic reticulatum) : સુકોષકેન્દ્રી (eukaryotic) કોષના કોષરસમાં વિસ્તૃત અને આંતરસંબંધિત (interconnected) પટલતંત્ર (membrane system) રચતી અંગિકા. તે બધા જ પ્રાણીકોષો અને વનસ્પતિકોષોમાં જોવા મળે છે. આદિકોષકેન્દ્રી (prokayota), પરિપક્વ રક્તકણો, અંડકોષ કે યુગ્મનજ(zygote)માં તેનો અભાવ હોય છે. આદિશુક્રકોષમાં તે રસધાની સ્વરૂપે વિકાસ પામેલી રચના છે. સંયુક્ત સૂક્ષ્મદર્શકયંત્ર હેઠળ કોષરસમાં જોવા…
વધુ વાંચો >આઇઝોએસી
આઇઝોએસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક મોટું કુળ. તે ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં વિસ્તરેલું છે. આ કુળમાં 100થી વધારે પ્રજાતિઓ અને 600 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. Messembryanthemum, Cryptophytum, Glinus, Mollugo, Trianthema, Zaleya, Sesuvium અને Corbichnia આ કુળની જાણીતી પ્રજાતિઓ છે. પેસિફિકનો પ્રદેશ, મિસૂરી, વૅસ્ટઇંડિઝ, ફ્લૉરિડા, કૅલિફૉર્નિયા અને…
વધુ વાંચો >આઇપોમીઆ
આઇપોમીઆ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા કુળ કૉન્વોલ્વ્યુલેસીની એક વિશાળ પ્રજાતિ. તે વળવેલ (twiner), વિસર્પી લતા (creeper), પ્લવમાન (floating) અથવા ટટ્ટાર શાકીય સ્વરૂપે કે ભાગ્યે જ ક્ષુપ કે વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે અને તેનું વિતરણ ઉષ્ણકટિબંધ અને હૂંફાળા સમશીતોષ્ણ પ્રદેશોમાં બધે જ થયેલું હોય છે. કૉન્વોલ્વ્યુલેસી કુળની લગભગ 1,200…
વધુ વાંચો >