સમુદ્રવિદ્યા
નિર્યામ ગણતરી (dead reckoning)
નિર્યામ ગણતરી (dead reckoning) : નૌકાની સફર દરમિયાન, નૌનયન નકશા પર, અફાટ સમુદ્ર પર નૌકાનું અંદાજિત સ્થાન નક્કી કરવાની રીત. આવું અંદાજિત સ્થાન, અગાઉ ચોકસાઈપૂર્વક નિશ્ચિત કરાયેલ સ્થાનના સંદર્ભમાં હોય છે. નૌનયન દરમિયાન સમયાંતરે, સમુદ્ર પર નૌકાનું સ્થાન, અવકાશના ચોક્કસ ગ્રહો કે તારાઓના નિરીક્ષણ તથા આનુષંગિક ગણતરીઓ દ્વારા ચોકસાઈપૂર્વક નિશ્ચિત…
વધુ વાંચો >નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઓશનૉગ્રાફી, ડોના પૌલા, ગોવા
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઓશનૉગ્રાફી, ડોના પૌલા, ગોવા : ભારતના દરિયાનાં ભૌતિક, રાસાયણિક, જૈવશાસ્ત્રીય, ભૂસ્તરીય અને પ્રદૂષણને લગતાં વિવિધ પાસાંના વૈજ્ઞાનિક અધ્યયન-સંશોધન માટેની રાષ્ટ્રીય સંસ્થા. ઇતિહાસ : સોળમી તથા સત્તરમી સદીમાં ભારતના સાહસવીરોએ દરિયાઈ પ્રવૃત્તિઓ સારા પ્રમાણમાં કરી હતી. જોકે એ પ્રવૃત્તિ મુખ્યત્વે ભારતનો અન્ય દેશો સાથે વેપાર વધારવા અંગેની જ…
વધુ વાંચો >ફૅધમ
ફૅધમ : દરિયાનું ઊંડાણ દર્શાવતું અંગ્રેજી માપનું એકમ. એક ફૅધમ બરાબર 1.83 મીટર કે 6 ફૂટ થાય છે. લાંબા સમયથી દરિયા અને ખાણનું ઊંડાણ દર્શાવવા માટે આ પ્રમાણભૂત માપ છે. ડેનિશ ભાષાના ‘Faedn’ શબ્દ ઉપરથી આ શબ્દ બન્યો છે. તેનો અર્થ ‘પહોળા કરેલા હાથ’ (outstretched hands) એવો થાય છે. શિવપ્રસાદ…
વધુ વાંચો >બંદરો
બંદરો (ports) નાનાંમોટાં વહાણો, જહાજો માટે દરિયાકાંઠે કુદરતી રીતે કે ખાસ તૈયાર કરેલ ટર્મિનલ; જ્યાં માલસામાનની આપ-લે કે મુસાફરોની અવર-જવર માટે સગવડ ઊભી કરવામાં આવી હોય. બંદરની જરૂરિયાતો આ પ્રમાણે છે : તે રેલ અને રસ્તાથી જોડાયેલું હોવું જોઈએ. તેના બારામાં જહાજોને લાંગરવા માટેની અનુકૂળતા હોવી જોઈએ. જહાજોને સહેલાઈથી ઉતરાણસ્થાન(berth)…
વધુ વાંચો >બૉમ્બે હાઇ
બૉમ્બે હાઇ : ભારતના પશ્ચિમ કિનારાની ખંડીય છાજલી પરનું ઘણું મહત્વનું તેલ-વાયુધારક ક્ષેત્ર. તે મુંબઈ દૂરતટીય થાળા(Bombay Offshore Basin)માંનો સમુદ્રજળ હેઠળ ઊંચકાયેલો ભૂસંચલનજન્ય તળવિભાગ છે. મુંબઈ-સૂરતના દરિયાકાંઠાથી પશ્ચિમ તરફ આશરે 300 કિમી. અંતરે અરબી સમુદ્રમાં આવેલું આ તેલક્ષેત્ર 19° 00´ ઉ.અ. અને 71° 00´ પૂ.રે.ની આજુબાજુ 200 મીટર ઊંડાઈ સુધીના…
વધુ વાંચો >મરે, જૉન (સર)
મરે, જૉન (સર) (જ. 3 માર્ચ 1841, કૉબુર્ગ, ઑન્ટેરિયો; અ. 16 માર્ચ 1914) : સ્કૉટલૅન્ડના સમુદ્રવિજ્ઞાની–દરિયાઈ ભૂસ્તરશાસ્ત્રી. તેમણે ‘રિપૉર્ટ ઑન ધ સાયન્ટિફિક રિઝલ્ટ્સ ઑવ્ ધ વૉયેજ ઑવ્ એચ. એમ. એસ. ચૅલેન્જર ડ્યુરિંગ ધ યર્સ 1872–1876’ નામના વિસ્તૃત અહેવાલનું સંપાદન કર્યું. 52 ગ્રંથોની આ મહાશ્રેણી એક સુવાંગ અને આગવા સમુદ્રવિજ્ઞાનના અભ્યાસસંચય…
વધુ વાંચો >મંક, વૉલ્ટર
મંક, વૉલ્ટર (જ. 17 ઑક્ટોબર 1917, વિયેના) : અમેરિકાના અત્યંત સન્માનપ્રાપ્ત ભૂભૌતિકવિજ્ઞાની અને સમુદ્રવિજ્ઞાની. તેમણે થર્મોક્લાઇના બંધારણ, પવનપ્રેરિત સાગર-પ્રવાહો, સાગર-મોજાંનો ઉદભવ અને ફેલાવો જેવા વિષયો અંગે સિદ્ધાંતો તથા નિરીક્ષણ-તારણોની મૂલ્યવાન અભ્યાસ-સામગ્રી રજૂ કરી છે. ભરતીની આગાહી પણ તેમનું મૂલ્યવાન પ્રદાન છે. આ ઉપરાંત ઍટલાન્ટિક મહાસાગરમાં યોજાયેલ ‘મિડ-ઓશન ડાઇનૅમિક્સ એક્સપેરિમેન્ટ્સ’ (MODE)…
વધુ વાંચો >મોજું
મોજું : સમુદ્રની જળસપાટી પર પવનથી ઉદભવતી હલનચલનની સ્થિતિ. સમુદ્રની ઉપલી સપાટી હવાના સંપર્કમાં આવવાથી તેનાં જળ હલનચલન તેમજ ગતિ પ્રાપ્ત કરે છે. આ પ્રકારની ક્રિયાને મોજું કહે છે. આ મોજાંનો પ્રભાવ મોટેભાગે માત્ર સપાટીની થોડીક ઊંડાઈ પૂરતો જ સીમિત રહે છે, ઊંડાઈ તરફ જતાં તેની અસર ઘટતી જાય છે.…
વધુ વાંચો >