સમાજશાસ્ત્ર
જન્મદર
જન્મદર : એક વર્ષના ગાળા દરમિયાન એક હજાર વ્યક્તિ દીઠ જન્મેલાં બાળકોની સરેરાશ સંખ્યા દર્શાવતો દર. દા. ત., જ્યારે એમ કહેવામાં આવે છે કે 1992માં વિશ્વમાં જન્મદર 27 હતો ત્યારે વિશ્વની તે વર્ષની એક હજાર વસ્તી દીઠ નવાં જન્મેલાં બાળકોની સંખ્યા 27 હતી. જન્મદર તથા મૃત્યુદરની સંયુક્ત વિચારણા દ્વારા કોઈ…
વધુ વાંચો >જયપ્રકાશ નારાયણ
જયપ્રકાશ નારાયણ (જ. 11 ઑક્ટોબર 1902, સિતાબદિયારા, બિહાર; અ. 8 ઑક્ટોબર 1979, મુંબઈ) : અગ્રણી સ્વતંત્રતા સેનાની, વરિષ્ઠ સમાજવાદી નેતા તથા સંપૂર્ણ ક્રાંતિને વરેલા સન્નિષ્ઠ સર્વોદય કાર્યકર. મધ્યમવર્ગી કાયસ્થ કુટુંબમાં હરસુદયાલને ત્યાં જન્મેલા જયપ્રકાશે મહાત્મા ગાંધીની અસહકારની હાકલે કૉલેજ છોડી લડતમાં ઝુકાવ્યું. આંદોલન ઓસરતાં અભ્યાસ માટે 1922માં અમેરિકા ગયા અને…
વધુ વાંચો >જાટ
જાટ : ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન વગેરે રાજ્યોમાં વસતી કૃષિકાર જાતિ. અનુશ્રુતિ પ્રમાણે દક્ષના યજ્ઞનો નાશ કરવા માટે શિવે પોતાની જટામાંથી ઉત્પન્ન કરેલા બે ગણો તેમના આદિપુરુષો હતા. શિવની જટામાંથી ઉત્પન્ન થયા તેથી તેમના વંશજો જાટ તરીકે ઓળખાય છે. પણ ઇતિહાસ પ્રમાણે ઈ. પૂ. 150-100 દરમિયાન આ…
વધુ વાંચો >જાતિ-ઉચ્છેદ
જાતિ-ઉચ્છેદ : કોઈ જાતિ, નૃવંશીય, ધાર્મિક કે રાજકીય જૂથનું ઇરાદાપૂર્વક તથા યોજનાબદ્ધ નિકંદન. 1933–45 દરમિયાન યુરોપમાં બનેલી ઘટનાઓના સંદર્ભમાં રાફેલ લૅમકિન નામના પોલિશ-અમેરિકન વિદ્વાને ગ્રીક શબ્દ ‘genos’ એટલે કે જાતિવિષયક જૂથ તથા લૅટિન શબ્દ ‘cide’ એટલે કે હત્યા આ બે જુદા જુદા શબ્દોના મિશ્રણથી ‘genocide’ શબ્દ 1944માં પ્રચલિત કર્યો. માનવજાતિના…
વધુ વાંચો >જાહેર ઉત્તરદાયિત્વ
જાહેર ઉત્તરદાયિત્વ : સામાજિક હેતુઓની સિદ્ધિ માટે જાહેર નાણાંનો ઉપયોગ કરીને અસ્તિત્વમાં આવેલા જાહેર ક્ષેત્રના ઉપક્રમો (undertakings) સંબંધે વિધાનમંડળ દ્વારા જનતા તરફ ઉત્તરદાયિત્વ (જવાબદારી). કોઈ પણ સાહસના સંચાલકો તેના માલિકો પ્રત્યે ઉત્તરદાયિત્વ ધરાવે છે. ખાનગી કંપનીઓના સંચાલકોનું ઉત્તરદાયિત્વ તેમના માલિકો એટલે કે શેરધારકો પ્રત્યે હોય છે. ઉત્તરદાયિત્વનો પ્રશ્ન સરકારની માલિકીનું…
વધુ વાંચો >જાહેર ઉપયોગિતા
જાહેર ઉપયોગિતા : નાગરિકોના રોજિંદા જીવનને સીધી રીતે સ્પર્શતી આવશ્યક વસ્તુઓ કે સેવા. દા.ત., પાણી-પુરવઠો, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, વીજળી-પુરવઠો, જાહેર સ્વાસ્થ્યની સેવા વગેરે. આવી વસ્તુઓ કે સેવા પૂરી પાડવાની પ્રક્રિયા સાથે વિશિષ્ટ પ્રકારની તકનીક સંકળાયેલી હોવાથી તેના પર મહદ્ અંશે રાજ્યનું નિયંત્રણ હોય છે તથા તેના ઉત્પાદન ઘટકો તેના પુરવઠા પર…
વધુ વાંચો >જાહેર નિગમ
જાહેર નિગમ : સંસદ કે વિધાનસભાના ખાસ ધારાથી અલગ વ્યક્તિત્વ અને આંતરિક સ્વાયત્તતા ધરાવતી અને જાહેર હેતુ માટે રચવામાં આવેલી પેઢી. જેમ કે નૅશનલ ટેક્સ્ટાઇલ કૉર્પોરેશન, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન, ઇન્ડિયન ઍરલાઇન્સ કૉર્પોરેશન, લાઇફ ઇન્સ્યોરન્સ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા વગેરે જાહેર નિગમો છે. ખાસ કાયદાથી સ્થાપના, રાજ્યની માલિકી, આંતરિક સ્વાયત્તતા,…
વધુ વાંચો >જાંભેકર, હરિ ગોવિંદ
જાંભેકર, હરિ ગોવિંદ (જ. 2 ડિસેમ્બર 1914, ગણદેવી, જિલ્લો સૂરત. અ. 17 ઑગસ્ટ 2011 અમદાવાદ) : ગુજરાત અને ખાસ કરી અમદાવાદના અગ્રણી સામાજિક કાર્યકર અને સેવાભાવી મેડિકલ પ્રૅક્ટિશનર. 1941માં અમદાવાદની બી. જે. મેડિકલ કૉલેજમાંથી એલ. સી. પી. ઍન્ડ એસ. (મુંબઈ) તથા 1976માં ડિપ્લોમા ઇન સ્પૉર્ટ્સ-મેડિસિનની પરીક્ષાઓ પસાર કરી. 1942થી અમદાવાદમાં…
વધુ વાંચો >જિહોવાના સાક્ષીઓ
જિહોવાના સાક્ષીઓ : ચાર્લ્સ ટેઝ રસેલે પિટ્સબર્ગ, પેન્સિલવેનિયા, યુ.એસ.માં 1872માં શરૂ કરેલા ‘આંતરરાષ્ટ્રીય બાઇબલ વિદ્યાર્થી સંમેલન’માંથી વિકસેલી સંસ્થા. જોકે જિહોવાના સાક્ષીઓ એવું નામાભિધાન તો રસેલના અનુગામી જૉસેફ ફ્રૅન્કલિન રુથરફૉર્ડે કર્યું. તેમના અનુગામી નાથાન હોમર નૉરે ‘વૉચ ટાવર બાઇબલ સ્કૂલ ઑવ્ ગિલ્યાદ’ની સ્થાપના કરી. અન્ય સંપ્રદાયોમાંથી અને રાજકારણથી તે પોતાને તદ્દન…
વધુ વાંચો >જીવનધોરણ
જીવનધોરણ : સમગ્ર પ્રજા કે કોઈ એક વર્ગના જીવનવ્યવહારના આર્થિક સ્તરની કક્ષા. સામાન્ય રીતે આવક અને સંપત્તિની વહેંચણી ધ્યાનમાં લઈને સમાજને ત્રણ મુખ્ય આર્થિક વર્ગોમાં વહેંચવામાં આવે છે : (1) ગરીબ અથવા નીચલો વર્ગ, (2) મધ્યમવર્ગ, (3) તવંગર અથવા ધનિક વર્ગ. જે વર્ગના લોકો જીવનની લઘુતમ સપાટીએ અથવા તેનાથી પણ…
વધુ વાંચો >