સંસ્કૃત સાહિત્ય

શાસ્ત્રી, હાથીભાઈ

શાસ્ત્રી, હાથીભાઈ (જ. 1860; અ. 1939) : સંસ્કૃત ભાષાના વિદ્વાન. તેમનું મૂળ નામ લક્ષ્મીશંકર. પરંતુ તેઓ પોતાના હુલામણા નામ ‘હાથીભાઈથી’ જાણીતા થયા. તેમનાં માતાનું નામ કેસરી ઉર્ફે કુશલીબહેન. પિતાનું નામ હરિશંકર મૂળજી દવે. જામનગરમાં પિતા ઝવેરાતનો વેપાર કરતા. તેમનાં માતા ઝવેરીની પેઢી હાથીભાઈ સંભાળે એવા મતનાં હતાં; જ્યારે હાથીભાઈ નાનપણથી…

વધુ વાંચો >

શાંડિલ્ય, હરિશરણ અંબિકાદત્ત

શાંડિલ્ય, હરિશરણ અંબિકાદત્ત (જ. 15 ફેબ્રુઆરી 1927, શિખરપુર, સિંધ [હાલ પાકિસ્તાનમાં]) : સંસ્કૃત કવિ અને લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., બી.ટી., આચાર્યની પદવી તથા એમ.બી.બી.એસ.(હોમિયોપથી)ની પદવી મેળવી. તેઓ નેતાજી કૉલેજ, ઉલ્હાસનગરમાંથી પ્રિન્સિપાલ તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ સિંધુ એજ્યુકેશન સોસાયટી, ઉલ્હાસનગરના સેક્રેટરી, મહારાષ્ટ્ર સર્વદેશીય સંસ્કૃત સમન્વય સમિતિના વાઇસ પ્રિન્સિપાલ રહ્યા. ત્યારબાદ…

વધુ વાંચો >

શાંતિસૂરિ

શાંતિસૂરિ (પાટણમાં થારાપદ્રગચ્છીય ઉપાશ્રયના આચાર્ય વિજયસિંહસૂરિના પટ્ટધર તથા રાજા ભીમદેવ 1લા(ઈ.સ. 1022-1064)ના સમયમાં થઈ ગયેલા વિખ્યાત કવિ અને વાદી. તેમણે ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ પર પ્રમાણભૂત ‘શિષ્યહિતા’ નામની વિસ્તૃત વૃત્તિની રચના કરી છે. આ વૃત્તિ દાર્શનિક વાદોથી પૂર્ણ, સમર્થ ટીકાગ્રંથ છે. તેમાં પ્રાકૃતનો અંશ વધારે છે, તેથી તે ‘પાઈયટીકા’ નામથી પણ ઓળખાય છે.…

વધુ વાંચો >

શિવભારત

શિવભારત : મરાઠા શાસન દરમિયાન છત્રપતિ શિવાજી વિશે કવિ પરમાણંદ દ્વારા સંસ્કૃત ભાષામાં લખાયેલ કાવ્યગ્રંથ. તેમાં શિવાજી મહારાજની કારકિર્દી, તેમના વિજયો તથા તેમના રાજ્યાભિષેકની વિધિ વગેરે પ્રસંગો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ કાવ્યગ્રંથમાં 31 પ્રકરણો છે અને છત્રપતિ શિવાજીની સિદ્ધિઓ વિશેની માહિતી, કાન્હોજી જેધેએ લખેલ ‘જેધે શકાવલી’(1697)માંની આ પ્રકારની…

વધુ વાંચો >

શિશુપાલવધ (સાતમી સદી)

શિશુપાલવધ (સાતમી સદી) : સંસ્કૃત ભાષાનાં પાંચ શ્રેષ્ઠ મહાકાવ્યોમાંનું એક. મહાકવિ માઘે લખેલું આ મહાકાવ્ય સંસ્કૃત સાહિત્યની બૃહતત્રયીમાં પણ સ્થાન પામેલું છે. તેનું શીર્ષક સૂચવે છે તેમ શિશુપાલના વધનો પ્રસંગ તેમાં વર્ણવાયો છે. વીસ સર્ગના બનેલા આ મહાકાવ્યના પહેલા સર્ગમાં દ્વારકામાં શ્રીકૃષ્ણ પાસે નારદ મુનિ આવે છે. કૃષ્ણ મુનિનો સત્કાર…

વધુ વાંચો >

શિંગભૂપાલ

શિંગભૂપાલ (ઈ. સ.ની 14મી સદીમાં હયાત) : સંસ્કૃત ભાષાના કવિ, વિવેચક અને શાસ્ત્ર લેખક. આ લેખકને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. ‘શિંગમ્ નાયક’, ‘શિંગરાજા’, ‘શિંગધરણીશ’, ‘શિંગમહીપતિ’ અને ‘સિંહભૂપાલ’ વગેરે નામો તેમના માટે પ્રચલિત છે. તેઓ રેચર્લ વંશના રાજા હતા. તેમની રાજધાની રાજાચલ કે રાચકોંડા હતી. વિંધ્ય પર્વત અને શ્રીશૈલ પર્વત…

વધુ વાંચો >

શૂદ્રક

શૂદ્રક : સંસ્કૃત નાટ્યકાર. ‘મૃચ્છકટિક’ નાટકના સર્જક. તેની પ્રસ્તાવનામાં શૂદ્રક વિશે જે માહિતી મળે છે તે આ પ્રમાણે છે : શૂદ્રક ઋગ્વેદ, સામવેદ અને ગણિતના તેમજ નૃત્ય અને સંગીત જેવી વૈશિકી કલાના જાણકાર હતા. ભગવાન શિવની કૃપાથી તેમને ગજશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થયેલું. તેમની આંખો બગડેલી, પણ પછીથી તે સારી થયેલી.…

વધુ વાંચો >

શૃંગારપ્રકાશ

શૃંગારપ્રકાશ : સંસ્કૃત અલંકારશાસ્ત્રનો મહાકાય ગ્રંથ. આ ગ્રંથ 1955 પછી પ્રકાશિત થયેલો છે. 1963માં ઇન્ટરનૅશનલ એકૅડેમી ઑવ્ સંસ્કૃત રિસર્ચ, મૈસૂર દ્વારા પ્રકાશિત થયો છે. શ્રી યદુગિરિ યતિરાજ સંપત્કુમાર રામાનુજ મુનિએ તેનું સંપાદન કરેલું છે; જ્યારે જોશ્યેર નામના વિદ્વાને તે પ્રગટ કર્યો છે. તેની મૂળ હસ્તપ્રત એક જ છે અને તેમાં…

વધુ વાંચો >

શેવડે, વસંત ત્ર્યંબક

શેવડે, વસંત ત્ર્યંબક (જ. 1917, મુંબઈ; અ ?) : સંસ્કૃત ભાષાના કવિ અને વિદ્વાન. તેમની મહાકાવ્ય સમી રચના ‘વિંધ્યવાસિનીવિજય મહાકાવ્ય’ બદલ 1985ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ અમરાવતીમાં મેળવ્યું. 1941માં તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. તેમણે સંસ્કૃત સાહિત્ય તથા વ્યાકરણનો ગહન અભ્યાસ કર્યો…

વધુ વાંચો >

શ્રીકંઠ

શ્રીકંઠ : સંસ્કૃત ભાષાના કવિ અને પંડિત. શ્રીકંઠ ઉદીચ્ય બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ મંગલ હતું. મંગલ સદ્ગુણોના ભંડાર, શ્રેષ્ઠ બ્રાહ્મણ અને વિષ્ણુભક્ત હતા. કવિ શ્રીકંઠ મૂળ દક્ષિણ ભારતીય હશે એવું કેટલાક વિદ્વાનો માને છે. અલબત્ત, ગુજરાત તેમની કર્મભૂમિ હતી એ નિ:શંક છે. પોતાની જાતને તેઓ ‘કાવ્યકલાકુશલ કવિ’ તરીકે ઉલ્લેખે…

વધુ વાંચો >