સંસ્કૃત સાહિત્ય

અતિપ્રસંગ

અતિપ્રસંગ : સંસ્કૃત ન્યાયશાસ્ત્રનો પારિભાષિક શબ્દ. ‘અતિપ્રસંગ’ એટલે અતિસંબંધ, અર્થાત્ કોઈ એક સિદ્ધ હકીકત સમજાવવા અપાયેલા અયોગ્ય ખુલાસા દ્વારા અણધારી રીતે થતો અન્ય સિદ્ધ હકીકતોનો નિષેધ. એને ‘અતિવ્યાપ્તિ’ પણ કહે છે. આ એક તર્કદોષ છે. કોઈ સિદ્ધ હકીકતને સમજાવવા માટે તર્કથી રજૂ કરાયેલો સિદ્ધાંત/પદાર્થ જ્યારે પેલી હકીકતની સમજૂતી આપવા સાથે…

વધુ વાંચો >

અથર્વવેદ

અથર્વવેદ : ભારતના પ્રાચીનતમ ઉપલબ્ધ સાહિત્ય – ચાર વેદમાંનો એક વેદ. ઋગ્વેદ 1-8-35માં અથર્વવેદના દ્રષ્ટા અથર્વા ઋષિના નામનો નિર્દેશ છે. ઋગ્વેદ 4-58-3માં ‘ચાર શૃંગ’નું અર્થઘટન કરતી વખતે નિરુક્તના કર્તા યાસ્ક મુનિ ચાર વેદોનો નિર્દેશ જુએ છે (નિરુક્ત 1-7). છાંદોગ્ય ઉપનિષદ અને મુંડક ઉપનિષદમાં પણ વેદોની યાદીમાં અથર્વવેદનો ઉલ્લેખ છે. આથી…

વધુ વાંચો >

અદિતિ

અદિતિ : એક વૈદિક દેવતા. યાસ્કે એને દેવોની બલવતી માતા કહી છે. એ વિશ્વની પણ માતા છે. એ આકાશને ટેકો આપે છે અને પૃથ્વીને ધારણ કરે છે. ઋગ્વેદમાં એનું સ્વરૂપ સ્પષ્ટ નથી. એનો દક્ષની કન્યા તરીકે પણ ઉલ્લેખ થયો છે અને દક્ષનો તેના પિતા તરીકે ઉલ્લેખ થયો છે (ઋ. 10…

વધુ વાંચો >

અર્દષ્ટ

અદૃષ્ટ : પુણ્ય કે પાપરૂપ ભાગ્ય. તે ચક્ષુ આદિ ઇન્દ્રિયો વડે ગ્રહણ કરી શકાતું નથી તેથી તે અદૃષ્ટ કહેવાય છે. પ્રત્યેક જીવે વિવિધ પ્રકારના સુખદુ:ખાત્મક અનુભવો કરવા પડે છે. આ અનુભવો ઉત્પત્તિવિનાશશીલ છે, અનિયત છે, અનિશ્ચિત સમયે થનારા છે અને કાદાચિત્ક છે તેથી તે અનિત્ય છે, અને તેથી તે કાર્ય…

વધુ વાંચો >

અદભુતદર્પણ

અદભુતદર્પણ : સત્તરમી સદીનું સંસ્કૃત નાટક. આ દશ-અંકી નાટકના રચયિતા મહાદેવ કવિ કાવેરી નદીને કાંઠે તાંજોરના પલમનેર ગામના હતા. તે કૌણ્ડિન્ય ગોત્રમાં કૃષ્ણસૂરિના પુત્ર અને બાલકૃષ્ણના શિષ્ય હતા. આ નાટકમાં અંગદની વિષ્ટિથી રામના રાજ્યારોહણ સુધીની ઘટનાઓ છે. રામલક્ષ્મણ મણિ દ્વારા લંકામાંની પરોક્ષ ઘટનાઓ નિહાળે છે. તેને કારણે નાટકનું ‘અદભુતદર્પણ’ શીર્ષક…

વધુ વાંચો >

અધિકાર (વ્યાકરણશાસ્ત્ર)

અધિકાર (વ્યાકરણશાસ્ત્ર) : સામાન્ય અર્થ ‘શાસન, કાર્યપ્રદેશ’. પાણિનિના-વ્યાકરણમાં ‘અધિકરણ-વિષયવિભાગ’ એ વિશિષ્ટ અર્થ. તેમાં અધિકારસૂત્રોને સ્વરિત સ્વરની નિશાની કરવામાં આવે છે. પ્રત્યેક અધિકારસૂત્રનો તે તે સ્થળે સ્વતંત્ર અર્થ હોતો નથી, પણ તેની અનુવૃત્તિનું ક્ષેત્ર તે તે વિષયની સમાપ્તિ સુધી વિસ્તૃત હોય છે. બીજું અધિકારસૂત્ર આવે ત્યારે આગલા અધિકારની નિવૃત્તિ થાય છે…

વધુ વાંચો >

અધ્યાત્મરામાયણ (15મી સદી)

અધ્યાત્મરામાયણ (15મી સદી) : ભગવાન રામનું ચરિત વર્ણવતો સંસ્કૃત ભાષામાં લખાયેલો ગ્રંથ. ‘અધ્યાત્મરામચરિત’ અથવા ‘આધ્યાત્મિક રામસંહિતા’ એવાં નામોથી પણ આ ગ્રંથ ઓળખાય છે. આ ગ્રંથ વાલ્મીકિના રામાયણને આધારે લખાયેલો હોવાથી વાલ્મીકિના રામાયણની જેમ સાત કાંડોનો બનેલો છે. તેમાં 65 સર્ગો છે. પંદરમી સદીમાં તે રામ શર્મા નામના કોઈક શિવભક્તે લખેલો…

વધુ વાંચો >

અનર્ઘરાઘવ (નવમી સદી)

અનર્ઘરાઘવ (નવમી સદી) : લગભગ નવમી સદીના અંતે થયેલ મુરારિરચિત સાત અંકનું સંસ્કૃત નાટક. તેનું વિષયવસ્તુ રામાયણકથા પર આધારિત છે. મૂળ કથામાં બહુ ઓછા ફેરફાર સાથે રચાયેલ આ નાટકમાં મુખ્યત્વે શ્ર્લોકો દ્વારા રજૂઆત થઈ છે. ગદ્યાંશ કેવળ માહિતીના પૂરક રૂપે અથવા તો વર્ણનાત્મક એકોક્તિઓની રજૂઆત માટે જ પ્રયોજાયેલ છે. તેથી…

વધુ વાંચો >

અનવસ્થા (ન્યાય)

અનવસ્થા (ન્યાય) : તર્કમાં સંભવિત એક દોષપ્રકાર. કોઈ અજ્ઞાતસ્વરૂપ બાબત (ઉપપાદ્ય) અંગે ખુલાસા(ઉપપાદક)ની કલ્પના તે તર્ક. એ તર્કમાં જ્યારે અનવસ્થાદોષ પ્રવેશે ત્યારે દરેક ઉપપાદક-ઉપપાદ્ય બની અનંત ઉપપાદક-પરંપરાના જ્ઞાનની અપેક્ષા રાખે છે. એ અશક્ય હોઈ મૂળ ઉપપાદ્ય અજ્ઞાતસ્વરૂપ જ રહે છે. ઉપપાદક અસિદ્ધ ઠરે છે. દા.ત., વૈશેષિકો કારણમાં કાર્યનો ‘સમવાય’ સંબંધ…

વધુ વાંચો >

અનુક્રમણી

અનુક્રમણી : વૈદિક મંત્રોના ઋષિ, દેવ આદિ બાબતો વિશેની સૂચિઓ. આવી સૂચિઓ વિષયવાર જુદી જુદી પણ હોય છે અને સર્વ વિષયોના સંગ્રહરૂપ સર્વાનુક્રમણીઓ હોય પણ છે. વૈદિક ઋષિઓનાં આજુબાજુ વસતાં કુળોમાં સચવાયેલા મંત્રોને સર્વસુલભ કરવાના હેતુથી વેદવ્યાસે તેમને સંહિતાઓમાં સંગૃહીત કર્યા ત્યારે મંત્રોના ઋષિ, દેવતા અને છંદનો પરિચય સુલભ હતો.…

વધુ વાંચો >