સંજીવ આનંદ
ઇન્ડોમિથાસિન
ઇન્ડોમિથાસિન : શોથજન્ય (inflammatory) સોજો, દુખાવો તથા તાવ ઘટાડતી દવા. શરીરમાં ચેપ, ઈજા કે પ્રતિરક્ષાલક્ષી વિકારને કારણે પેશીને નુકસાન થાય ત્યારે તેના પ્રતિભાવ રૂપે તે સ્થળે લોહીમાંના તથા પેશીમાંના કોષોનો ત્યાં ભરાવો થાય છે. તેને કારણે તે ભાગ લાલ, ગરમ, પીડાકારક અને સોજાવાળો બને છે. તેને શોથ-(inflammation)નો વિકાર કહે છે.…
વધુ વાંચો >કાલા-આઝાર
કાલા-આઝાર : રેતમાખી (sand fly) દ્વારા ફેલાતા લિશમેનિયા ડોનોવાની નામના પરોપજીવીના ચેપથી થતો રોગ. તેમાં લાંબા સમય સુધી વારંવાર તાવ આવે છે, બરોળ અને યકૃત મોટાં થાય છે, વજન ઘટે છે, ચામડીનો રંગ ગાઢો થાય છે તથા રુધિરકોષઅલ્પતા (pancytopenia – લોહીના કોષોની સંખ્યામાં ઘટાડો) થવાથી શરીર ફિક્કું, કાળું થઈ જાય…
વધુ વાંચો >કૅલ્શિયમ માર્ગરોધકો
કૅલ્શિયમ માર્ગરોધકો (calcium channel blockers) : ઉત્તેજિત (stimulated) કોષમાં કૅલ્શિયમનાં આયનોના પ્રવેશને અટકાવતાં ઔષધોનું જૂથ. કોષમાં કૅલ્શિયમ આયનો પ્રવેશી શકે તે માટેનો ધીમો માર્ગ (slow channel) હોય છે જેના દ્વારા ઉત્તેજિત અથવા અધ્રુવિત (depolarised) કોષમાં કૅલ્શિયમનાં આયનો ધીમે ધીમે પ્રવેશે છે. આ માર્ગ કોષપટલનાં છિદ્રોનો બનેલો હોય છે. કોષમાં પ્રવેશેલા…
વધુ વાંચો >ક્રોનનો રોગ
ક્રોનનો રોગ (Crohn’s disease) : આંતરડામાં લાંબા ગાળાનો શોથજન્ય (inflammatory) રોગ. તેને સ્થાનિક અંતાંત્રશોથ (regional ileitis) પણ કહે છે. તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી; પરંતુ જનીનીય (genetic) અને પ્રતિરક્ષાલક્ષી (immunological) પરિબળોની અસર તેમાં કારણભૂત મનાય છે. તેને કારણે મોંથી ગુદા સુધીના સમગ્ર અન્નમાર્ગમાં જુદી જુદી જગ્યાએ, અનિયમિતપણે રોગગ્રસ્ત વિસ્તારો(lesions)…
વધુ વાંચો >ક્લૉરોક્વિન
ક્લૉરોક્વિન : મલેરિયા સામે વપરાતું ઔષધ. તે એમિનૉક્વિનોલિન જૂથની દવા છે. મલેરિયાનો રોગ પ્લાઝમોડિયમ પ્રજાતિના સૂક્ષ્મ જીવો ઉત્પન્ન કરે છે. તેમાં 4 જાતિઓ છે – પી. વાયવૅક્સ, પી. ફાલ્સિપેરમ, પી. મલેરી અને પી. ઑવેલી. માણસના શરીરમાં તે લોહીના રક્તકોષોમાં વૃદ્ધિ અને વિકાસ કરે છે. કેટલાક પ્રકારોમાં યકૃત (liver) અને બરોળ(spleen)ના…
વધુ વાંચો >ખિન્નતારોધકો
ખિન્નતારોધકો (antidepressants) : ખિન્નતા(depression)ની સારવારમાં વપરાતી દવાઓ. પ્રથમ તબક્કામાં વપરાશમાં આવેલી આ પ્રકારની દવાઓનાં બે મુખ્ય જૂથો છે – ટ્રાયસાઇક્લિક એન્ટિડિપ્રેસેન્ટ્સ (TCAs) અને મૉનોઍમાઇનો ઑક્સિડેઝ ઇન્હિબિટર્સ (MAOIs). TCAs હાલ પ્રમાણિત ખિન્નતારોધક દવાઓ તરીકે વપરાય છે જ્યારે MAOIs જૂથની દવાઓની અન્ય દવાઓ કે ખોરાકના પદાર્થો સાથેની આંતરક્રિયા(interaction)ને કારણે તેમનું સ્થાન બીજી…
વધુ વાંચો >ગોચરનો રોગ
ગોચરનો રોગ : એક પ્રકારનો કૌટુંબિક સંગ્રહશીલ વિકાર (storage disorder). તેમાં યકૃત, બરોળ, અસ્થિમજ્જા (bone marrow) તથા લસિકાગ્રંથિઓ(lymph nodes)માં રહેલા મૉનોસાઇટ – મેક્રોફેજ નામના કોષભક્ષી (phagocytic) કોષોમાં ગ્લુકોસેરેબ્રોસાઇડ નામના દ્રવ્યનો સતત ભરાવો થાય છે. રોગવિદ્યા : ગ્લુકોસેરેબ્રોસાઇડમાં સમ-આણ્વિક (equimolar) પ્રમાણમાં સ્ફિન્ગોસાઇન ફૅટી ઍસિડ તથા ગ્લુકોઝ હોય છે. કેન્દ્રીય ચેતાતંત્ર (central…
વધુ વાંચો >ગ્લાયકોજન-સંગ્રહજન્ય રોગ
ગ્લાયકોજન-સંગ્રહજન્ય રોગ (glycogen storage disease) : યકૃત (liver) તથા સ્નાયુમાં વધારે પ્રમાણમાં ગ્લાયકોજનનો સંગ્રહ થવાથી થતો રોગ. યકૃતમાં 70 મિગ્રા/ગ્રામ કે સ્નાયુમાં 15 મિગ્રા/ગ્રામ કરતાં વધારે પ્રમાણમાં ગ્લાયકોજન જમા થાય છે. ક્યારેક ગ્લાયકોજનના અણુની સંરચના (structure) સામાન્ય હોતી નથી. માનવશરીરમાં ગ્લુકોઝ તથા અન્ય કાર્બોદિત પદાર્થો ગ્લાયકોજન રૂપે સંગૃહીત થાય છે.…
વધુ વાંચો >છીંક (sneeze)
છીંક (sneeze) : નાકમાંના બાહ્યદ્રવ્ય, બાહ્યપદાર્થ કે પ્રવાહીને દૂર કરવા માટેની રક્ષણાત્મક ક્રિયા. તે ખાંસી(ઉધરસ)ની માફક એક ચેતા પરાવર્તી ક્રિયા (reflex action) છે. ખાંસી ગળા અને શ્વાસની નળીઓમાંના ક્ષોભન કરતા પદાર્થ કે પ્રવાહીને દૂર કરવા માટેની ક્રિયા છે, જ્યારે છીંક વડે નાકને સ્વચ્છ કરવાની ક્રિયા થાય છે. નાક અને તેના…
વધુ વાંચો >