સંગીતકલા
સુબ્બલક્ષ્મી એમ. એસ.
સુબ્બલક્ષ્મી એમ. એસ. (જ. 16 સપ્ટેમ્બર 1916, મદુરાઈ; અ. 11 ડિસેમ્બર 2004, ચેન્નાઈ, તામિલનાડુ) : દક્ષિણ ભારતનાં વિખ્યાત ગાયિકા. જન્મ સંગીતપ્રેમી પરિવારમાં થયો હતો. માતા તેમની પથપ્રદર્શક બની. દસ વર્ષની વયે જ સુબ્બલક્ષ્મીની પ્રતિભા પ્રકટ થવા લાગી. તે ઉંમરે પોતાની માતા સાથે ગાતાં. 17 વર્ષની ઉંમરે ‘મદ્રાસ સંગીત અકાદમી’ જેવી…
વધુ વાંચો >સુલતાના બેગમ પરવીન
સુલતાના, બેગમ પરવીન (જ. 25 મે 1950, નૌગાંવ, આસામ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાના ઘરાનાનાં વિખ્યાત ગાયિકા. તેમનાં પૂર્વજો મૂળ અફઘાનિસ્તાનનાં વતની; પરંતુ સ્થળાંતર કરી તેઓ ભારતના આસામ પ્રાંતમાં સ્થાયી થયેલાં, જ્યાં પરવીન સુલતાનાનો જન્મ થયેલો. તેમના દાદા મોહમ્મદ નજીબખાન રબાબના સારા વાદક હતા તો તેમના પિતા ઇકરામૂલ મજીદ…
વધુ વાંચો >સુલિવાન આર્થર (Sullivan Arther)
સુલિવાન, આર્થર (Sullivan, Arther) : (જ. 13 મે 1842, લૅમ્બેથ, બ્રિટન; અ. 22 નવેમ્બર 1900, વેસ્ટમિન્સ્ટર, બ્રિટન) : બ્રિટિશ ઑર્ગનવાદક, સંગીતનિયોજક અને ઑર્કેસ્ટ્રા-સંચાલક. એક આયરિશ બૅન્ડ-માસ્ટરના તેઓ પુત્ર હતા. લંડનમાં ગૉસ અને બેનેટ નામના બે સંગીતકારો પાસે થોડું સંગીતશિક્ષણ લઈ તે લિપઝિગ ચાલ્યા ગયા. ત્યાં સંગીતકારો રીટ્ઝ, ડેવિડ અને મોશેલેસ…
વધુ વાંચો >સેઈં-સાયં કેમિલે – (Saint – Sv ns Canmille)
સેઈં-સાયં, કેમિલે – (Saint – Sv ns, Canmille) (જ. 9 ઑક્ટોબર 1835, પૅરિસ, ફ્રાંસ; અ. 16 ડિસેમ્બર 1921, અલ્જિયર્સ, અલ્જિરિયા) : સિમ્ફનિક પોએમ્સ રચવા માટે જાણીતા ફ્રેંચ સ્વરનિયોજક અને સંગીતકાર. પિયાનો અને ઑર્ગન વગાડવામાં તેઓ નિષ્ણાત હતા. કેમિલે સેઈં-સાયં બાળપણમાં સ્વયંશિક્ષણ વડે સેઈંએ સંગીતની સાધના આરંભી હતી. 1846માં અગિયાર વરસની…
વધુ વાંચો >સેગોવિયા આન્દ્રે
સેગોવિયા, આન્દ્રે – (Segovia, Andre’s) (જ. 21 ફેબ્રુઆરી 1893, લિનારેસ, સ્પેન; અ. 3 જૂન 1988) : વીસમી સદીના સૌથી વધુ જગમશહૂર ગિટાર-વાદક સ્પૅનિશ સંગીતકાર. એક વાજિંત્ર તરીકે ગિટારની અભિવ્યક્તિક્ષમતાનું પ્રદર્શન કરીને, અત્યાર સુધી લોકસંગીતના એક વાજિંત્ર તરીકે ચલણમાં રહેલી ગિટારને તેમણે વીસમી સદીના પ્રશિષ્ટ યુરોપિયન સંગીતના મુખ્ય પ્રવાહમાં સામેલ કરી…
વધુ વાંચો >સેનિયા ઘરાનું
સેનિયા ઘરાનું : તાનસેન સાથે સીધી રીતે સંકળાયેલી શાસ્ત્રીય સંગીતની વિશિષ્ટ પરંપરા. અકબર બાદશાહના દરબારના છત્રીસ મહાન સંગીતકારોમાં તાનસેન અગ્રસ્થાને હતા. તેઓ સ્વામી હરિદાસના શિષ્ય હતા અને ધ્રુપદ શૈલીના કંઠ-સંગીત તેમજ વીણા તથા રબાબવાદનના અદ્વિતીય કલાકાર હતા. તાનસેનને તાનતરંગ, સુરતસેન તથા બિલાસખાં નામના ત્રણ પુત્રો અને એક પુત્રી હતાં. આ…
વધુ વાંચો >સેમ્મનગુડી શ્રીનિવાસ ઐયર
સેમ્મનગુડી શ્રીનિવાસ ઐયર (જ. 25 જુલાઈ 1908, તિરુક્કોડિકાવલ, જિલ્લો તંજાવૂર, તામિલનાડુ; અ. 31 ઑક્ટોબર 2003) : કર્ણાટકી સંગીતના પિતામહ તરીકે ઓળખાતા દક્ષિણ ભારતીય સંગીતના પ્રયોગશીલ સંગીતકાર. માતાપિતા વતનમાં ખેતી કરતા તથા પ્રસંગોપાત્ત, પિતા મંદિરમાં ભજનો ગાતા. વતનના ગામમાં કે તેની આજુબાજુના દસ કિમી. વિસ્તારમાં શાળા ન હોવાથી તથા દૂરની શાળામાં…
વધુ વાંચો >સેશન્સ રૉજર (હન્ટિંન) [Sessions Roger (Hunt-ington)]
સેશન્સ, રૉજર (હન્ટિંન) [Sessions, Roger (Hunt-ington)] (જ. 28 ડિસેમ્બર 1896, બ્રૂકલીન, ન્યૂયૉર્ક નગર, અમેરિકા; અ. 16 માર્ચ 1985) : આધુનિક અમેરિકન સંગીતકાર અને સંગીતનિયોજક. અમેરિકામાં આધુનિક સંગીતની સમજના ફેલાવામાં તેમણે અગત્યનો ફાળો આપ્યો છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં તથા યેલ સ્કૂલ ઑવ્ મ્યુઝિકમાં સંગીતનું વિધિવત્ શિક્ષણ લીધા બાદ સેશન્સે વિશ્વવિખ્યાત સ્વીસ સંગીતનિયોજક…
વધુ વાંચો >સોમર્સ હૅરી
સોમર્સ, હૅરી (જ. 1925, કૅનેડા) : આધુનિક કૅનેડિયન સંગીતકાર અને સ્વરનિયોજક. ટૉરન્ટો ખાતે સંગીતનિયોજક વીન્ઝવીગ (Weinzweig) પાસે તેમણે તાલીમ લીધી. ત્યારબાદ સાન ફ્રાન્સિસ્કો જઈ પિયાનિસ્ટ રૉબર્ટ શ્મિટ્ઝ પાસેથી પિયાનોવાદનની તાલીમ લીધી. એ પછી સોમર્સે પૅરિસ જઈ પ્રસિદ્ધ ફ્રેંચ સંગીતકાર અને સંગીતનિયોજક મિલ્હોડ પાસેથી સંગીતનિયોજનની વધુ તાલીમ લીધી. 1945માં ટૉરન્ટો પાછા…
વધુ વાંચો >સૉલ્તી જોર્જ (સર)
સૉલ્તી, જોર્જ (સર) (જ. 21 ઑક્ટોબર 1912, બુડાપેસ્ટ, હંગેરી; અ. 5 સપ્ટેમ્બર 1997) : હંગેરિયન વાદ્યવૃંદ-સંચાલક (conductor). ચૌદ વરસની ઉંમરે તેમણે બુડાપેસ્ટ ખાતે લિઝ્ટ (Liszt) એકૅડેમી ખાતે પ્રસિદ્ધ હંગેરિયન સંગીતકારો બેલા બાતૉર્ક અને ઝોલ્ટાન કૉડાલેની પાસે ચાર વરસ સુધી સંગીતનો અભ્યાસ કર્યો. અઢાર વરસની ઉંમરે તેઓ બુડાપેસ્ટ ઑપેરામાં એક વાદક…
વધુ વાંચો >