સંગીતકલા

શ્ચેદ્રિન, રોદિયોં (Shchedrin, Rodion)

શ્ચેદ્રિન, રોદિયોં (Shchedrin, Rodion) (જ. 1932, મૉસ્કો, રશિયા) : આધુનિક રશિયન સંગીતકાર અને સંગીત-નિયોજક. શાલેય અભ્યાસ બાદ મૉસ્કો ખાતેની સંગીતશાળા મૉસ્કો કૉન્ઝર્વેટરીમાં શ્ચેદ્રિને સંગીતનો અભ્યાસ કર્યો. અહીં યુરી શાપોરિન તેમના સંગીત-નિયોજનના તથા પિયાનિસ્ટ યાકૉવ ફલાચર તેમના પિયાનોવાદનના પ્રાધ્યાપક હતા. શિક્ષણના છેલ્લા વરસમાં શ્ચેદ્રિને લખેલી કૃતિ ફર્સ્ટ કન્ચર્ટો ફૉર પિયાનો ઍન્ડ…

વધુ વાંચો >

સક્સેના, મહેશનારાયણ

સક્સેના, મહેશનારાયણ (જ. 7 ઑગસ્ટ 1917, પ્રયાગ અલ્લાહાબાદ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા શાસ્ત્રકાર. પિતાનું નામ દેવીદયાલ. પરિવારમાં સંગીત જેવી કલાઓ પ્રત્યે વાતાવરણ અનુકૂળ, તેથી બાલ્યાવસ્થાથી મહેશનારાયણને શાસ્ત્રીય સંગીત પ્રત્યે લગાવ રહ્યો. તેમના સંગીતના સર્વપ્રથમ ગુરુ નીલુ બાબુ હતા, પરંતુ ગાયનની રીતસરની તાલીમ તેમણે પ્રયાગ સંગીત સમિતિના જગદીશનારાયણ પાઠક,…

વધુ વાંચો >

સદારંગ–અધારંગ

સદારંગ-અધારંગ : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ખ્યાલગાયનના પ્રવર્તક. સદારંગ-અધારંગ આ બે ભાઈઓનાં તખલ્લુસ છે, જે નામથી તેમણે શાસ્ત્રીય સંગીતમાં ખ્યાલ ગાયકી પર આધારિત ધ્રુપદોની રચના કરી હતી. તેમનાં મૂળ નામ ન્યામતખાં તથા ફીરોઝખાં હતાં અને આ બંને ભાઈઓ દિલ્હીના મહંમદશહા(1719-1748)ના દરબારમાં રાજગાયકો હતા. તે બંને બીનવાદનમાં નિપુણ હતા. તેમના પિતાનું નામ…

વધુ વાંચો >

સપ્તક

સપ્તક : ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરાઓનાં સંવર્ધન, પ્રસાર અને શિક્ષણને સમર્પિત, ભારતભરમાં તેના મહોત્સવો માટે ખ્યાતનામ બનેલી અમદાવાદની સંગીતસંસ્થા. સ્થાપના ઑક્ટોબર, 1980માં. સંસ્થાનું ઉદ્ઘાટન વિશ્વવિખ્યાત સિતારવાદક ‘ભારતરત્ન’ પંડિત રવિશંકરના સિતારવાદનથી થયેલું, જેમાં તબલાસંગત બનારસ ઘરાનાના તબલાવાદક ‘પદ્મવિભૂષણ’ કિશન મહારાજે કરી હતી. સંસ્થાના ઉદ્દેશો : ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ અને તાલીમ…

વધુ વાંચો >

સરસ્વતીદેવી

સરસ્વતીદેવી (જ. 1912, મુંબઈ; અ. 10 ઑગસ્ટ 1980) : સંગીત-નિર્દેશિકા. હિંદી ચલચિત્રોનાં પ્રથમ મહિલા સંગીતકાર સરસ્વતીદેવીનું ખરું નામ ખુરશીદ મિનોચા હોમજી હતું. ચલચિત્રોમાં પોતાના સમાજની મહિલા સંગીત આપે તે પારસી સમાજ સહન કરી શકે તેમ નહોતો. તેમ છતાં તમામ વિરોધોનો સામનો કરીને સંગીત પ્રત્યે સમર્પિત સરસ્વતીદેવીએ પોતાની સંગીતસાધના જારી રાખી.…

વધુ વાંચો >

સલામત અલી, નજાકત અલી

સલામત અલી (જ. 1924, શ્યામચોરાસી, જિ. હોશિયારપુર, અવિભાજિત પંજાબ), નજાકત અલી (જ. 1932, શ્યામચોરાસી, જિ. હોશિયારપુર) (અલી બંધુઓ) : ભારતમાં જન્મેલા પરંતુ દેશના વિભાજન બાદ પાકિસ્તાન જતા રહેલા ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયકો. તેઓ અલીબંધુ નામથી જાણીતા છે. પિતાનું નામ વિલાયત અલીખાં તથા કાકાનું નામ અલીખાં હતું. આ બે…

વધુ વાંચો >

સવાઈ ગંધર્વ

સવાઈ ગંધર્વ (જ. 1886; અ. 12 સપ્ટેમ્બર 1952, પુણે) : શાસ્ત્રીય સંગીત તથા મરાઠી રંગભૂમિના વિખ્યાત કલાકાર. તેમનું મૂળ નામ રામચંદ્રગણેશ કુંદગોલકર, પરંતુ સંગીતકલામાં તેમનું નૈપુણ્ય જોઈને તેમના પ્રશંસકો અને ચાહકોએ તેમને ‘સવાઈ ગંધર્વ’ની પદવીથી વિભૂષિત કર્યા હતા અને તે જ નામથી તેઓ પ્રસિદ્ધિ પામ્યા. બાળપણથી તેમનો અવાજ શાસ્ત્રીય સંગીતની…

વધુ વાંચો >

સવિતાદેવી

સવિતાદેવી (જ. 7 એપ્રિલ 1942, બનારસ) : ઉત્તર હિંદુસ્તાનની ઉપશાસ્ત્રીય સંગીતનાં ગાયિકા તથા સિતારવાદક. તેઓ સુપ્રસિદ્ધ ઠૂમરી ગાયિકા સિદ્ધેશ્વરીદેવીનાં પુત્રી થાય છે. બાળપણથી જ તેમને સંગીતમાં રુચિ હતી. માતાને રિયાઝ કરતાં સાંભળીને તે પણ ગાયાં કરતાં, પરંતુ સંગીતશિક્ષણની શરૂઆત તેમણે સિતારથી કરી. શાળામાં માસ્ટર વિમલાનંદન ચેટર્જી પાસે સિતારની શરૂઆતની તાલીમ…

વધુ વાંચો >

સહગલ, કે. એલ.

સહગલ, કે. એલ. (જ. 4 એપ્રિલ 1904, જમ્મુ; અ. 18 જાન્યુઆરી 1947, જાલંધર) : ચલચિત્રોના પાર્શ્ર્વગાયક, અભિનેતા. પૂરું નામ કુંદનલાલ સહગલ. પિતા અમરચંદ સહગલ. કે. એલ. સહગલનો જન્મ જાલંધરમાં થયો હોવાના પણ ઉલ્લેખ મળે છે, કારણ કે તેમના પિતાનું મકાન આ શહેરમાં છે. પણ સહગલના જન્મ પહેલાં તેઓ જમ્મુના નવાંશહર…

વધુ વાંચો >

સહસવાન ઘરાણું

સહસવાન ઘરાણું : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનું એક ઘરાણું. તેનું નામ ઉત્તરપ્રદેશના બદાઇયું ઇલાકામાં આવેલા સહસવાન નામના એક શહેર પરથી પડ્યું છે. અઢારમી સદીની શરૂઆતમાં સહસવાનના બે પ્રખર ગાયકો સાહેબુદૌલા તથા કુતુબુદૌલા અવધના દરબારી સંગીતકાર હતા. એમના શિષ્ય મહેબૂબખાંએ પોતાના પુત્ર ઇનાયતહુસેનખાંને સંગીતની પ્રાથમિક તાલીમ આપ્યા બાદ રામપુર દરબારના મહાન…

વધુ વાંચો >