શ્રદ્ધા ત્રિવેદી
પારેખ રમેશ મોહનલાલ
પારેખ, રમેશ મોહનલાલ (જ. 27 નવેમ્બર 1940, અમરેલી; અ. 17 મે 2006, રાજકોટ) : ગુજરાતી સાહિત્યના અગ્રણી ગીતકવિ, વાર્તાકાર અને બાળસાહિત્યકાર. માતાનું નામ નર્મદાબહેન. વતન અમરેલીમાં જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ. 1958માં મૅટ્રિક. 1960થી જિલ્લા પંચાયત – અમરેલી સાથે સંલગ્ન. માતા અને જન્મભૂમિ માટેનો પ્રેમ એમની સર્જકતાનાં પ્રેરક બળો. માતાનું વાત્સલ્ય…
વધુ વાંચો >પિલ્લૈ શંકર
પિલ્લૈ શંકર (જ. 31 જુલાઈ 1902, કાયામ્કુલમ્, કેરળ; અ. 26 ડિસેમ્બર 1989) : વિખ્યાત કાર્ટૂનિસ્ટ અને ચિલ્ડ્રન્સ બુક ટ્રસ્ટના સ્થાપક. ત્રિવેન્દ્રમની મહારાજા કૉલેજમાંથી વિજ્ઞાનના સ્નાતક થયા બાદ, 1927માં તેઓ કાયદાનું જ્ઞાન મેળવવા મુંબઈ ગયા; પણ તુરત જ અભ્યાસ છોડી દીધો ને કામ કરવા લાગ્યા. મુંબઈમાં તેઓ વિદ્યાર્થી હતા ત્યારે શોખ…
વધુ વાંચો >બકોર પટેલ
બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે,…
વધુ વાંચો >બધેકા, ગિજુભાઈ
બધેકા, ગિજુભાઈ (જ. 15 નવેમ્બર 1885, વળા; અ. 1939, મુંબઈ) : ‘બાળકોની મુછાળી મા’નું બિરુદ પામેલા, ગુજરાતના સુપ્રસિદ્ધ બાલકેળવણીકાર અને બાલસાહિત્યકાર. આખું નામ ગિરજાશંકર ભગવાનજી બધેકા. વતન વળામાં શાળાનો અભ્યાસ પૂરો કરી, વધુ અભ્યાસ અર્થે ભાવનગર આવ્યા. ત્યાં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી, શામળદાસ કૉલેજમાં દાખલ થયા. કુટુંબની નબળી આર્થિક સ્થિતિને…
વધુ વાંચો >બાલસામયિકો (ગુજરાતી)
બાલસામયિકો (ગુજરાતી) બાળકોને અનુલક્ષીને પ્રગટ થતાં સમયબદ્ધ પત્રો. બાળકોના ઉચ્ચ સંસ્કારઘડતર માટે, તેમની જિજ્ઞાસાને સંતોષે અને તેમની કલ્પનાશક્તિને ખીલવે એ માટે ખાસ પ્રકારનું સાહિત્ય અને સામયિકો હોય છે. બાલસાહિત્યનું કામ દેખાય છે તેટલું સહેલું-સરળ નથી. એ માટે બાલસાહિત્યકાર પાસે વિશેષ પ્રકારની સજ્જતા અપેક્ષિત હોય છે. બાલસાહિત્યના સર્જન માટે બાલસાહિત્યકારોને પ્રેરવા…
વધુ વાંચો >બાલસાહિત્ય (ગુજરાતી)
બાલસાહિત્ય (ગુજરાતી) બાળક જેનો ભાવક છે, બાળમાનસને જે વ્યક્ત કરે છે અને તેને સંતોષે-આનંદે છે તેવું બાલભોગ્ય ભાષામાં લખાયેલ સાહિત્ય. લોકસાહિત્ય, પૌરાણિક સાહિત્ય, પંચતંત્ર-હિતોપદેશ આદિની સામગ્રી પર આધારિત એવી મૌખિક પરંપરા દ્વારા બાળકને સતત સાહિત્યનો સ્વાદ મળતો રહ્યો હશે. તે ક્યારેય સાહિત્ય વગરનું રહ્યું નહિ હોય. આજે જેને આપણે બાલસાહિત્ય…
વધુ વાંચો >ભટ્ટ, મૂળશંકર મોહનલાલ
ભટ્ટ, મૂળશંકર મોહનલાલ (જ. 25 જૂન 1907, ભાવનગર; અ. 31 ઑક્ટોબર 1984, ભાવનગર) : ગુજરાતના કેળવણીકાર અને બાલ-કિશોર-સાહિત્યના લેખક. પિતાનું નામ મોહનલાલ શંકરલાલ ભટ્ટ. માતાનું નામ રેવાબહેન. રોજકા(ધંધૂકા)ના વતની. 1929માં હંસાબહેન સાથે લગ્ન. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વતન તથા ‘દક્ષિણામૂર્તિ’ – ભાવનગરમાં લીધેલું. 1920માં વિનીત. 1927માં મુખ્ય વિષય સંગીત અને…
વધુ વાંચો >મહેતા, ઇલા આરબ
મહેતા, ઇલા આરબ (જ. 16 જૂન 1938, મુંબઈ) : ગુજરાતી મહિલા નવલકથાકાર અને વાર્તાકાર. પ્રસિદ્ધ ગુજરાતી નવલકથાકાર ગુણવંતરાય આચાર્યનાં પુત્રી. એમના વ્યવસાયનું સ્થળ મુંબઈ. વતન જામનગર. 1958માં ગુજરાતી વિષય સાથે બી. એ. 1960માં એ જ વિષયમાં એમ.એ. 1960થી 1967 સુધી રુઇયા કૉલેજ અને 1970થી નિવૃત્તિ સુધી સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈમાં…
વધુ વાંચો >મહેતા, ઉદયપ્રભાબહેન
મહેતા, ઉદયપ્રભાબહેન (જ. 26 જૂન 1914, અમદાવાદ; અ. 15 એપ્રિલ 1986, અમદાવાદ) : સ્ત્રીજાગૃતિનાં જ્યોતિર્ધર, જ્યોતિસંઘનાં અગ્રગણ્ય કાર્યકર અને સમાજસેવિકા. અમદાવાદની માંડવીની પોળમાં એક ચુસ્ત વૈષ્ણવ કુટુંબમાં જન્મ. પાંચ ભાઈઓ અને બે બહેનોમાં તે સૌથી નાનાં. માત્ર ચાર વર્ષની વયે પિતાનું અવસાન. માતાની કાળજી અને વહાલે તેમને સામાજિક જીવનમાં વિકસવાની…
વધુ વાંચો >મહેતા, જયા
મહેતા, જયા (જ. 16 ઑગસ્ટ 1932, કોળિયાક, જિ. ભાવનગર) : કવયિત્રી, અનુવાદક, વિવેચક, સંપાદક. ઉપનામ : ‘રીટા શાહ’, ‘જાનકી મહેતા’. પિતાનું નામ વલ્લભદાસ. વતન કોળિયાક (જિ. ભાવનગર). હાલમાં મુંબઈ. 1954માં બી.એ.; 1963માં એમ.એ. ‘અખો, પ્રેમાનંદ, શામળ, દલપતરામ અને નવલરામનો વિશિષ્ટ અભ્યાસ’ – એ વિષય પર તેમણે પીએચ.ડી. કર્યું. એ પછી…
વધુ વાંચો >