શિવપ્રસાદ રાજગોર
બોટાદ
બોટાદ : ભાવનગર જિલ્લાના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 22o 13´ ઉ. અ. અને 71o 41´ પૂ. રે.ની આજુબાજુનો 749.14 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. અગાઉના વખતમાં તે ભૂતપૂર્વ ભાવનગર રાજ્યનો મહાલ અને તેનું મથક હતું. તેની ઉત્તરે સુરેન્દ્રનગર જિલ્લો,…
વધુ વાંચો >બોરસદ
બોરસદ : ગુજરાત રાજ્યના આણંદ જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. તે 22° 25´ ઉ. અ. અને 72° 56´ પૂ. રે. આજુબાજુનો આશરે 494 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. બોરસદનું પ્રાચીન નામ બદરસિદ્ધિ હતું, જે વાલ્મીકિ ઋષિના શિષ્ય બદરમુનિના નામ પરથી પડેલું. 1991માં તેની વસ્તી 4,21,040 જેટલી હતી. આ તાલુકામાં…
વધુ વાંચો >બ્રાહ્મણી (નદી)
બ્રાહ્મણી (નદી) – (1) : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાની નદી. તે ચોટીલા તાલુકાની ટેકરીઓમાંથી નીકળી મૂળી તાલુકાની પશ્ચિમ સરહદે વહે છે. ત્યારબાદ તે હળવદ તાલુકામાં પ્રવેશે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તેની લંબાઈ 65.6 કિમી. છે અને કચ્છના નાના રણમાં તે સમાઈ જાય છે. આ નદી જિલ્લાના દક્ષિણ ભાગમાંથી નીકળી ઉત્તર તરફ…
વધુ વાંચો >ભચાઉ
ભચાઉ : કચ્છ જિલ્લાના નવ તાલુકાઓ અને બે મહાલો પૈકીનો એક તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકા-મથક. કચ્છના પૂર્વ ભાગમાં આવેલા વાગડ વિસ્તારનો તે એક ભાગ છે. તેની ઉત્તરે કચ્છના મોટા રણનો ભાગ તથા રાપર તાલુકો, પૂર્વમાં કચ્છનું નાનું રણ તેમજ સૌરાષ્ટ્રના માળિયા-મોરબી અને હળવદ તાલુકાઓ, દક્ષિણે કચ્છનું નાનું…
વધુ વાંચો >ભદ્રેશ્વર (ભદ્રેસર)
ભદ્રેશ્વર (ભદ્રેસર) : કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં આવેલું પ્રસિદ્ધ જૈન તીર્થધામ. ભૌગોલિક સ્થાન : 23° 00´ ઉ. અ. અને 69° 45´ પૂ. રે. પ્રાચીન કાળમાં તે ભદ્રાવતી તરીકે ઓળખાતું હતું. કચ્છના અખાત પર મુંદ્રાથી ઈશાન ખૂણે 22 કિમી.ને અંતરે તે આવેલું છે. તેનો ‘વેલાકુલ’ એટલે બંદર તરીકેનો ઉલ્લેખ સિદ્ધરાજ જયસિંહના…
વધુ વાંચો >ભરૂચ (જિલ્લો)
ભરૂચ (જિલ્લો) : ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 24´થી 22° 17´ ઉ. અ. અને 72° 22´થી 73° 59´ પૂ. રે. વચ્ચેનો, નર્મદા જિલ્લા સહિતનો, 9,038 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ખેડા અને વડોદરા જિલ્લા, પૂર્વ…
વધુ વાંચો >ભાડભૂત
ભાડભૂત : ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકામાં નર્મદા નદીના ઉત્તર કિનારે આવેલું હિંદુઓનું પ્રાચીન પૌરાણિક તીર્થસ્થાન. ભરૂચથી તે 20 કિમી. દૂર છે. ભાડભૂત ભરૂચ-દહેજ રાજ્યમાર્ગ ઉપર આવેલું છે. નજીકનું રેલવે-સ્ટેશન ભરૂચ છે. અહીં ગ્રામપંચાયત-સંચાલિત દવાખાનું, બૅંક, પ્રાથમિક શાળા, સાર્વજનિક પુસ્તકાલય તથા સેવા સહકારી મંડળી આવેલાં છે. નર્મદાની પરિક્રમા કરનારની સગવડ ખાતર…
વધુ વાંચો >ભાદર
ભાદર : સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી. તે રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાંથી પસાર થાય છે. તેની કુલ લંબાઈ 193.12 કિમી. જેટલી છે. જસદણથી ઉત્તરે આવેલા મદાવા ડુંગરમાંથી નીકળીને જેતપુર સુધી તે વેગીલા પ્રવાહ સાથે વહે છે. જેતપુરથી દક્ષિણે જમણી બાજુએથી તેને કરનાલ નદી મળે છે. જેતપુરથી કુતિયાણા સુધી તે પશ્ચિમ…
વધુ વાંચો >ભાવનગર
ભાવનગર : ગુજરાત રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 59´થી 22° 21´ ઉ. અ. અને 71° 13´થી 72° 29´ પૂ. રે. વચ્ચેનો 11,155 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે રાજ્યના કુલ વિસ્તારનો આશરે 5.69% જેટલો ભાગ ધરાવે છે અને રાજ્યમાં તે વિસ્તારની…
વધુ વાંચો >ભાંડારકર, રામકૃષ્ણ ગોપાળ
ભાંડારકર, રામકૃષ્ણ ગોપાળ (જ. 5 જુલાઈ 1837, માલવણ, જિ. રત્નાગિરિ; અ. 24 ઑગસ્ટ 1925, પુણે) : પ્રખર વિદ્વાન, સંશોધક, સમાજસુધારક, ભાષાશાસ્ત્રી અને ઇતિહાસવેત્તા. પિતા મામલતદાર કચેરીના અવલ કારકુન હતા. માતાનું નામ રમાબાઈ. મૂળ અટક પત્કી, પણ પૂર્વજો સરકારી ખજાનાનું કામ સંભાળતા હોઈ ‘ભાંડારકર’ અટક પ્રચલિત થઈ. પ્રાથમિક શિક્ષણ માલવણની સ્થાનિક…
વધુ વાંચો >