શિવપ્રસાદ રાજગોર
પડધરી
પડધરી : રાજકોટ જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. તે ડોંડી નદીના પૂર્વ કિનારે 22° 20´ ઉ. અ. અને 70° 30´ પૂ. રે. પર રાજકોટથી વાયવ્યમાં 25.6 કિમી. દૂર, રાજકોટ-જામનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું છે. તે વિરમગામ-ઓખા બ્રૉડગેજ રેલમાર્ગ પરનું મથક પણ છે. આ તાલુકામાં 200 કિમી. લંબાઈના રસ્તા છે. આ તાલુકાની…
વધુ વાંચો >પણજી
પણજી : ભારતને પશ્ચિમ કિનારે આવેલા ગોવા રાજ્યની રાજધાની, તેનું સૌથી મોટું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 15° 29´ ઉ. અ. અને 73° 50´ પૂ. રે. પર તે માંડોવી નદીના મુખ પર દક્ષિણ કાંઠે વસેલું છે. મુંબઈથી દક્ષિણે તે 360 કિમી. અંતરે આવેલું છે. બંદરના ઉતરાણ સ્થળને ‘પાણ’ કહેવાતું…
વધુ વાંચો >પનામા (દેશ)
પનામા (દેશ) મધ્ય અમેરિકામાં આવેલો, પશ્ચિમથી પૂર્વ તરફના (ળ જેવા) વળાંકવાળો, સાંકડી ભૂમિપટ્ટીવાળો, નાનકડો દેશ. ભૌગોલિક સ્થાન : આશરે 7°.00° ઉ. અ.થી 9°.50´ ઉ. અ. અને 77° પ. રે.થી 87° પ. રે.. નહેર, નહેર-વિસ્તાર તથા અખાત. વાસ્તવમાં આ દેશ બે મહાસાગરોને અલગ પાડતી સંયોગીભૂમિ (isthumus) રચે છે. તેની ઉત્તરે ઍટલાન્ટિક…
વધુ વાંચો >પરમાર રાજ્યો
પરમાર રાજ્યો : પરમાર વંશનાં રાજ્યો માળવા, રાજસ્થાન અને ગુજરાતમાં આવેલાં હતાં. અવંતી, આબુ, વાગડ, ભિન્નમાલ અને કિરાડુ રાજસ્થાનમાં અને દાંતા, મૂળી ને સંતરામપુર રાજ્યો ગુજરાતમાં હતાં. માળવા : પરમાર વંશનું સૌથી મોટું અને પ્રસિદ્ધ રાજ્ય અવંતી માળવાનું હતું. તેની પ્રથમ રાજધાની ઉજ્જૈન હતી પણ મુંજના સમયમાં ધારા નગરી તેની…
વધુ વાંચો >પરમાર વંશ
પરમાર વંશ : રજપૂતોનાં કુલ 36 કુળો પૈકીનું એક કુળ. અનુશ્રુતિ પ્રમાણે રજપૂતો મુખ્યત્વે સૂર્ય અને ચંદ્ર વંશના છે. પરમાર વંશના મૂળ પુરુષની ઉત્પત્તિ આબુ પર્વત ઉપર વસિષ્ઠે કરેલા યજ્ઞકુંડમાંથી થઈ હતી. તેથી આ વંશના રાજાઓ અગ્નિકુળના કહેવાય છે. આ કુળની વિગત માળવાના રાજા સિંધુરાજના રાજકવિ પદ્મગુપ્ત પરિમલના મહાકાવ્ય ‘નવસાહસાંકચરિત’માંથી…
વધુ વાંચો >પરાદીપ
પરાદીપ : બંગાળના ઉપસાગર પર મહાનદીના મુખથી 16 કિમી. દૂર નદીના જમણા કાંઠે આવેલું ઓડિસા રાજ્યનું પ્રમુખ બંદર. 1966માં આ બંદર સત્તાવાર રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યના કટક જિલ્લાનું આ નગર મહાનદીના મુખત્રિકોણના એક ફાંટા પર વસેલું છે. ભૌગોલિક સ્થાન : 20° 16´ ઉ. અ. અને 86° 42´ પૂ.…
વધુ વાંચો >પર્સિપોલીસ
પર્સિપોલીસ : નૈર્ઋત્ય ઈરાનના ફાર્સ પ્રાંતના શીરાઝથી ઈશાન ખૂણે 50 કિમી.એ આવેલી ઈરાનની પ્રાચીન રાજધાની. તે એકિમેનિયન વંશના રાજાઓનું વસંતઋતુનું પાટનગર હતું. આ સ્થળે રાજમહેલો વગેરેના સંકુલનું બાંધકામ ઈ.પૂ. 518માં દૅરિયસ પહેલા(521-485 ઈ. સ. પૂ.)ના સમયમાં શરૂ થયું હતું. ત્યારબાદ ઝકર્સીઝ પહેલાએ તે કામ ચાલુ રાખ્યું હતું અને તેના અનુગામી…
વધુ વાંચો >પશ્ચિમ વર્જિનિયા
પશ્ચિમ વર્જિનિયા : યુ.એસ.નાં આટલાન્ટિક મહાસાગરના કિનારા પરનાં રાજ્યો પૈકીનું નાનકડું પર્વતીય રાજ્ય. તે લગભગ 37o 10′ થી 40o 40′ ઉ. અ. અને 77o 45’થી 82o 30′ પ. રે. વચ્ચે આવેલું છે. તેની પૂર્વ અને દક્ષિણ દિશાએ વર્જિનિયા, નૈર્ઋત્ય ખૂણે કેન્ટકી રાજ્ય, વાયવ્ય તરફ ઓહાયો અને ઉત્તર દિશાએ પેન્સિલવેનિયા રાજ્યો…
વધુ વાંચો >પશ્ચિમ સામોઆ
પશ્ચિમ સામોઆ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં ન્યૂઝીલૅન્ડથી આશરે 2,400 કિમી. દૂર ઈશાન તરફ આવેલું અને ટાપુઓથી બનેલું સ્વતંત્ર રાષ્ટ્ર. ભૌગોલિક સ્થાન : 13o 30′ થી 14o 32′ દ. અ. અને 168o 02’થી 172o 50′ પ. રે. વચ્ચે આ ટાપુઓ આવેલા છે. તેમાં સવાઈ (ક્ષેત્રફળ આશરે 1,820 ચોકિમી.) અને ઉપોલુ (ક્ષેત્રફળ…
વધુ વાંચો >પંચાસર
પંચાસર : પાટણની સ્થાપના પૂર્વેની ચાવડા વંશના રાજા જયશિખરીની રાજધાની. તાલુકામથક સમીથી તે 35 કિમી. અને ચાણસ્માથી 13 કિમી. દૂર વઢિયાર પ્રદેશમાં રૂપેણના કાંઠે આવેલું છે. ઈ. સ.ના સાતમા સૈકાના અંતભાગમાં ચાવડા વંશનો જયશિખરી અહીં રાજ કરતો હતો. ગુજરાતની સમૃદ્ધિનાં વખાણ સાંભળીને કલ્યાણકટકના રાજા ભૂવડના સામંત મિહિરે અને પછી ભૂવડે…
વધુ વાંચો >