શિવપ્રસાદ રાજગોર

તુતિકોરીન

તુતિકોરીન : ભારતના અગ્નિખૂણે કોરોમાંડલ કિનારાના તદ્દન છેડે આવેલું તમિળનાડુનું મુખ્ય બંદર. તે મનારના અખાતથી પશ્ચિમે 8° 47´ ઉ. અ. અને 78° 08´ પૂ. રે. ઉપર આવેલું છે. તે ચેન્નાઈથી 650 કિમી., કોચીનથી 420 કિમી., તિરુવનંતપુરમથી 200 કિમી., મદુરાઈથી 160 કિમી., કોઇમ્બતુરથી 391 કિમી. અને બૅંગાલુરુથી 785 કિમી. દૂર છે.…

વધુ વાંચો >

તુર્ગો, એન-રૉબર્ટ-જેક્વેસ

તુર્ગો, એન-રૉબર્ટ-જેક્વેસ (જ. 10 મે, 1727 પૅરિસ, અ. 18 માર્ચ 1781 પૅરિસ) : અઢારમી સદીના ફ્રેન્ચ મુત્સદ્દી, અર્થશાસ્ત્રી તથા સમાજસુધારક. જન્મ જૂના નૉર્મન કુટુંબમાં. તેમના કુટુંબની વ્યક્તિઓએ રાજ્યમાં મહત્વના વહીવટી હોદ્દાઓ ભોગવ્યા હતા. તેમના પિતા માઇકલ એટીને પૅરિસની નગરપાલિકાના વહીવટી વડા હતા. 1743માં તુર્ગો સેમિનાર દ સેઇન્ટ અલ્પાઇસમાં પાદરી થવા…

વધુ વાંચો >

તુલસીશ્યામ

તુલસીશ્યામ : જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું વૈષ્ણવ સંપ્રદાયનું તીર્થધામ. તે ઉનાથી ઉત્તરે 30 કિમી. દૂર ગીરના મધ્યભાગમાં આવેલું છે અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. ભૌગોલિક સ્થાન : અંદાજે 20° 49´ ઉ. અ. અને 71° 02´ પૂ. રે.. અહીં ગરમ પાણીના ઝરા છે. તે કારણે તેનો પુરાણોમાં ‘તપ્તોદક’ તરીકે…

વધુ વાંચો >

તુષાસ્ફ

તુષાસ્ફ : સમ્રાટ અશોકના શાસન (ઈ. સ. પૂ. 273–237) દરમિયાન ગિરિનગર પ્રાંતનો સૂબો. રાજા મહાક્ષત્રપ રુદ્રદામા 1લાના સમયમાં શક વર્ષ 72–73ના (ઈ. સ. 150-51) અરસામાં ગિરનારના સુદર્શન તળાવના લેખમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેને યવનરાજ કહ્યો છે તેથી તે ગ્રીક હોવાનો સંભવ છે. સામાન્ય રીતે આયોનિયન ગ્રીક માટે આ…

વધુ વાંચો >

તેલવાહક જહાજ

તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…

વધુ વાંચો >

ત્રસદસ્યુ

ત્રસદસ્યુ : દસ્યુઓ જેનાથી ત્રાસ પામતા હતા તેવો રાજા. ઋગ્વેદ 4/42 સૂક્તનો તે દ્રષ્ટા ઋષિ છે. તાંડ્ય બ્રાહ્મણ, મહાભારત, હરિવંશ અને વરાહપુરાણમાં તેનો નિર્દેશ થયો છે. વેદકાળ અને પુરાણકાળનો તે રાજા અને ઋષિ છે. વેદ મુજબ પુરુ વંશના પુરુકુત્સનો તે પુત્ર હતો. તેના જન્મ સમયે તેનો પિતા મુશ્કેલીમાં હતો. તૃત્સુઓ…

વધુ વાંચો >

ત્રિકૂટ

ત્રિકૂટ : ભારતનો એક પ્રાચીન પર્વત. આ નામનો પર્વત ઉત્તર કોંકણમાં આવેલો છે. એક મંતવ્ય પ્રમાણે તે નાશિક પાસે પણ હોવાનું જણાવાયું છે. આ પર્વતના નામથી ત્રૈકૂટક વંશ અને ત્રૈકૂટક સંવત ઓળખાય છે. ત્રૈકૂટક રાજાઓના સિક્કા ઉપર આ પર્વતનું પ્રતીક છે. ‘કૂટ’ શબ્દનો અર્થ અગ્રભાગ કે પર્વતની ટોચ થાય છે.…

વધુ વાંચો >

ત્રિવિક્રમપાલ

ત્રિવિક્રમપાલ : દક્ષિણ ગુજરાતનો ચાલુક્યવંશનો રાજવી. તે લાટના ચાલુક્યવંશી રાજા ત્રિલોચનપાલનો પુત્ર હતો. ચેદિના કલચૂરિવંશના રાજા કર્ણના સેનાપતિ વલ્લકે લાટના અધિપતિ ત્રિલોચનપાલને હરાવ્યો હતો. ત્રિલોચનપાલ પાસેથી લાટને ચૌહાણવંશના સિંહે જીતી લીધું હતું. તેના પૂર્વજોના હાથમાંથી ચાલ્યા ગયેલા લાટના  નાગસારિકામંડળને ત્રિવિક્રમપાલે કબજે કર્યું હતું. તેમ કરવામાં તેના કાકા જગતપાલ સહાયભૂત થયા…

વધુ વાંચો >

ત્રિંકોમાલી

ત્રિંકોમાલી : શ્રીલંકાનું પૂર્વ પ્રાંતનું જિલ્લામથક અને મહત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : 8° 34’ ઉ. અ. અને 81° 14’ પૂ. રે.. વિસ્તાર : 2727 ચોકિમી. વસ્તી : 1,26,902 જેટલી (2022) છે. તે કોલંબોથી ઈશાન ખૂણે 230 કિમી. દૂર આવેલું છે. તેનું પ્રાચીન નામ ગોકન્ના છે. તેનું બારું ત્રિંકોમાલીના ઉપસાગર ઉપર…

વધુ વાંચો >

થરાદ

થરાદ : બનાસકાંઠાના તાલુકાઓ પૈકીનો એક તાલુકો અને તાલુકામથક. આ તાલુકો આશરે 24°થી 25° ઉ. અ. અને 71° 3’થી 71° 40’ પૂ. રે. વચ્ચે આવેલો છે. તાલુકામથકના નામ ઉપરથી સમગ્ર તાલુકો થરાદ તરીકે ઓળખાય છે. મારવાડમાંથી ઈ. સ. 45માં આવેલ થીરપાલ કે થરપાલ ધ્રુવે ઈ. સ. 55માં થરાદ શહેર વસાવ્યું…

વધુ વાંચો >