શિલીન નં. શુક્લ
બેકેસી, જ્યૉર્જ ફૉન
બેકેસી, જ્યૉર્જ ફૉન (જ. 3 જૂન 1899, બુડાપેસ્ટ, હંગેરી; અ. 13 જૂન 1972, હૉનોલુલુ) : ઈ. સ. 1961ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારવિજેતા. કાન દ્વારા સાંભળવાની ક્રિયા અંગે તેમણે સંશોધનકાર્ય હતું. તેઓ બર્ન યુનિવર્સિટી ખાતે રસાયણશાસ્ત્ર ભણ્યા હતા અને તેમણે બુડાપેસ્ટ યુનિવર્સિટીમાંથી 1923ની સાલમાં ભૌતિકશાસ્ત્રના વિષયમાં પીએચ.ડી.ની ઉપાધિ…
વધુ વાંચો >બેનાસરફ, બરુજ
બેનાસરફ, બરુજ (Benacerraf, Baruj) (જ. 29 ઑક્ટોબર 1920, કૅરેકસ, વેનેઝુએલા) : ઈ. સ. 1980ના તબીબી વિદ્યા અને દેહધાર્મિક વિદ્યાના નોબેલ પુરસ્કારના વિજેતા. જીન ડૉસેટ અને જ્યૉર્જ ડી. સ્નેલ સાથે તેમણે કોષની સપાટી પરની અને જનીનો દ્વારા નિયંત્રિત પ્રતિરક્ષાલક્ષી સંરચનાઓ અંગે સંશોધન કરવા માટે આ સન્માન પ્રાપ્ત કર્યું હતું. તેઓ 1940માં…
વધુ વાંચો >બૅન્ટિંગ, ફ્રેડરિક ગ્રાન્ટ (સર)
બૅન્ટિંગ, ફ્રેડરિક ગ્રાન્ટ (સર) (જ. 14 નવેમ્બર 1891, ઍલિસ્ટન, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 21 ફેબ્રુઆરી 1941, ન્યૂફાઉન્ડલૅન્ડ) : ઇન્સ્યુલિનની શોધ માટે 1923ના દેહધાર્મિક વિદ્યા અને તબીબી વિદ્યાના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમના સહવિજેતા હતા જૉન જેમ્સ રિચાર્ડ મૅક્લિયૉડ. બૅન્ટિંગ કૅનેડિયન દેહધર્મવિદ્ (physiologist) હતા. તેઓએ ટૉરેન્ટોમાં તબીબી વિદ્યાનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ…
વધુ વાંચો >બેરિયમ ચિત્રશ્રેણીઓ
બેરિયમ ચિત્રશ્રેણીઓ : બેરિયમના ક્ષારને પાણી સાથે મોઢા વાટે આપીને નિદાન માટે અન્નમાર્ગના એક્સ-રે-ચિત્રણો લેવાં તે. તે માટે વપરાતું દ્રવ્ય બેરિયમ સલ્ફેટ (BaSO4) પાણીમાં અદ્રાવ્ય હોવાથી તેનું જઠર કે આંતરડામાં અવશોષણ થતું નથી. ઝીણા, સફેદ, ગંધરહિત, સ્વાદરહિત અદ્રાવ્ય ભૂકા કે ચૂર્ણ(powder)ના સ્વરૂપે તે ઉપલબ્ધ છે. સામાન્ય રીતે તેને પાણી સાથે…
વધુ વાંચો >બેરીબેરી
બેરીબેરી : ઓછા પ્રમાણમાં થાયામિન અને વધુ પ્રમાણમાં કાર્બોદિત પદાર્થો હોય તેવા ખોરાકથી થતો રોગ. થાયામિનને વિટામિન-બી1 પણ કહે છે. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનના યુદ્ધકેદીકૅમ્પમાં પૉલિશ કરેલા ચોખાનો ખોરાક અપાતો. તેને કારણે યુદ્ધકેદીઓને ખોરાક રૂપે દર 1,000 મેદરહિત કૅલરીએ ફક્ત 0.3 મિગ્રા. થાયામિન મળતું હતું. તે સમયે પાતળા ઝાડા કે…
વધુ વાંચો >બૅરેની રૉબર્ટ
બૅરેની રૉબર્ટ (જ. 22 એપ્રિલ 1876, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 8 એપ્રિલ 1936, ઊપ્સલા [Uppsala] સ્વીડન) : 1914ના દેહધાર્મિક વિદ્યા અને તબીબી વિદ્યાના નોબેલ પારિતોષિકવિજેતા. તેમણે માનવશરીરમાં રહેલા સંતુલન-ઉપકરણ(vestibular apparatus)ની દેહધાર્મિક ક્રિયાઓ અને તેના વિકારો પર અભ્યાસ કર્યો હતો. તેમના તે અંગેનાં સંશોધનો માટે તેમને આ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. બૅરેનીએ…
વધુ વાંચો >બેલનો લકવો
બેલનો લકવો (Bell’s palsy) : ચહેરાનો લકવો. દર વર્ષે દર 1 લાખની વસ્તીએ 23 જણાને તે થાય છે. તેથી દર 60થી 70 વ્યક્તિએ એકને તેના જીવન દરમિયાન ચહેરાનો લકવો થવાની સંભાવના રહે છે. 12 ચેતાઓની જોડ મગજમાંથી સીધી નીકળે છે. તે ખોપરીમાંથી બહાર આવતી હોવાથી તેમને કર્પરિચેતાઓ (cranial nerves) કહે…
વધુ વાંચો >બેહરિંગ, એમિલ ઍડૉલ્ફ વૉન (Behring Emil Adolf Von)
બેહરિંગ, એમિલ ઍડૉલ્ફ વૉન (Behring Emil Adolf Von) (જ. 15 માર્ચ 1854, મૅન્સ ડૉર્ફ, પ્રશિયા (હાલ જર્મની) અ. 13 માર્ચ 1917, માર્બર્ગ, જર્મની) : ઈ. સ. 1901માં એનાયત થયેલા સૌપ્રથમ નોબેલ પુરસ્કારથી સન્માનિત જર્મન વૈજ્ઞાનિક. તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યાના આ પુરસ્કાર દ્વારા તેમની રુધિરરસ (blood serum) વડે કરી શકાતી ચેપી…
વધુ વાંચો >બોરડે, જુલે
બોરડે, જુલે (Bordet, Jules) (જ. 13 જૂન 1870, સોઇગ્નિઝ (Soignies), બેલ્જિયમ; અ. 6 એપ્રિલ 1961, બ્રસેલ્સ) : ઈ. સ. 1919ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમને રોગપ્રતિકારની ક્ષમતા (પ્રતિરક્ષા, immunity) અંગેનાં સંશોધનો-અન્વેષણો (discoveries) માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેમણે લોહીના કોષોનો અભ્યાસ કર્યો હતો. લોહીના રુધિરરસમાં…
વધુ વાંચો >બોરિક ઍસિડ (આયુર્વિજ્ઞાન)
બોરિક ઍસિડ (આયુર્વિજ્ઞાન) : H3BO3ની સૂત્રસંજ્ઞા ધરાવતો, મંદ અમ્લતા (acidic) ધરાવતો, સ્પર્શ દ્વારા સાબુ કે ચીકાશદ્રવ્ય (grease) જેવો લાગતો, કડવા સ્વાદવાળો તથા સફેદ ભૂકા કે મણિ જેવા પડળવાળા સ્ફટિકોના રૂપે જોવા મળતો પદાર્થ. તેને બોરાસિક ઍસિડ અથવા ઍૅસિડમ બોરિકમના નામે પણ ઓળખવામાં આવે છે. તે 25 ભાગ ઠંડા પાણી, 3…
વધુ વાંચો >