શિલીન નં. શુક્લ
પ્રેરક ચેતાકોષવિકાર (motor neurone disease)
પ્રેરક ચેતાકોષવિકાર (motor neurone disease) : સ્નાયુઓનું નિયંત્રણ કરતા ચેતાકોષોનો વિકાર. સામાન્ય રીતે તે પુખ્ત વયે (40 વર્ષની વય પછી) પુરુષોમાં થાય છે. શરીરના સ્નાયુઓનું સંકોચન કરાવતા ચેતાકોષો(neurones)ને પ્રેરક ચેતાકોષો કહે છે. કરોડરજ્જુ અથવા મેરુરજ્જુ(spinal cord)ના આગળ તરફના ભાગમાં આવેલા ભૂખરા રંગના દ્રવ્યને અગ્રશૃંગ (anterior horn) કહે છે. તેમાં સ્નાયુઓનું…
વધુ વાંચો >પ્રોટીન (આયુર્વિજ્ઞાન)
પ્રોટીન (આયુર્વિજ્ઞાન) : નાઇટ્રોજન તત્વવાળું મહત્વનું પોષણ ઘટક. તેને નત્રલ (protein) પણ કહે છે. કાર્બોદિત પદાર્થો, ચરબી, પ્રોટીન, પાણી, વિટામિન, સ્વલ્પ (trace) તત્વો અને સ્વત્વ ધાતુઓ પોષણનાં મહત્વનાં વિવિધ ઘટકો બનાવે છે. કાર્બોદિત પદાર્થો, ચરબી અને પ્રોટીન સેન્દ્રિય (organic) દ્રવ્યો છે. તેમાં ઑક્સિજન, કાર્બન અને હાઇડ્રોજનનાં તત્વો હોય છે. પ્રોટીનમાં…
વધુ વાંચો >પ્રોટીનમૂત્રમેહ (proteinuria)
પ્રોટીનમૂત્રમેહ (proteinuria) : પેશાબમાં પ્રોટીનનું વહી જવું તે. તે મોટાભાગના કિસ્સામાં મૂત્રપિંડનો કોઈ વિકાર સૂચવે છે. ઘણી વખતે મૂત્રપિંડના કોઈ વિકારનું તે એકમાત્ર ચિહ્ન હોય છે. સામાન્ય રીતે, પેશાબમાં રોજનું 150 મિગ્રા. જેટલું પ્રોટીન વહી જતું હોય છે. તેમાં મોટાભાગનું આલ્બ્યુમિન પ્રકારનું પ્રોટીન હોય છે. જોકે થોડા પ્રમાણમાં તેની સાથે…
વધુ વાંચો >પ્રોટીન, સીરમ સપાટી
પ્રોટીન, સીરમ સપાટી : રુધિરરસમાં પ્રોટીન(નત્રલ)ની સપાટીની જાણકારી. લોહીના પ્રવાહી ભાગને રુધિરપ્રરસ (blood plasma) કહે છે. ગઠ્ઠા રૂપે જામી ગયેલા લોહીમાંથી જે પ્રવાહી છૂટું પડે છે તેને રુધિરરસ (blood serum) કહે છે. તેથી રુધિરરસમાં લોહીને ગંઠાવનારાં પ્રોટીનો હોતાં નથી. રુધિરરસમાંના પ્રોટીનની સપાટી જાણવાથી ઘણી વખત દર્દીની પોષણલક્ષી સ્થિતિ, યકૃત(liver)ના રોગોની…
વધુ વાંચો >પ્રોથ્રૉમ્બિનકાળ
પ્રોથ્રૉમ્બિનકાળ : વિટામિન ‘કે’ સાથે સંબંધિત લોહીને ગંઠાવનારા ઘટકોની કાર્યક્ષમતા જાણવાની કસોટી. સામાન્ય માણસમાં તે 10થી 14 સેકન્ડનો હોય છે. જુદા જુદા 13 પ્રકારનાં પ્રોટીનો લોહીના ગંઠાવાની ક્રિયામાં સક્રિય હોય છે. તેમને રુધિરગંઠક ઘટકો અથવા રુધિરગઠનકારી ઘટકો (blood clotting factors) કહે છે. તેમાંના કેટલાક ઘટકો માટે વિટામિન ‘કે’ની જરૂરિયાત હોય…
વધુ વાંચો >પ્રૉસ્ટાગ્લૅન્ડિનો (આયુર્વિજ્ઞાન)
પ્રૉસ્ટાગ્લૅન્ડિનો (આયુર્વિજ્ઞાન) : કોષપટલો (cell membranes) દ્વારા ઉત્પન્ન કરતા સ્થાનિક અંત:સ્રાવો (hormones) જેવું કાર્ય કરતાં દ્રવ્યોનો સમૂહ. તે સ્થાનિક કોષો અને પેશી પર અસર કરે એવાં તે જ સ્થળે ઝરેલાં રસાયણો હોવાથી તેમને અધિસ્રાવો (locally acting hormones) જેવા ગણવામાં આવે છે. તેઓ નસોને પહોળી કરે છે, આંતરડાંના અને ગર્ભાશયના સ્નાયુતંતુઓનું…
વધુ વાંચો >ફાંસી
ફાંસી (ન્યાયસહાયક તબીબીવિદ્યાના સંદર્ભે) : ભારતમાં ગુનેગારને લટકાવીને અપાતો ન્યાયિક મૃત્યુદંડ. તેને શાસ્ત્રીય પરિભાષામાં ન્યાયિક અધ:લંબન (judicial hanging) કહે છે. લટકાવીને મારી નાંખવાની દરેક ક્રિયાને ફાંસી કહેવાતી નથી. ફક્ત ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે વ્યક્તિને લટકાવીને મારવામાં આવે તો તેને ફાંસી કહે છે. લટકાવીને મારવાની ક્રિયા થતી હોવાથી તેને અધ:લંબન (hanging)નો એક…
વધુ વાંચો >ફિનાયલકીટોન્યુરિયા
ફિનાયલકીટોન્યુરિયા : એક પ્રકારનો જનીની વિકૃતિથી થતો ચયાપચયી રોગ. તેને ફિનાયલકીટોમેહ (phenylketonuria) પણ કહે છે. તેમાં દર્દીને ફિનાયલએલેનીન હાઇડ્રૉક્સિલેઝ નામના ઉત્સેચક(enzyme)ની ઊણપ ઉદભવેલી હોય છે. તેને કારણે તે ફિનાયલઍલેનીન નામના ઍમિનો-ઍસિડમાંથી ટાયરોસીન નામનો ઍમિનો ઍસિડ બનાવી શકાતો નથી. મૂળ ઉત્સેચકની ઊણપનું કારણ તેના રંગસૂત્રોમાંના જનીનના બંધારણમાં એક બિંદુ પર વિકૃતિ…
વધુ વાંચો >ફોરેન્સિક (ન્યાય-સહાયક) વિજ્ઞાન
ફોરેન્સિક (ન્યાય-સહાયક) વિજ્ઞાન ગુનાશોધમાં સહાય કરતું વિજ્ઞાન. ભૌતિક પદાર્થ/વસ્તુ અથવા સૈદ્ધાંતિક સમસ્યાઓના અભ્યાસમાં વિજ્ઞાનનો ઉપયોગ કરીને તેનાં પરિણામોને ન્યાયાલયમાં વૈજ્ઞાનિક પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે. બીજા અર્થમાં ન્યાયસહાયક વિજ્ઞાન એટલે ગુનાની તપાસ અને ન્યાયિક અનુશાસનમાં વૈજ્ઞાનિક રીતો અને સિદ્ધાંતોનો ઉપયોગ પણ કહી શકાય. ફોરેન્સિક શબ્દ લૅટિન પર્યાય ફરેન્સિસ ઉપરથી આવેલ…
વધુ વાંચો >ફલ્યુરોમયતા (flurosis)
ફલ્યુરોમયતા (flurosis) : લાંબા સમય સુધી પીવાના પાણીમાં ભારે માત્રામાં ફ્લોરાઇડ દ્રવ્યોને લેવાથી થતો રોગ. ચોક્કસ વિસ્તારના અનેક લોકો એક જ પ્રકારના જળાશયમાંથી પાણી લેતા હોય છે. તેને કારણે સ્થાનિક ર્દષ્ટિએ એક વ્યાપક અને વસ્તીસ્થાયી રોગ (endemic disease) તરીકે તે જોવા મળે છે. મુખ્યત્વે તે હાડકાંને નબળાં તથા પોચાં કરે…
વધુ વાંચો >