શિલીન નં. શુક્લ

અંત:સ્રાવી તંત્ર

અંત:સ્રાવી તંત્ર (Endocrine system) (માનવ અને માનવેતર પ્રાણીઓમાં) શરીરનાં કાર્યોનું રસાયણો દ્વારા નિયમન કરનાર તંત્ર. શરીરનાં કાર્યોનું નિયમન બે તંત્રો કરે છે : (1) ચેતાતંત્ર (nervous system) અને (2) અંત:સ્રાવી તંત્ર. ચેતાતંત્ર વીજ-આવેગો (electrical impulses) વડે અને  અંતસ્રાવી તંત્ર નલિકારહિત (ductless) ગ્રંથિઓના લોહીમાં સીધાં પ્રવેશતાં રસાયણો, અંત:સ્રાવો (hormones), પ્રતિપોષી (feed…

વધુ વાંચો >

અંતાનુમાન

અંતાનુમાન (prognosis) : રોગના અંત કે વૃદ્ધિની આગાહી. તેને પૂર્વાનુમાન પણ કહે છે. દર્દી અને તેનાં કુટુંબીઓ રોગના નિદાન જેટલો જ, કે વધારે રસ સારવાર, રોગમુક્તિ અને અંતાનુમાનમાં ધરાવે છે. વળી તે જાણવાનો તેમનો અધિકાર પણ છે. અંતાનુમાન નિદાન અને સારવારની પ્રયુક્તિઓ અને પ્રવિધિઓનો અગ્રતાક્રમ (priority) નક્કી કરવામાં ઉપયોગી હોય…

વધુ વાંચો >

અંધાપો

અંધાપો (blindness) : પ્રકાશ પારખવાની અક્ષમતા. પરંતુ વાસ્તવમાં આ સ્થિતિ ઘણા ઓછા લોકોની હોય છે. છતાં ઘણા બધા લોકો આંખની દૃષ્ટિ ઓછી થવાને કારણે હરીફરી શકતા નથી અથવા પોતાની રોજીરોટી કમાઈ શકતા નથી. આને આધારે અંધાપાના બે ભાગ પાડવામાં આવે છે : (1) જે વ્યક્તિ બેમાંથી સારી આંખે ત્રણ મીટરથી…

વધુ વાંચો >

અંધાપો, રંગલક્ષી

અંધાપો, રંગલક્ષી (colour blindness) : રંગ પારખવાની ક્ષમતા. તે જન્મજાત (congenital) અથવા સંપ્રાપ્ત (acquired) હોય છે. જન્મજાત રંગલક્ષી અંધાપો બે પ્રકારનો હોય છે. પહેલા પ્રકારમાં વ્યક્તિ બધા જ રંગો જોવા માટે અશક્ત હોય છે (પૂર્ણ રંગલક્ષી અંધાપો). આ સ્થિતિ જવલ્લે જ જોવા મળે છે, મગજની ક્ષતિને કારણે થાય છે. વ્યક્તિને…

વધુ વાંચો >

અંધાપો, રાત્રીનો

અંધાપો, રાત્રીનો (night blindness) : રાત્રીના સમયે ઓછું જોઈ શકવું અથવા રતાંધળાપણું. તેનાં મુખ્ય કારણો બે છે વિટામિન ‘એ’ની ખામી અને આનુવંશિકતા. દૃષ્ટિપટલ વર્ણકતા (retinitis pigmentosa) એ એક જન્મજાત ખામી છે. તે ધીરે ધીરે વધતી રહે છે અને વૃદ્ધાવસ્થામાં અંધાપો લાવે છે. અપૂરતો ખોરાક, વારંવાર ઝાડા-ઊલટી થવાં કે લાંબી બીમારીથી…

વધુ વાંચો >

આઇકમાન, ક્રિસ્ટિયાન (Eijkman, Christiaan)

આઇકમાન, ક્રિસ્ટિયાન (Eijkman, Christiaan) (જ. 1 ઑગસ્ટ 1858, નિજકર્ક, નેધરલૅન્ડ્ઝ; અ. 5 નવેમ્બર 1930, યૂટ્રેક્ટ) : ફ્રેડરિક હૉપ્કિન્સ સાથે 1929નો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર સુપ્રસિદ્ધ ફિઝિશિયન અને પેથોલૉજિસ્ટ. તેમને મેડિકલ ડિગ્રી ઍમ્સ્ટર્ડેમ યુનિવર્સિટી(1883)માંથી મળી હતી.   1886માં બેરીબેરીનું કારણ શોધવા તેઓ જાવા ગયા હતા. આઇકમાને 1896માં નેધરલૅન્ડ્ઝ આવી, પબ્લિક હેલ્થ ઍન્ડ…

વધુ વાંચો >

આઘાત

આઘાત (shock) : તાત્કાલિક ઘનિષ્ઠ સારવાર માગી લેતું લોહીના  ભ્રમણનું બંધ થવું કે ખૂબ ઘટી જવું તે. શરીરમાંના લોહીના ભ્રમણને રુધિરાભિસરણ (blood circulation) કહે છે. તેનો ભંગ થવાથી શરીરના કોષોને જીવનજરૂરી દ્રવ્યો મળતાં બંધ થાય છે. તે કોષોમાંનાં હાનિકારક દ્રવ્યો ત્યાં જ પડી રહે છે. પરિણામે કોષપટલો(cell membranes)ની કાર્યક્ષમતા ઘટે…

વધુ વાંચો >

આઘાત, તત્કાલ અતિપ્રતિગ્રાહ્યતાજન્ય

આઘાત, તત્કાલ અતિપ્રતિગ્રાહ્યતાજન્ય (anaphylactic shock) : થોડીક જ મિનિટમાં સખત ઍલર્જીને કારણે થતું લોહીના ભ્રમણનું ભંગાણ. તેને તત્કાલ અતિસંવેદનશીલતાજન્ય આઘાત પણ કહે છે. ઈસુ ખ્રિસ્તથી 2,6૦૦ વર્ષ પહેલાં, ઇજિપ્તનો રાજા મેનેસ ભમરાના ડંખથી તત્કાલ મૃત્યુ પામ્યો હતો તે કદાચ આ વિકારનો સૌપ્રથમ નોંધાયેલો દાખલો છે. નોબેલ પારિતોષિકવિજેતાઓ રિચેટ અને પૉર્ટિયરે…

વધુ વાંચો >

આઘાતની ઔષધચિકિત્સા

આઘાતની ઔષધચિકિત્સા (drug therapy of shock) : આઘાતની ઔષધો વડે સારવાર. આઘાતની ઔષધચિકિત્સા માટે વિવિધ ઔષધો ઉપયોગી છે. ઔષધો વડે લોહીનું દબાણ જાળવી રાખી શકાય છે, હૃદયની કામગીરીમાં તકલીફ ઊભી થયેલી હોય તો તેને સુધારી શકાય છે, ચેપને કારણે આઘાત થયો હોય તો ચેપકારી જીવાણુઓનો નાશ કરી શકાય છે, તીવ્ર…

વધુ વાંચો >

આઘાત, હૃદયજન્ય

આઘાત, હૃદયજન્ય (cardiogenic shock) : હૃદયના વિકારને કારણે ઘટી ગયેલા લોહીના દબાણનો વિકાર. હૃદયના વિવિધ રોગોમાં આ પરિસ્થિતિ સર્જાય છે; દા. ત., હૃદયરોગનો હુમલો (acute myocardial infarction), હૃદ્સ્નાયુશોથ (myocarditis), પ્રાણવાયુ-અલ્પતા (hypoxia), અમ્લતા (acidosis), હૃદયના વાલ્વ(કપાટ)ની ખામી, હૃદયના પડદામાં છિદ્ર પડવું, પેપિલરી સ્નાયુનું ફાટવું, હૃદયની અતિ ઝડપી, અતિ ધીમી કે અનિયમિત…

વધુ વાંચો >