શિલીન નં. શુક્લ

પુનશ્ચેતનક્રિયા (resuscitation)

પુનશ્ચેતનક્રિયા (resuscitation) : હૃદય કે શ્વસનક્રિયા અચાનક અટકી પડે ત્યારે તેને ફરીથી શરૂ કરવાની સારવાર. હૃદયના ધબકારા અચાનક બંધ થઈ જાય તેને હૃદય-સ્તંભન (cardiac arrest) કહે છે. તેનું મુખ્ય કારણ હૃદયના ધબકારા બંધ થઈ જવા તે છે. તેને હૃદય-નિ:સ્પંદતા (cardiac standstill) પણ કહે છે. ક્યારેક હૃદયના સ્નાયુતંતુઓ અલગ અલગ સંકોચાય…

વધુ વાંચો >

પૂયરોધકો અને ચેપરોધકો (antiseptics and disinfectants)

પૂયરોધકો અને ચેપરોધકો (antiseptics and disinfectants) સૂક્ષ્મજીવોને મારતાં કે તેમની સંખ્યાવૃદ્ધિ અટકાવતાં દ્રવ્યો તે પૂયરોધકો અને સૂક્ષ્મજીવોને મારીને ચેપ લાગતો અટકાવતાં દ્રવ્યો તે ચેપરોધકો. પૂયરોધકો સજીવ પેશી પર લગાડવામાં આવતાં દ્રવ્યો છે. ચેપરોધકો નિર્જીવ પદાર્થ પર લગાવાય છે, જેથી તેના સંસર્ગમાં આવવા છતાં ચેપ લાગતો નથી. નિર્જીવ પદાર્થોને સર્વસૂક્ષ્મજીવમુક્ત (sterilized)…

વધુ વાંચો >

પૂર્વઋતુસ્રાવ તણાવ (premenstrual tension)

પૂર્વઋતુસ્રાવ તણાવ (premenstrual tension) : ઋતુસ્રાવ થાય તેના 7થી 14 દિવસ પહેલાં વારંવાર શરૂ થતી અને ઋતુસ્રાવ શરૂ થાય એટલે પૂરી થતી શારીરિક અને લાગણીલક્ષી તકલીફોનો વિકાર. તેને પૂર્વઋતુસ્રાવ સંલક્ષણ (syndrome) પણ કહે છે. 25થી 40 વર્ષની લગભગ ત્રીજા ભાગની સ્ત્રીઓને ક્યારેક ને ક્યારેક આ પ્રકારની તકલીફ સમયાંતરે થાય છે.…

વધુ વાંચો >

પેટુ (aneurysm)

પેટુ (aneurysm) : લોહીની નસમાં ફુગ્ગાની માફક ફૂલેલો ભાગ, જેમાં લોહી ભરાયેલું હોય. જન્મજાત કારણો કે કોઈ પાછળથી ઉદભવેલાં કારણથી લોહીની નસની દીવાલનો તે ભાગ નબળો પડી ગયેલો હોય છે. તેમાં ભરાયેલું લોહી ગંઠાઈ જાય છે અને તેથી ક્યારેક તેમાંથી લોહીના નાના ગઠ્ઠા છૂટા પડીને શરીરના કોઈ અન્ય ભાગમાં પહોંચી…

વધુ વાંચો >

પેથિડીન (મેપેરિડીન)

પેથિડીન (મેપેરિડીન) : અફીણજૂથનું નશાકારક પીડાશામક (narcotic analgesic) ઔષધ. તે શાસ્ત્રીય રીતે એક ફિનાઇલ પિપરિડીન જૂથનું સંયોજન છે. તેની રાસાયણિક સંરચના નીચે મુજબ છે : તે કેન્દ્રીય ચેતાતંત્રના  પ્રકારના અફીણાભ-સ્વીકારકો સાથે જોડાય છે અને તે કેન્દ્રીય ચેતાતંત્ર તથા આંતરડામાંની ચેતાતંત્રીય પેશીઓ પર અસર કરે છે. કેન્દ્રીય ચેતાતંત્ર પરની તેની અસર…

વધુ વાંચો >

પેન્ટાઝોસીન

પેન્ટાઝોસીન : અફીણજૂથની ઓછી વ્યસનાસક્તિ કરતી, અસરકારક, દુખાવો ઘટાડતી અને સુયોજિત વૈજ્ઞાનિક પ્રયાસોથી સંશ્લેષિત (synthesized) કરાયેલી દવા. તે બેન્ઝોમૉર્ફીન નામના રસાયણમાંથી મેળવાયેલું ઉપોપાર્જિત દ્રવ્ય (derivative) છે. તેનું રાસાયણિક બંધારણ નીચે મુજબ છે : મૉર્ફીનના અણુમાંના 17મા સ્થાનના નાઇટ્રોજન પર એક મોટું અવેજી ઘટક (substituent) છે, જે તેની સમધર્મી-વિષમધર્મી ક્રિયા માટે…

વધુ વાંચો >

પેપ્ટિક ચાંદું (peptic ulcer)

પેપ્ટિક ચાંદું (peptic ulcer) જઠરના પાચકરસના સંસર્ગમાં આવતી શ્લેષ્મકલામાં પડતું ચાંદું(વ્રણ). એક સંકલ્પના પ્રમાણે જઠરના પાચકરસ દ્વારા જઠર કે પક્વાશય-(duodenum)ની દીવાલ(શ્લેષ્મકલા)ના પ્રોટીનનું પચન થાય છે તો ત્યાં ચાંદું પડે છે. તેથી તેને પચિતકલા-ચાંદું (peptic ulcer) કહે છે. પચિતકલા-વ્રણ બે પ્રકારનાં હોય છે : ટૂંકા ગાળાનાં અથવા ઉગ્ર (acute) અને લાંબા…

વધુ વાંચો >

પેપ્ટિક છિદ્રણ (peptic perforation)

પેપ્ટિક છિદ્રણ (peptic perforation) : પેપ્ટિક વ્રણમાંથી કાણું પડવું તે. પક્વાશય (duodenum) કે જઠરમાં લાંબા સમયના ચાંદાને પચિતકલાવ્રણ (peptic ulcer) કહે છે. ક્યારેક તે વિકસીને જઠરમાં કાણું પાડે ત્યારે તેને પચિતકલાછિદ્રણ (peptic perforation) અથવા પેપ્ટિક છિદ્રણ કહે છે. સ્ત્રીઓ કરતાં તે પુરુષોમાં બમણા દરે થાય છે. તે મુખ્યત્વે 45થી 55…

વધુ વાંચો >

પેરાસિટેમૉલ (એસિટિલઍમિનોફિનોલ)

પેરાસિટેમૉલ (એસિટિલઍમિનોફિનોલ) : દુખાવો અને તાવ ઘટાડતું ઔષધ. તે કોલસીડામર(coal-tar)જૂથના પીડાશામક (analgesic) ઔષધ તરીકે પણ ઓળખાય છે. તેનું શાસ્ત્રીય નામ એન-એસિટિલ-4-ઍમિનોફિનોલ છે. તેનો સૌપ્રથમ ઉપયોગ 1893માં ફોન મેરિંગે કર્યો હતો. તે અગાઉ વપરાતી એસિટાનિલિડ અને ફિનેસેટિન નામની દવાઓનું સક્રિય ચયાપચયી શેષદ્રવ્ય છે તેવું જાણમાં આવ્યા પછી 1949થી તે વ્યાપક વપરાશમાં…

વધુ વાંચો >

પેરાસેલ્સસ

પેરાસેલ્સસ (જ. નવેમ્બર 1493, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 24 સપ્ટેમ્બર 1541, સાલ્ઝબર્ગ) : સ્વિસ કીમિયાગર (alchemist) તથા દાક્તર, ઔષધવિજ્ઞાનના સ્થાપક. પિતા ઝુરિક નજીક વૈદું કરતા, જેમણે વૈદક અંગેનું પ્રાથમિક જ્ઞાન આપેલું. સ્ટ્રાસબર્ગમાં સ્થાયી થયા તે અગાઉ ખૂબ મુસાફરી કરેલી. આ મુસાફરી દરમિયાન તેમણે કેટલીક વગદાર વ્યક્તિઓની સારવાર કરી, તેમને સાજા કરેલા. પરિણામે…

વધુ વાંચો >