શિલીન નં. શુક્લ
પિત્ત અને પિત્તમાર્ગ (bile and biliary tract)
પિત્ત અને પિત્તમાર્ગ (bile and biliary tract) યકૃત(liver)માં ઉત્પન્ન થતું પ્રવાહી તથા તેનું વહન કરતી નળીઓ અને તેનો સંગ્રહ કરતી અને સાંદ્રતા વધારતી કોથળીનો સમૂહ. રોજ 600થી 1200 મિ.લિટર જેટલું પિત્ત બને છે. તેને પિત્તરસ પણ કહે છે. તેનાં મુખ્ય 2 કાર્યો છે : (1) ચરબીનું પાચન અને અવશોષણ અને…
વધુ વાંચો >પિનિયલ ગ્રંથિ (pineal gland)
પિનિયલ ગ્રંથિ (pineal gland) : મગજની વચમાં અને પાછળના ભાગમાં આવેલી ગ્રંથિ. તેના કાર્યનું નિયમન પ્રકાશ અને અંધકાર સાથે સંબંધિત હોવાથી તેને પ્રકાશસંવેદી ગ્રંથિ પણ કહે છે. તે શરીરની અંદર રહેલું જાણે ત્રીજું નેત્ર છે, જે તેના રાસાયણિક સ્રાવ (secretion) વડે શરીરના કોષોને અંધકાર (રાત્રિ) થયાનો સંદેશો આપે છે. પ્રકાશસંવેદી…
વધુ વાંચો >પીઠપીડા (backache)
પીઠપીડા (backache) : પીઠમાં દુખાવો થવો તે. ધડના પાછલા ભાગને પીઠ કહે છે. સામાન્ય રીતે તે છાતી અથવા વક્ષ(thorax)ની પાછળનો ભાગ સૂચવે છે. ગળાની પાછળના ભાગને ડોક કહે છે અને પેટની પાછળના ભાગને કેડ, કમર અથવા કટિ (lumbar region) કહે છે. કટિવિસ્તાર લચીલું હલનચલન કરી શકે છે. ડોક અને કેડની…
વધુ વાંચો >પીડા (pain)
પીડા (pain) પેશીને થતા નુકસાનને કારણે ઉદભવતી સંરક્ષણાત્મક, અતિતીવ્ર, તકલીફ કરતી તથા હંમેશાં કોઈક પ્રકારનો પ્રતિભાવ સર્જાવતી સંવેદના. શરીરના મોટાભાગના વિકારો કે રોગોમાં દુખાવો થાય છે. વ્યક્તિને જ્યારે દુખાવો થાય ત્યારે હંમેશાં તેને પ્રતિભાવ રૂપે કોઈક રક્ષણાત્મક ક્રિયા કરવી પડે છે; દા.ત., પગ્ પર વજનદાર વસ્તુ પડે તો તેનાથી ઉદભવતી…
વધુ વાંચો >પીડાશામક ઔષધજન્ય મૂત્રપિંડ-રુગ્ણતા (analgesic nephropathy)
પીડાશામક ઔષધજન્ય મૂત્રપિંડ–રુગ્ણતા (analgesic nephropathy) : પીડાશામક દવા લેવાને કારણે થતો મૂત્રપિંડનો વિકાર. વિવિધ ઔષધો જુદી જુદી રીતે મૂત્રપિંડ તથા મૂત્રમાર્ગ પર આડઅસર રૂપે કે ઝેરી અસર રૂપે નુકસાન કરે છે. પીડાશામક ઔષધ જ્યારે વધુ માત્રામાં લેવામાં આવે ત્યારે તે મૂત્રલનલિકાઓ તથા તેની આસપાસની અંતરાલીય પેશી(interstitial tissue)ને ઈજા કરે છે.…
વધુ વાંચો >પીડાશામકો (analgesics)
પીડાશામકો (analgesics) : દુખાવો ઘટાડતી દવાઓ. દુખાવો મટાડતી દવાઓ અસરકારક, ઓછી જોખમી અને ઝડપથી કાર્ય કરતી હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેમને વાપરવા માટે ત્રિસોપાની પદ્ધતિ (3 step method) દર્શાવી છે. પ્રથમ પગલારૂપે ઍસ્પિરિન, એસિટાઍમિનોફેન (પેરેસિટેમોલ) અથવા બિનસ્ટિરોઇડી પીડાશામક પ્રતિશોથકારી ઔષધો (nonsteroidal analgesic antiinflammatory drugs, NSAIDs) વપરાય છે. જો પીડા…
વધુ વાંચો >પીણાં (beverages) (આયુર્વિજ્ઞાન)
પીણાં (beverages) (આયુર્વિજ્ઞાન) : સ્ફૂર્તિ માટે પિવાતાં પીણાં. જરૂર પડ્યે કેટલીક વાર તે પાણીની અવેજીમાં પણ લેવાય છે. સામાન્ય રીતે તે સામાજિક રીતભાત અને મિલન મુલાકાતોમાં સંપર્ક અને ચર્ચા વધારવા નિમિત્તે વપરાય છે. તેમાં ચા, કૉફી, ફળોના રસ, ઉત્તેજક પાનકો (cordials) અને વાતાન્વિત જલ(aerated water)નો સમાવેશ થાય છે. મદ્યપાનમાં વપરાતા…
વધુ વાંચો >પુખ્તવય
પુખ્તવય : પુખ્તતા પ્રાપ્ત થઈ હોય તેવી ઉંમર. પુખ્તતાની સંકલ્પના માનસિક તેમજ શારીરિક વિકાસ અને યોગ્યતાપ્રાપ્તિ સાથે જોડાયેલી છે. ઉંમરના વધવા સાથે વ્યક્તિનાં જ્ઞાન અને અનુભવ વધે છે અને તેને આધારે તે વ્યક્તિ સ્વતંત્ર નિર્ણયો લઈ શકે તેવી બની શકે છે. જન્મ પછી પણ શરીરનાં વિવિધ અંગો, અવયવો અને અવયવી…
વધુ વાંચો >પુનરાવર્તી વિચાર-કાર્યવળગણ (obsessive-compulsive disorder)
પુનરાવર્તી વિચાર–કાર્યવળગણ (obsessive-compulsive disorder) : વારંવાર બળજબરીથી આવતા (બલિષ્ઠ-આગમની વિચારો, intrusive thoughts)ને તથા બળજબરીપૂર્વક થયે જતા બલિષ્ઠ-આગમની વર્તન(intrusive behaviour)ને અનુક્રમે પુનરાવર્તી બલિષ્ઠ વિચાર-વળગણ (obsession) તથા પુનરાવર્તી બલિષ્ઠ કાર્યવળગણ (compulsion) કહે છે. વળી આ દર્દીએ સારી રીતે જાણે છે કે આ પ્રકારનાં વિચારો કે વર્તન અનૈચ્છિક અને અર્થહીન હોય છે. પુનરાવર્તી…
વધુ વાંચો >પુનર્ઘટન શસ્ત્રક્રિયા (plastic surgery)
પુનર્ઘટન શસ્ત્રક્રિયા (plastic surgery) : શરીરમાં ઉદભવેલી કે કરાયેલી વિકૃતિ પછી મૂળ સ્થિતિ પાછી મેળવવા માટે કરાતી શસ્ત્રક્રિયા. તેના મુખ્યત્વે ત્રણ પ્રકારો છે પૂર્વસ્થિતિ-સ્થાપન (restoration), પુનર્રચના (reconstruction) અને અન્યથાકરણ-(alteration)ની શસ્ત્રક્રિયાઓ. તેમને 2 વિભાગોમાં વહેંચવામાં આવે છે – પુનર્રચનાલક્ષી શસ્ત્રક્રિયા (reconstructive surgery) અને કાંતિવર્ધક (cosmetic) કે શોભાકારી (aesthetic) શસ્ત્રક્રિયા. પુનર્રચનાલક્ષી શસ્ત્રક્રિયા…
વધુ વાંચો >