શિલીન નં. શુક્લ

પરિહૃદ્-કલા (pericardium)

પરિહૃદ્–કલા (pericardium) : હૃદયનું આચ્છાદન બનાવતું તંતુમય (fibrous) આવરણ. તેના વડે બનતા પોલાણને પરિહૃદ્ગુહા (pericardial cavity) કહે છે, જેમાં હૃદય હોય છે. પરિહૃદ્ગુહામાં પ્રવાહી ઝમે છે. તેને પરિહૃદ્-તરલ (પ્રવાહી) કહે છે. તેનું દબાણ કર્ણકમાંના દબાણ કરતાં ઓછું રહે છે. જો તે વધે તો લોહીના પરિભ્રમણમાં ઘણો ઘટાડો થાય છે. પરિહૃદ્-કલાના…

વધુ વાંચો >

પલાડ, જ્યૉર્જ ઇ.

પલાડ, જ્યૉર્જ ઇ. (જ. 19 નવેમ્બર 1912, જેસ્સી, રુમાનિયા; અ. 7 ઑક્ટોબર 2008, ડેલ માર, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : 1974ના શરીરક્રિયાવિદ્યા અને તબીબી વિદ્યાના નોબેલ પુસ્કારના આલ્બર્ટ ક્લૉડ અને ક્રિશ્ચિયન રેની ડે ડુવેના સહવિજેતા. તેમણે કોષની સંરચના અને કાર્ય અંગેનું શોધોદ્ઘાટન (discovery) કર્યું છે. 1940માં પલાડી બુખારેસ્ટ(રુમાનિયા)માં તબીબી વિદ્યાના સ્નાતક બન્યા…

વધુ વાંચો >

પાચન અને પાચનતંત્ર

 પાચન અને પાચનતંત્ર ખોરાકનાં દ્રવ્યોને વિઘટિત કરીને શરીરના પોષણ માટે પ્રવેશલાયક બનાવવાની ક્રિયા અને તે માટેનું અવયવી તંત્ર. તે ક્રિયામાં ભાગ લેતા અવયવો તે પાચનતંત્ર. પાચનક્રિયામાં યાંત્રિક (ભૌતિક) અને રાસાયણિક એમ બે પ્રકારની ક્રિયા થાય છે. ખોરાકનાં દ્રવ્યોને દાંત વડે કચરીને તેનો ભૂકો બનાવાય છે અને તેને લાળ તથા અન્ય…

વધુ વાંચો >

પાઠું (carbuncle)

પાઠું (carbuncle) : મોટાભાગે ડોકના પાછલા ભાગમાં થતું ગૂમડું. તે લાલ ચામડીવાળું, કઠણ અને દુખાવો કરતું હોય છે. સ્ટેફાયલોકૉકસ પ્રકારના જીવાણુ(bacteria)થી થતો ચેપ આમાં કારણભૂત હોય છે. તે જીવાણુથી ચામડીની નીચેની પેશીનો નાશ (gangrene) કરે છે. સામાન્ય રીતે તે 40 વર્ષથી ઉપરના મધુપ્રમેહવાળા પુરુષોમાં જોવા મળે છે. જો યોગ્ય ઍન્ટિબાયૉટિક…

વધુ વાંચો >

પાદપીડ અંતરિત (intermittent claudication)

પાદપીડ, અંતરિત (intermittent claudication) : ચાલતાં ચાલતાં થોડા થોડા સમયે પગના નળાની પાછળના સ્નાયુઓમાં દુખાવો થાય, લંગડાતું ચલાય અને ચાલવાનું બંધ કરવું પડે તેવો વિકાર. મહત્તમ સ્નાયુદુર્બળતા (myasthenia gravis) નામના રોગમાં દર્દી થોડું ચાલે ત્યારે તેના સ્નાયુમાં એકદમ દુર્બળતા આવી જાય અને તે ચાલી ન શકે તથા સ્નાયુ-સંકોચન બંધ થઈ…

વધુ વાંચો >

પાદાંગુલિ વિકૃતિ (talipes) જન્મજાત

પાદાંગુલિ વિકૃતિ (talipes), જન્મજાત : જન્મથી પાદ (foot) કે તેની આંગળીઓના આકારમાં વિકૃતિ હોવી તે. તે ઘણા પ્રકારની હોય છે અને તેમાંની કેટલીક વિકૃતિઓ તો વારસાગત ઊતરી આવે છે. કેડથી નીચે માણસને 2 પગ હોય છે, જેને અધ:ગાત્રો (lower extrimitas) અથવા lower limbs કહે છે. કેડથી ઢીંચણ સુધી જાંઘ, ઢીંચણથી…

વધુ વાંચો >

પાર્કિન્સનનો રોગ

પાર્કિન્સનનો રોગ : સ્નાયુઓના બળમાં ઘટાડો, આગળ નમીને લગભગ દોડતા હોય તેવી ચાલ અને કોઈ કાર્ય ન કરતા હોય ત્યારે થતી હાથની ધ્રુજારીવાળો રોગ. તેથી તેને સક્રિયક લકવો અથવા લકવાસમ પ્રકંપવા(paralysis agitans)ના નામે ઓળખવામાં આવે છે. 1817માં જેમ્સ પાર્કિન્સને તેને સૌપ્રથમ વર્ણવ્યો હતો. તેમણે એ વખતે નોંધ્યું હતું કે આ…

વધુ વાંચો >

પાવલોવ ઇવાન

પાવલોવ, ઇવાન (જ. 26 સપ્ટેમ્બર 1849, ર્યાઝમ (Ryazam), રશિયા; અ. 27 ફેબ્રુઆરી 1936, મૉસ્કો, રશિયા) : પાચનક્રિયા અંગેના તેમના સંશોધનકાર્ય માટે 1904ના તથા તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા અંગેના 1904ના નોબેલ પારિતોષિકવિજેતા. તેમના આ કાર્યને આધારે વધુ વિકાસ કરીને પાચનમાર્ગ પર અન્ય પ્રયોગો કરી શકાયા, જેને કારણે તે અંગેનું જ્ઞાન વિકસ્યું…

વધુ વાંચો >

પાંડુતા (anaemia)

પાંડુતા (anaemia) લોહીમાં હીમોગ્લોબિનનું પ્રમાણ ઘટે, રક્તકોષો(લાલ કોષો)ની સંખ્યા ઘટે અથવા રક્તકોષદળ (haematocrit) ઘટે તેને પાંડુતા કહે છે. લોહીમાંના રક્તકોષોના કુલ કદની ટકાવારીને રક્તકોષદળ કહે છે. તેને કારણે શરીર ફિક્કું લાગે છે. આંખની પલકની અંદરની સપાટી, હોઠ, જીભ તથા નખનો ગુલાબી રંગ ઝાંખો પડે છે અને તીવ્ર પાંડુતા હોય તો…

વધુ વાંચો >

પિતૃત્વ કે માતૃત્વનું નિશ્યયન (fixation of paternity or maternity)

પિતૃત્વ કે માતૃત્વનું નિશ્ચયન (fixation of paternity or maternity) : ન્યાયસહાયક આયુર્વિજ્ઞાનની મદદથી બાળકનાં માતા કે પિતા કોણ છે કે તેનો વિવાદ હોય ત્યારે કોઈ ચોક્કસ વ્યક્તિ તેની માતા કે પિતા હોઈ શકે કે નહિ તે દર્શાવવાની પદ્ધતિ. સામાન્ય રીતે આવો વિવાદ બાળક લગ્નના સમયગાળામાં ન જન્મ્યું હોય ત્યારે થાય…

વધુ વાંચો >