શિલીન નં. શુક્લ

કૌમાર્ય (virginity)

કૌમાર્ય (virginity) : કદીયે જાતીય સંભોગ ન થયો હોય તેવી સ્ત્રીની સ્થિતિ. તેને કારણે સ્ત્રીને ઘણા રોગો થતા નથી; પરંતુ સાથે સાથે તેનામાં બીજા કેટલાક પ્રકારના રોગોનું પ્રમાણ વધે છે. તેનું સામાજિક, તબીબી તથા તબીબી-કાયદાકીય (medicolegal) મહત્વ ઘણું છે. સ્ત્રીના અખંડ કૌમાર્ય સૂચવતાં ચિહનો તેનાં જનન-અંગો તથા સ્તન પરથી જાણી…

વધુ વાંચો >

ક્રિક ફ્રાન્સિસ હૅરી કૉમ્પ્ટન

ક્રિક, ફ્રાન્સિસ હૅરી કૉમ્પ્ટન : (જ. 8 જૂન 1916, નૉર્થમ્પ્ટન, ઇંગ્લૅન્ડ; અ. 28 જુલાઈ 2004, સાન ડિયાગો, કૅલિફૉર્નિયા) : જેમ્સ ડી. વૉટ્સન તથા મૉરિસ એચ. એફ. વિલ્કિન સાથે શરીરક્રિયાશાસ્ત્ર અથવા તબીબી વિજ્ઞાનનું 1962માં નોબેલ પારિતોષિક મેળવનાર વિજ્ઞાની. તેમણે ન્યૂક્લિઇક ઍસિડના અણુની રચના શોધી અને તેની દ્વારા સજીવોમાં માહિતીના પ્રસાર(transfer)નું મહત્ત્વ…

વધુ વાંચો >

ક્રિયા-વિભવ (action potential)

ક્રિયા-વિભવ (action potential) : બાહ્ય પરિબળને કારણે કોષપટલ(cell-membrane)ની સોડિયમ માટેની પારગમ્યતા (permeability) બદલાવાથી ઉદભવતા પટલ (membrane) વિભવના ફેરફારની પ્રક્રિયા. કોષોના બાહ્ય આવરણરૂપ કોષપટલની બંને બાજુનાં આયનોનું પ્રમાણ અલગ અલગ હોય છે. તેનું કારણ કોષપટલની પૂર્વનિશ્ચિત અપૂર્ણ પારગમ્યતા (semipermeability) છે. કોષપટલની બંને બાજુનાં આયનોના અલગ પ્રમાણને કારણે બંને બાજુના વિદ્યુતભારમાં તફાવત…

વધુ વાંચો >

ક્રિયેટિનીન, સીરમ-સપાટી

ક્રિયેટિનીન, સીરમ-સપાટી : મૂત્રપિંડની કાર્યશીલતા દર્શાવતી મહત્વની નિદાનલક્ષી કસોટી. આ પ્રકારની બે કસોટીઓ છે; લોહીમાં યુરિયા-નાઇટ્રોજનનું પ્રમાણ અને સીરમ(રુધિરરસ)માં ક્રિયેટિનીનની સપાટી. ક્રિયેટિનીનની સીરમ-સપાટી મૂત્રપિંડની નિષ્ફળતાનો સચોટ આંક દર્શાવે છે. ખોરાકમાં જો પ્રોટીનનું પ્રમાણ વધુ હોય તો મૂત્રપિંડની સામાન્ય કાર્યશીલતા સાથે પણ લોહીમાં યુરિયાનું પ્રમાણ વધે છે. આમ લોહીમાં યુરિયાનું પ્રમાણ…

વધુ વાંચો >

ક્રેબ્ઝ, હાન્સ ઍડોલ્ફ (સર)

ક્રેબ્ઝ, હાન્સ ઍડોલ્ફ (સર) (જ. 25 ઑગસ્ટ 1900, હિલ્ડેશેઇમ, પશ્ર્ચિમ જર્મની; અ. 22 નવેમ્બર 1981, ઑક્સફર્ડ) : ગ્રેટ બ્રિટનના પ્રસિદ્ધ જૈવરસાયણશાસ્ત્રી. ક્રેબ્ઝ-ચક્ર અથવા ટ્રાઇકાબૉર્ક્સિલિક ઍસિડ-ચક્ર અથવા સાઇટ્રિક ઍસિડ-ચક્રની શોધ બદલ 1953માં ફિઝિયૉલૉજી અથવા મેડિસિનના નોબેલ પુરુસ્કારના લિપ્મૅન ફિટ્ઝ આલ્બર્ટ સાથે સહવિજેતા. યહૂદી ચિકિત્સકના આ પુત્રે ગોટન્જન, ફ્રાઇબુર્ગ, મ્યૂનિક, બર્લિન અને…

વધુ વાંચો >

ક્રૉગ, શેક ઑગસ્ટ સ્ટીનબર્ગ

ક્રૉગ, શેક ઑગસ્ટ સ્ટીનબર્ગ (જ. 15 નવેમ્બર 1874, ગ્રેના, ડેન્માર્ક; અ. 13 સપ્ટેમ્બર 1949, કૉપનહેગન) : 1920માં શરીરક્રિયાશાસ્ત્ર અને તબીબીવિજ્ઞાન શાખાના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમની શોધનો વિષય હતો કેશવાહિનીઓ(capillaries)ની સંકોચન-વિસ્ફારણ (contraction-dilatation)ની પ્રવિધિનું નિયમન. તેમના સંશોધનકાર્યનો મહત્વનો ફાળો માણસની શ્વસનક્રિયા અને પેશીઓમાં લોહીની વહેંચણી તથા પરિભ્રમણની પ્રક્રિયાના ક્ષેત્રમાં છે. ક્રૉગ તથા…

વધુ વાંચો >

ક્રોનનો રોગ

ક્રોનનો રોગ (Crohn’s disease) : આંતરડામાં લાંબા ગાળાનો શોથજન્ય (inflammatory) રોગ. તેને સ્થાનિક અંતાંત્રશોથ (regional ileitis) પણ કહે છે. તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી; પરંતુ જનીનીય (genetic) અને પ્રતિરક્ષાલક્ષી (immunological) પરિબળોની અસર તેમાં કારણભૂત મનાય છે. તેને કારણે મોંથી ગુદા સુધીના સમગ્ર અન્નમાર્ગમાં જુદી જુદી જગ્યાએ, અનિયમિતપણે રોગગ્રસ્ત વિસ્તારો(lesions)…

વધુ વાંચો >

ક્લૉડ, આલ્બર્ટ

ક્લૉડ, આલ્બર્ટ (જ. 24 ઑગસ્ટ 1898, લેન્જિયર, બેલ્જિયમ; અ. 22 મે 1983, બ્રસેલ્સ) : સી. આર. ડેડુવે તથા જ્યૉર્જ એમિલ પેલેડે સાથે 1974ના શરીરક્રિયાશાસ્ત્ર અને તબીબી વિજ્ઞાનના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેમણે કોષની રચના અને કાર્યલક્ષી બંધારણ સંબંધિત સંશોધનો કર્યાં હતાં. આલ્બર્ટ ક્લૉડ કોષવિદ (cytologist) હતા અને તેમણે બેલ્જિયમની લેઇગી યુનિવર્સિટીમાં તબીબી…

વધુ વાંચો >

ક્લૉરોક્વિન

ક્લૉરોક્વિન : મલેરિયા સામે વપરાતું ઔષધ. તે એમિનૉક્વિનોલિન જૂથની દવા છે. મલેરિયાનો રોગ પ્લાઝમોડિયમ પ્રજાતિના સૂક્ષ્મ જીવો ઉત્પન્ન કરે છે. તેમાં 4 જાતિઓ છે – પી. વાયવૅક્સ, પી. ફાલ્સિપેરમ, પી. મલેરી અને પી. ઑવેલી. માણસના શરીરમાં તે લોહીના રક્તકોષોમાં વૃદ્ધિ અને વિકાસ કરે છે. કેટલાક પ્રકારોમાં યકૃત (liver) અને બરોળ(spleen)ના…

વધુ વાંચો >

ક્વિનિડીન

ક્વિનિડીન : હૃદયના ધબકારાની અનિયમિતતાની સારવાર માટે વપરાતું ઔષધ. ક્વિનિડીન સિંકોનાની છાલમાંથી મળતું ક્વિનીન જેવું એક આલ્કેલૉઇડ છે. તે હૃદયની તાલબદ્ધતા(rhythm)ના વિકારોમાં વપરાતાં ઔષધોના IA જૂથનું છે. આ જૂથનાં ઔષધો કોષપટલ પર આવેલા સોડિયમ-માર્ગ(sodium-channel)ને અવરોધે છે અને તેથી હૃદયના સ્નાયુને જ્યારે ઉત્તેજિત કરવામાં આવે ત્યારે તેના ક્રિયાવિભવ (action potential)ના ‘O’…

વધુ વાંચો >