શિલીન નં. શુક્લ

કૅન્સર થાઇરૉઇડ ગ્રંથિનું

કૅન્સર, થાઇરૉઇડ ગ્રંથિનું : થાઇરૉઇડ ગ્રંથિનું કૅન્સર થવું તે. ગળામાં શ્વાસનળીની આગળ થાઇરૉઇડ ગ્રંથિ આવેલી છે. તેને ગલગ્રંથિ (thyroid gland) કહે છે. તે એક અંત:સ્રાવી (endocrine) ગ્રંથિ છે. તે પતંગિયા આકારની ગ્રંથિ છે. તેના બે ખંડો (lobes) ગલગ્રંથિસેતુ(isthmus)થી જોડાયેલા હોય છે. થાઇરૉઇડ ગ્રંથિ થાઇરૉક્સિન અને કૅલ્સિટોનિન નામના અંત:સ્રાવોનું ઉત્પાદન કરે…

વધુ વાંચો >

કૅન્સર નાના આંતરડાનું

કૅન્સર, નાના આંતરડાનું : તે જઠર અને મોટા આંતરડા વચ્ચે આવેલું પાતળું, પરંતુ લાંબું, નળી જેવું અવયવ છે. તેનું મુખ્ય કાર્ય ખોરાકનું પાચન અને પોષક દ્રવ્યોનું અવશોષણ છે. તેને લઘુઆંત્ર (small intestine) કહે છે અને તેના 3 ભાગ છે – પક્વાશય (duodenum), મધ્યાંત્ર (jejunum) અને અંતાંત્ર (ileum). પિત્ત અને સ્વાદુપિંડની…

વધુ વાંચો >

કૅન્સર પિત્તમાર્ગ(biliary tract)નું

કૅન્સર, પિત્તમાર્ગ(biliary tract)નું : પિત્તાશય (gall bladder) તથા પિત્તનળીઓ(bile ducts)નું કૅન્સર. યકૃતમાંથી બે યકૃતનલિકાઓ (hepatic ducts) નીકળે છે જે જોડાઈને મુખ્ય યકૃતનલિકા (common hepatic duct) બનાવે છે. યકૃતમાં બનતું પિત્ત આ નળી દ્વારા પિત્તાશયમાં એકઠું થાય છે. પિત્તાશય 7થી 10 સેમી. લાંબી કોથળી જેવું છે. તે યકૃતની નીચેની સપાટી પર…

વધુ વાંચો >

કૅન્સર પુર:સ્થ (prostate) ગ્રંથિનું

કૅન્સર, પુર:સ્થ (prostate) ગ્રંથિનું : પુરુષોના જનનમાર્ગ(genital tract)માં શુક્રપિંડ અથવા વૃષણ (testis), શુક્રવાહિની (vas deferens), વીર્યસંગ્રાહિકા (seminal vesicles), પુર:સ્થ અથવા પ્રોસ્ટેટ (prostate) ગ્રંથિ વગેરે આવેલાં છે. શુક્રપિંડમાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે. શુક્રપિંડમાંથી નીકળતી શુક્રવાહિની અને વીર્યસંગ્રાહિકાની નળી મળીને બહિ:ક્ષેપી નળી (ejaculatory duct) બને છે. પુર:સ્થ ગ્રંથિ મૂત્રાશયની નીચે આવેલી છે.…

વધુ વાંચો >

કૅન્સર ફેફસા(lung)નું

કૅન્સર, ફેફસા(lung)નું : ફેફસાનું કૅન્સર થવું તે. ફેફસું શ્વસનતંત્રનો અવયવ છે. છાતીમાં બે ફેફસાં આવેલાં છે જેમાં શ્વાસનળી(trac-hea)માંથી આવતી હવા શ્વસનનલિકા (bronchus) દ્વારા પ્રવેશ પામે છે. ફેફસામાં આવતી ફુપ્ફુસ (ફેફસી, pulmonary) ધમનીમાંનું કાર્બન ડાયૉક્સાઇડવાળું અશુદ્ધ લોહી વાયુપોટા(alveoli)ની આસપાસથી પસાર થાય છે ત્યારે સાદા પ્રસરણ(diffusion)ના સિદ્ધાંતને આધારે તેમાં ઑક્સિજન ભળે છે.…

વધુ વાંચો >

કૅન્સર – બહુસ્થાની મજ્જાર્બુદ(multiple myeloma)નું

કૅન્સર, બહુસ્થાની મજ્જાર્બુદ(multiple myeloma)નું : હાડકાના પોલાણમાં આવેલી અસ્થિમજ્જામાં પ્લાઝમાકોષોનું એકકોષગોત્રી (monoclonal) સંખ્યાવૃદ્ધિથી થતું કૅન્સર. તેને બહુમજ્જાર્બુદ પણ કહે છે. તે લોહી બનાવતી પેશીઅસ્થિમજ્જા(bone marrow)-ના કોષોનું હાડકાંને અસરગ્રસ્ત કરતું કૅન્સર છે. હાડકાંના બહારના કઠણ ભાગને બાહ્યક (cortex) કહે છે. હાડકાંના પોલાણમાં માવા જેવી મૃદુપેશી હોય છે. તેને અસ્થિમજ્જા કહે છે.…

વધુ વાંચો >

કૅન્સર – બાળકોનું

કૅન્સર, બાળકોનું : બાળકોમાં થતા કૅન્સરનો રોગ. બાળકો અને પુખ્ત વયની વ્યક્તિઓમાં થતા કૅન્સરમાં કેટલાક ચોક્કસ તફાવતો છે. પુખ્ત વયે થતાં કૅન્સર મોટે ભાગે સપાટી પરના કોષોમાં ઉદભવે છે અને તેથી તે અધિચ્છદીય (epithelial) પ્રકારનાં હોય છે. મુખ્યત્વે વાતાવરણ અને જીવનશૈલીને કારણે વિવિધ પરિબળો સાથે પુખ્તવયની વ્યક્તિ સંસર્ગમાં આવવાથી તે…

વધુ વાંચો >

કૅન્સર – ભગોષ્ઠ(vulva)નું

કૅન્સર, ભગોષ્ઠ(vulva)નું : ભગોષ્ઠ સ્ત્રીઓનું બાહ્ય જનનાંગ છે. તેમાં અલગ છિદ્રો દ્વારા યોનિ તથા મૂત્રાશયનળી ખૂલે છે. આમ તે અનુક્રમે પ્રજનનમાર્ગ અને મૂત્રમાર્ગનું બહારનું દ્વાર છે. સ્ત્રીઓનાં બાહ્ય જનનાંગમાં ગાંઠ કરતા વિવિધ પ્રકારના વિકારો ઉદભવે છે, જેમ કે દુ:પોષી ક્ષીણતા (dystrophy), અધિચ્છદાંત: નવવિકસન (intraepithelial neoplasia), બોવેનૉઇડ પેપ્યુલોસિસ, કોન્ડાયલોમા અને લાદીસમ(શલ્કસમ)કોષી…

વધુ વાંચો >

કૅન્સર – મગજ અને ચેતાતંત્રીયનાં

કૅન્સર, મગજ અને ચેતાતંત્રીયનાં : મોટું મગજ, નાનું મગજ, કરોડરજ્જુ તથા પીયૂષિકા (pituitary) ગ્રંથિનું કૅન્સર થવું તે. મોટું મગજ, નાનું મગજ અને પીયૂષિકા ગ્રંથિની ગાંઠોને ખોપરીમાંની ગાંઠો અથવા અંત:કર્પરી અર્બુદો (intracranial tumours) પણ કહે છે. મગજ અને કરોડરજ્જુને કેન્દ્રીય ચેતાતંત્ર (central nervous system) કહે છે. તેમની ગાંઠોને કેન્દ્રીય ચેતાતંત્રીય ગાંઠો…

વધુ વાંચો >

કૅન્સર – મધ્યસ્તરીય પેશી(mesothelioma)નું

કૅન્સર, મધ્યસ્તરીય પેશી(mesothelioma)નું : ફેફસાં, હૃદય, પેટના વિવિધ અવયવોનાં આવરણો તથા શુક્રપિંડની આસપાસનું શ્વેત આવરણ (tunica vaginalis) ગર્ભના મધ્યસ્તર(mesothelium)-માંથી બને છે. તેનું કૅન્સર માંસાર્બુદ કે યમાર્બુદ (sarcoma) જૂથનું કૅન્સર ગણાય છે. ફેફસાના આવરણમાં થતું કૅન્સર સામાન્ય રીતે ઍસ્બેસ્ટૉસના સંસર્ગથી થાય છે. આમ તે એક વ્યવસાયજન્ય (occupational) કૅન્સર ગણાય છે. ઍસ્બેસ્ટૉસના…

વધુ વાંચો >