શિલીન નં. શુક્લ
ઉપવાસ
ઉપવાસ ઉપવાસ (હિંદુ ધર્મમાં) ઉપવાસ (उप + वस्) એટલે સમીપે રહેવું. ઇન્દ્રિય નિગ્રહપૂર્વક મનને ઇષ્ટદેવમાં પરોવવું એ તેનો ફલિતાર્થ છે. વૈદિક તેમજ સ્માર્ત કર્મકાંડમાં મુખ્ય કર્મવિધિ જે દિવસે કરવાનો હોય તેના આગલા દિવસે યજમાને તે કર્મમાં ઉપયુક્ત સાધનસંભાર અગ્નિશાળામાં એકઠાં કરી, દીક્ષા ગ્રહણ કરી, અનૃત વ્યવહાર તજી, સત્યાચરણપૂર્વક રાત્રે અગ્નિશાળામાં…
વધુ વાંચો >ઉપાંગાભાસ (phantom limb)
ઉપાંગાભાસ (phantom limb) : હાથ, પગ, સ્તન કે પ્રજનનેન્દ્રિય જેવાં ઉપાંગો ગુમાવ્યા પછી પણ તે શરીર સાથે જોડાયેલાં છે તેવો આભાસ. ક્યારેક તેમાં કોઈ કારણ વગર સખત પીડા પણ થાય છે. પીડાનાશક દવા, ચેતા (nerve), ચેતામૂળ કે કરોડરજ્જુના છેદન જેવી ક્રિયાઓથી પણ આ પીડા શમતી નથી. ઉપાંગનું ધડથી જેટલું નજીકનું…
વધુ વાંચો >ઉભયલિંગિતા
ઉભયલિંગિતા (hermaphroditism) : શુક્રગ્રંથિ તથા અંડગ્રંથિ એમ બંને પ્રકારની જનનગ્રંથિઓની પેશીઓ એકસાથે એક જ વ્યક્તિમાં હોય તેવો વિકાર. ગ્રીક દંતકથાઓમાં આદિપુરુષ હર્મિસ (hermes) અને આદિસ્ત્રી એફ્રોડાઇટ(aphrodite)થી જન્મેલા દેવ હર્મૅફ્રોડિટસ(hermaphroditus)ના નામ પરથી આ વિકારને અંગ્રેજીમાં hermaphroditism કહે છે. આ ગ્રીક દેવનું માથું અને છાતી સ્ત્રી જેવાં હતાં. જ્યારે તેના શરીરનો નીચેનો…
વધુ વાંચો >ઋતુનિવૃત્તિકાળ
ઋતુનિવૃત્તિકાળ (menopause) : ઋતુસ્રાવચક્રોનું બંધ થવું તે. પ્રજનનનિવૃત્તિકાળ (climecteric) અને ઋતુનિવૃત્તિકાળને ક્યારેક એક ગણવામાં આવે છે, પરંતુ ઋતુનિવૃત્તિકાળ તો પ્રજનન-નિવૃત્તિકાળનું એક લક્ષણ માત્ર છે. પ્રજનનનિવૃત્તિકાળમાં 1થી 5 વર્ષ દરમિયાન, જનનગ્રંથિઓ(gonads)ના અંત:સ્રાવો (hormones) ઘટે છે અને તેથી જનનાંગો (genitalia) પણ નાનાં થાય છે. પ્રજનનનિવૃત્તિકાળ ફક્ત માનવજાતમાં વિશિષ્ટ રૂપે જોવા મળે છે.…
વધુ વાંચો >ઋતુસ્રાવ કષ્ટદાયી
ઋતુસ્રાવ, કષ્ટદાયી (dysmenarrhoea) : દુખાવા સાથે થતો ઋતુસ્રાવ. તેને કષ્ટાર્તવ અથવા દુરઋતુસ્રાવ પણ કહે છે. પહેલાંનાં વર્ષોમાં ઋતુસ્રાવ સમયના દુખાવાનું કારણ નીચલા જનનમાર્ગમાં અવરોધ (obstruction) થાય છે એવું મનાતું હતું. તેથી 1832માં મેકિન્ટોશે ગર્ભાશયગ્રીવા(cervix)ની નલિકાને પહોળી કરીને કેટલાક કિસ્સાઓમાં તેની સફળતાપૂર્વક સારવાર કરી હતી. તેનાં કારણોના અજ્ઞાનને લીધે અંડગ્રંથિ કાઢી…
વધુ વાંચો >ઋતુસ્રાવચક્ર
ઋતુસ્રાવચક્ર (menstrual cycle) : ચક્રીય નિયમિતતાથી ગર્ભાશયની અંદરની દીવાલની વૃદ્ધિ થવી અને ત્યારબાદ તેનું વિઘટન થતાં તેના ભાગોનું લોહીની સાથે બહાર વહી જવું તે. આ સમગ્ર યોજના પ્રતિમાસ પીયૂષિકા(pituitary)ગ્રંથિ અને અંડગ્રંથિ-(ovary)ના અંત:સ્રાવોની અસર હેઠળ થાય છે. ઋતુસ્રાવચક્ર ફક્ત માનવસ્ત્રી અને ઉત્ક્રાંતિ પામેલા વાનરની માદામાં જ જોવા મળે છે. 10થી 16…
વધુ વાંચો >ઋતુસ્રાવ વિકારો
ઋતુસ્રાવ વિકારો (menstrual disorders) : ઋતુસ્રાવ વધુ, ઓછો, સતત, વહેલો, મોડો કે અનિયમિત આવે તે. તેમાં ઋતુસ્રાવ-સ્તંભન (amenorrhoea), ઋતુસ્રાવનિવૃત્તિ (menapause) કે કષ્ટદાયી ઋતુસ્રાવ(dysmenorrhoea)ને આવરી લેવાતા નથી. ઋતુસ્રાવનું પ્રમાણ વધે (અતિઋતુસ્રાવતા, menorrhagia) કે ઘટે (અલ્પઋતુસ્રાવતા, hypomenorrhoea) અથવા તે 3 અઠવાડિયાં કરતાં વહેલો આવે (ત્વરિત ઋતુસ્રાવતા, polymenorrhoea) કે 6 અઠવાડિયાં કરતાં મોડો…
વધુ વાંચો >ઋતુસ્રાવસ્તંભન
ઋતુસ્રાવસ્તંભન (amenorrhoea) : પુખ્ત સ્ત્રીમાં ઋતુસ્રાવ ન થવો તે. જો ઋતુસ્રાવ 18 વર્ષની વય સુધીમાં શરૂ ન થાય તો તેને પ્રારંભિક (primary) ઋતુસ્રાવસ્તંભન કહે છે. ઋતુસ્રાવચક્રો શરૂ થયા પછી જો ઋતુસ્રાવ બંધ થાય તો તેને આનુષંગિક (secondary) ઋતુસ્રાવસ્તંભન કહે છે. જો ગર્ભાશયગ્રીવા (cervix) અથવા યોનિ (vagina) અવિકસિત કે વિકૃત હોય…
વધુ વાંચો >એઇડ્ઝ
એઇડ્ઝ (acquired immuno-deficiency syndrome-AIDS) માનવપ્રતિરક્ષા-ઊણપકારી વિષાણુ(human immuno deficiency virus, HIV)ના ચેપથી થતો રોગનો છેલ્લો તબક્કો. AIDS–ઉપાર્જિત પ્રતિરક્ષા ઊણપ સંલક્ષણનું અંગ્રેજી મૂળાક્ષરોથી બનાવેલું સંક્ષિપ્ત નામ છે. શરીરની ચેપજન્યરોગોનો પ્રતિકાર કરનાર તંત્રને પ્રતિરક્ષા તંત્ર (immune system) કહે છે. તેવી ક્ષમતાને પ્રતિરક્ષા (immunity) કહે છે. તે 2 પ્રકારની છે : રસાયણો દ્વારા થતી…
વધુ વાંચો >એક્સ-રે વિદ્યા
એક્સ-રે વિદ્યા : એક્સ-રે, અન્ય વિકિરણો (radiation) અને બિન-વિકિરણશીલ તરંગોની મદદથી નિદાન અને સારવાર કરવાની તબીબી શાખા. નિદાન માટે વિવિધ ચિત્રણો (images) મેળવાય છે, જ્યારે સારવારના ક્ષેત્રે વિકિરણચિકિત્સા (radiotherapy) અને અંત:ક્રિયાલક્ષી (interventional) અથવા સહાયક એક્સ-રે વિદ્યા વિકસ્યાં છે. બીજા વિશ્વયુદ્ધ પછી અલ્ટ્રાસોનોગ્રાફી (જુઓ : અલ્ટ્રા- સોનોગ્રાફી અને અલ્ટ્રાસોનોગ્રાફી, સગર્ભાવસ્થામાં) તથા…
વધુ વાંચો >