શિક્ષણ
ગામઠી શાળા
ગામઠી શાળા : ગામઠી રીત પ્રમાણે શિક્ષણ આપતી શાળા. ‘ગામઠી’ શબ્દનો અર્થ દેશી કારીગરીનું, ગામને લગતું કે ગામ સંબંધી થાય. ગામઠી શાળા એટલે ધૂળી શાળા કે ધૂડી શાળા. પાટલા ઉપર ધૂળ નાખીને ભણાવાતું હોય તેવી શાળા. જ્યારે પથ્થરપાટી કે પેન જેવાં સાધનો વપરાશમાં ન હતાં ત્યારે સમતલ સપાટી ઉપર ઝીણી…
વધુ વાંચો >ગાંધી વિદ્યાપીઠ, વેડછી
ગાંધી વિદ્યાપીઠ, વેડછી : ગાંધીવાદી કેળવણીકાર જુગતરામભાઈની 40 વર્ષની સાધના અને આરાધનાને પરિણામે આકાર પામેલી સંસ્થા. 1967માં તેની સ્થાપના થઈ તેના ચાર દાયકા પહેલાં આદિવાસીઓના સર્વાંગીણ વિકાસ માટે ચૂનીભાઈ મહેતા અને જુગતરામભાઈ દવેએ વેડછીમાં આશ્રમ સ્થાપી ખાદી અને બુનિયાદી શિક્ષણનાં માધ્યમો દ્વારા આદિવાસીઓમાં શિક્ષણ અને સ્વાવલંબનનું સંસ્કાર-સિંચન કરવા માંડ્યું હતું.…
વધુ વાંચો >ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)
ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…
વધુ વાંચો >ગુજરાત કેળવણી પરિષદ
ગુજરાત કેળવણી પરિષદ : શિક્ષણની સર્વગ્રાહી વિચારણા માટે ભરાયેલી પરિષદ. પ્રથમ પરિષદ 23 અને 24 ઑક્ટોબર 1916ના દિવસે ચીમનલાલ સેતલવડના પ્રમુખપદે અમદાવાદમાં મળી હતી. મહાત્મા ગાંધી, રણજિતરામ, ઇન્દુલાલ યાજ્ઞિક, સુમંત મહેતા વગેરે કાર્યકરો તથા ગુજરાતનાં દેશી રાજ્યોના વિદ્યાધિકારીઓએ તેમાં હાજરી આપી ચર્ચામાં ભાગ લીધો હતો. આ પરિષદમાં નીચે મુજબના ઠરાવો…
વધુ વાંચો >ગુજરાત કૉલેજ
ગુજરાત કૉલેજ : ગુજરાત પ્રદેશની જૂનામાં જૂની કૉલેજ. સ્થાપના 13 જુલાઈ 1861. 1855ના મે માસના સરકારી ગેઝેટમાં મુંબઈ સરકારે અમદાવાદમાં કૉલેજ સ્થાપવાની જાહેરાત કરેલી. 1856માં મુંબઈ સરકારે ઉત્તર વિભાગના શિક્ષણ નિરીક્ષક તરીકે થિયોડોર હોપની નિમણૂક કરી હતી. 1856ના એપ્રિલની બીજી તારીખે થિયોડોર હોપના પ્રયત્નથી અમદાવાદમાં કૉલેજ સ્થાપવાના પ્રશ્નની ચર્ચા કરવા…
વધુ વાંચો >ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી : ગુજરાત રાજ્યમાં સ્થપાયેલ પશ્ચિમ ભારતની એક મોટામાં મોટી યુનિવર્સિટી. સ્થાપના : 1949. જૂના મુંબઈ પ્રાંતે પસાર કરેલ ‘ધ ગુજરાત યુનિવર્સિટી ઍક્ટ, 1949’ અન્વયે તેનું નિર્માણ થયું. ગુજરાત યુનિવર્સિટીના કૅમ્પસનો કુલ વિસ્તાર 250 એકર છે. ગુજરાત યુનિવર્સિટી ઍક્ટ (1949) દ્વારા ‘શિક્ષણ તેમજ જોડાણ આપતી’ (teaching and affiliating) યુનિવર્સિટી…
વધુ વાંચો >ગ્રામદક્ષિણામૂર્તિ
ગ્રામદક્ષિણામૂર્તિ : 1938માં ભાવનગર પાસે આંબલા ગામમાં નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપવામાં આવેલી સંસ્થા. 1910માં ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન સ્થાપી શિક્ષણમાં ચારિત્ર્યઘડતરને અને વિદ્યાર્થીને મહત્વનું સ્થાન આપનાર નાનાભાઈ ભટ્ટ દેશમાં જાણીતા કેળવણીકાર હતા. ગાંધીવિચારે રાષ્ટ્રીય કેળવણી દ્વારા ગ્રામવિકાસની અનિવાર્યતા પ્રતીત થતાં તેમણે એકલાએ દક્ષિણામૂર્તિ સંસ્થા સ્થાપીને પ્રસ્થાન કર્યું હતું. આ સંસ્થા મૂળમાં…
વધુ વાંચો >ગ્રીન, ટૉમસ હિલ
ગ્રીન, ટૉમસ હિલ (જ. 7 એપ્રિલ 1836, બર્કીન, યૉર્કશાયર; અ. 26 માર્ચ 1882, ઑક્સફર્ડ) : ઓગણીસમી સદીના ઇંગ્લૅન્ડના જાણીતા શિક્ષણકાર તથા આદર્શવાદી રાજકીય ચિંતક. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં શિક્ષણ લઈ તેમણે ત્યાં જ ફેલો, વ્યાખ્યાતા અને પ્રોફેસર તરીકે કાર્ય કરીને તેમના સમયમાં પ્રભાવક અને અસરકારક સ્થાન પ્રાપ્ત કર્યું, યુનિવર્સિટી અને સમાજ વચ્ચે…
વધુ વાંચો >ચારુતર વિદ્યામંડળ
ચારુતર વિદ્યામંડળ : ખેડા જિલ્લાના હાર્દ સમા ચરોતર પ્રદેશમાં કરમસદ, બાકરોલ અને આણંદના ત્રિભેટે આવેલી નિર્જન અને ભેંકાર વગડાની ભૂમિ ઉપર વલ્લભવિદ્યાનગર નામના એક વિરલ વિદ્યાધામનો 1946માં ઉદય થયો. ગ્રામસમાજના પુનરુત્થાન તથા સર્વાંગી વિકાસના સ્વપ્નને સાકાર કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી બાહોશ ઇજનેર ભાઈલાલભાઈ દ્યાભાઈ પટેલ (ભાઈકાકા) અને નિષ્ઠાવાન…
વધુ વાંચો >ચૌહાણ, આશિષ
ચૌહાણ, આશિષ (જ. 16 માર્ચ, 1968, અમદાવાદ, ગુજરાત) : નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઇ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઇઓ) અને મૅનેજિંગ ડાયરેક્ટર (એમડી). બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (બીએસઇ)ના પૂર્વ એમડી અને સીઇઓ, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(યુજીસી)ના સભ્ય તથા પ્રયાગરાજ (અલ્લાહાબાદ) યુનિવર્સિટીના ચાન્સેલર. આઇઆઇટી, બૉમ્બે અને આઇઆઇએમ, કલકત્તામાંથી ટૅક્નૉક્રેટ. મૂળે ગુજરાતી આશિષ ચૌહાણે પ્રાથમિક શિક્ષણ…
વધુ વાંચો >