શિક્ષણ

ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ

ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ : અમદાવાદની ગુજરાત વિદ્યાસભા દ્વારા સંચાલિત ઉચ્ચ કક્ષાના અધ્યયન-સંશોધન માટેની વિદ્યાસંસ્થા. ગુજરાતી ભાષા તથા સાહિત્યના વિકાસ અર્થે તેમજ ગુજરાતીમાં શિક્ષણના પ્રસાર માટે અમદાવાદમાં સન 1848માં સ્થપાયેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સમય જતાં ગુજરાતની અગ્રગણ્ય વિદ્યાસંસ્થા બની. 1939માં એણે આચાર્ય આનંદશંકર ધ્રુવના માર્ગદર્શન નીચે ઉચ્ચ અભ્યાસ અને…

વધુ વાંચો >

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી – વડોદરા

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા : પશ્ચિમ ભારતની જાણીતી યુનિવર્સિટી. મહારાજા સયાજીરાવના નામ સાથે જોડાયેલી આ યુનિવર્સિટીની સ્થાપના તા. 30 એપ્રિલ 1949ના દિવસે ગુજરાતમાં વડોદરામાં થઈ. સ્થાપનાનું બીજ વીસમી સદીના પ્રથમ દાયકામાં જ રોપાયું હતું. વડોદરા કૉલેજના આચાર્ય ડૉ. જેકસને વડોદરામાં સ્વતંત્ર વહીવટી સત્તાવાળા વિજ્ઞાન વિદ્યાલયની આવશ્યકતા જણાવી. આના અનુસંધાનમાં 1909માં…

વધુ વાંચો >

મહેતા, કાશીરામ લલ્લુભાઈ

મહેતા, કાશીરામ લલ્લુભાઈ (જ. 1895, વલભીપુર; અ. 17 મે 1959, અમદાવાદ) : ભારતના મુક્તિસંગ્રામના અદના સૈનિક, ગાંધીયુગના સત્યનિષ્ઠ આદર્શ ગ્રામસેવક, કેળવણીકાર. પ્રાથમિક શિક્ષકો માટેની ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષણ લીધું. પત્ની નર્મદાબહેન શિક્ષક તરીકે શરૂઆત વલભીપુરમાં. દરબારી શાળામાં બે રૂપિયાના માસિક પગારથી શિક્ષક રહ્યા. સોનગઢ ગુરુકુળમાં પણ હતા; પરંતુ ખીરસરાની શાળામાં બાળકોને…

વધુ વાંચો >

મહેતા, કૌશિકરામ વિઘ્નહરરામ

મહેતા, કૌશિકરામ વિઘ્નહરરામ (જ. 1874, સૂરત; અ. 1951) : જીવનચરિત્રકાર, નિબંધકાર. એમનાં માતા હરદયાગૌરી; પિતા વિઘ્નહરરામ બલરામ. એમનું શિક્ષણ સૂરતમાં. ઈ. સ. 1889માં તેમણે સૂરતની હાઇસ્કૂલમાંથી મૅટ્રિકની પરીક્ષા પસાર કરી અને ઉચ્ચ અભ્યાસ માટે વડોદરા કૉલેજમાં પ્રવેશ લીધો. ત્યાંથી ઈ. સ. 1892માં બી.એ.ની પરીક્ષા તેમણે ભાષા અને સાહિત્યને ઐચ્છિક વિષયો…

વધુ વાંચો >

મહેતા, નાનજી કાળીદાસ

મહેતા, નાનજી કાળીદાસ (જ. 17 નવેમ્બર 1887, ગોરાણા, સૌરાષ્ટ્ર; અ. 25 ઑગસ્ટ 1969) : ભારતના સાહસિક ઉદ્યોગપતિ, કન્યા-કેળવણીના પુરસ્કર્તા અને અગ્રણી દાનવીર. વતન ગોરાણાની ગામઠી શાળામાં ચાર ધોરણ સુધીનો અભ્યાસ કરી પિતા સાથે વ્યાપારમાં જોડાયા. 1900માં મોટાભાઈ ગોરધનદાસ સાથે વ્યાપાર કરવા માડાગાસ્કર ગયા, પરંતુ બે જ વર્ષમાં ‘બોઅર વૉર’ ફાટી…

વધુ વાંચો >

મહેતા, રમેશ સુમંત

મહેતા, રમેશ સુમંત (જ. 1906, અમદાવાદ; અ. 1998) : રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સુવિખ્યાત પર્યાવરણવિદ્. ગુજરાતના જાણીતા સમાજસુધારક, દેશસેવક તથા શિક્ષણકાર. ડૉ. સુમંત મહેતા તથા શારદાબહેનના જ્યેષ્ઠ પુત્ર હતા. તેમનો અભ્યાસ અમદાવાદ, વડોદરા અને કરાંચીમાં થયો હતો. તેમણે સિવિલ એન્જિનિયરિંગની ઉપાધિ 1931માં મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી અને માસ્ટર્સ ડિગ્રી…

વધુ વાંચો >

મહેતા, વી. આર.

મહેતા, વી. આર. (જ. 22 જૂન 1919, રાજકોટ, સૌરાષ્ટ્ર) : પ્રબુદ્ધ અને કાર્યદક્ષ વહીવટદાર અને કુલપતિ. તેમણે રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તે પછી, ઉચ્ચ શિક્ષણ લીધા બાદ તેમણે આઇ.એ.એસ.(ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ)ની પરીક્ષા પાસ કરી. તેમણે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં કલેક્ટર તથા જિલ્લા મૅજિસ્ટ્રેટ, રાજ્યોના વિલીનીકરણ માટે જોડાણ યોજના નાબૂદીની…

વધુ વાંચો >

મહેતા, હંસા

મહેતા, હંસા (જ. 3 જુલાઈ 1897, સૂરત; અ. 4 એપ્રિલ 1995, મુંબઈ) : કેળવણી, બાલસાહિત્ય તેમજ અનુવાદક્ષેત્રે ઉલ્લેખનીય કાર્ય કરનાર ગુજરાતનાં અગ્રણી મહિલા. વડોદરાના દીવાનપદને શોભાવનાર મનુભાઈ મહેતા પિતા. માતાનું નામ હર્ષદકુમારી. ગુજરાતને પ્રથમ ઐતિહાસિક નવલકથા ‘કરણ ઘેલો’ (1866) આપનાર નંદશંકર તુળજાશંકર મહેતાનાં પૌત્રી. દાદાનો સાહિત્યવારસો અને પિતાની તીવ્ર બુદ્ધિ…

વધુ વાંચો >

માધ્યમિક શિક્ષણ બૉર્ડ

માધ્યમિક શિક્ષણ બૉર્ડ : માધ્યમિક શિક્ષણની ગતિવિધિનું નિયમન કરતું ગુજરાત રાજ્યનું તંત્ર. ગુજરાતમાં (2000માં) ધોરણ 8, 9 અને 10નું શિક્ષણ માધ્યમિક શિક્ષણ (secondary education) ગણાય છે. એ પછીનાં ધોરણ 11 અને 12 મળી ઉચ્ચતર માધ્યમિક (higher secondary) શિક્ષણ ગણાય છે. ગુજરાત સરકારે 1972માં માધ્યમિક શિક્ષણ ધારો પસાર કર્યો. બે વર્ષમાં…

વધુ વાંચો >

માલવીય, મદનમોહન (પંડિત)

માલવીય, મદનમોહન (પંડિત) (જ. 25 ડિસેમ્બર 1861, અલ્લાહાબાદ, ઉત્તર પ્રદેશ; અ. 1946) : બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક, કૉંગ્રેસપ્રમુખ, વરિષ્ઠ પત્રકાર. માળવાથી સ્થળાંતર કરીને પંદરમી સદીથી અલ્લાહાબાદમાં રહેતા શ્રીગૌડ પરિવારમાં મદનમોહનનો જન્મ થયો હતો. તેમના પૂર્વજો સંસ્કૃતમાં પારંગત, સમાજમાં પ્રતિષ્ઠા ધરાવનાર પરંતુ સાધારણ આર્થિક સ્થિતિના હતા. તેમના દાદા પ્રેમધર અને પિતાશ્રી…

વધુ વાંચો >