શાંતિ પટેલ
પ્રોટીન, સીરમ સપાટી
પ્રોટીન, સીરમ સપાટી : રુધિરરસમાં પ્રોટીન(નત્રલ)ની સપાટીની જાણકારી. લોહીના પ્રવાહી ભાગને રુધિરપ્રરસ (blood plasma) કહે છે. ગઠ્ઠા રૂપે જામી ગયેલા લોહીમાંથી જે પ્રવાહી છૂટું પડે છે તેને રુધિરરસ (blood serum) કહે છે. તેથી રુધિરરસમાં લોહીને ગંઠાવનારાં પ્રોટીનો હોતાં નથી. રુધિરરસમાંના પ્રોટીનની સપાટી જાણવાથી ઘણી વખત દર્દીની પોષણલક્ષી સ્થિતિ, યકૃત(liver)ના રોગોની…
વધુ વાંચો >પ્રોથ્રૉમ્બિનકાળ
પ્રોથ્રૉમ્બિનકાળ : વિટામિન ‘કે’ સાથે સંબંધિત લોહીને ગંઠાવનારા ઘટકોની કાર્યક્ષમતા જાણવાની કસોટી. સામાન્ય માણસમાં તે 10થી 14 સેકન્ડનો હોય છે. જુદા જુદા 13 પ્રકારનાં પ્રોટીનો લોહીના ગંઠાવાની ક્રિયામાં સક્રિય હોય છે. તેમને રુધિરગંઠક ઘટકો અથવા રુધિરગઠનકારી ઘટકો (blood clotting factors) કહે છે. તેમાંના કેટલાક ઘટકો માટે વિટામિન ‘કે’ની જરૂરિયાત હોય…
વધુ વાંચો >મસો, ગુહાંતર્ગત
મસો, ગુહાંતર્ગત (Polyp) : કોઈ અવયવના પોલાણમાં પ્રવર્ધમાન થઈને મોટો થયેલો રોગવિસ્તાર. તેને ગુહામસો પણ કહી શકાય. આંતરડાં કે અન્ય પોલા અવયવોની દીવાલમાં જ્યારે કોઈ રોગ કે વિકારને કારણે પેશીવૃદ્ધિ થાય ત્યારે તે ઘણી વખત પોલાણમાં મોટી થાય છે અને વધે છે. આવા ઊપસેલા ભાગને ગુહામસો અથવા ગુહાંતર્ગત મસો કહે…
વધુ વાંચો >રુધિરનિર્ગલન (haemopheresis)
રુધિરનિર્ગલન (haemopheresis) : લોહીના ઘટકોને અલગ પાડવાની પ્રક્રિયા. અંગ્રેજી ‘apheresis’ શબ્દનો અર્થ અલગ પાડવું થાય છે. જો શ્વેતકોષોને અલગ પાડવામાં આવે તો તેને શ્વેતકોષનિર્ગલન (leukapheresis) કહે છે અને જો રુધિરપ્રરસ(plasma)ને અલગ પાડવામાં આવે તો તેને પ્રરસનિર્ગલન (plasmapheresis) કહે છે. રુધિરકોષોને અલગ પાડવાની ક્રિયાને કોષનિર્ગલન (cytapheresis) કહે છે. આ પ્રક્રિયાઓમાં દાતાના…
વધુ વાંચો >રુધિરબૅન્ક (blood bank)
રુધિરબૅન્ક (blood bank) : લોહી મેળવતી, સંઘરતી, તેના પર જરૂરી પ્રક્રિયાઓ કરી તેના ઘટકો છૂટા પાડતી તથા લોહી કે તેના ઘટકોનું સારવાર માટે વિતરણ કરતી સંસ્થા. એનો સહકાર લઈ સારવાર માટે દર્દીને લોહી ચડાવી શકાય તેવી હાલની શાસ્ત્રીય પ્રક્રિયા કરી શકાય છે. આવું કાર્ય કરતા કેન્દ્રને રૂઢિગત રીતે બૅન્ક કહે…
વધુ વાંચો >રૂઝપ્રક્રિયા (healing)
રૂઝપ્રક્રિયા (healing) : ચેપ, ઈજા કે અન્ય પ્રકારની પેશીવિકૃતિ પછી પુન: પૂર્વસ્થિતિ પ્રાપ્ત કરવાની ક્રિયા. ઘાવ, ચેપ કે પ્રતિરક્ષાલક્ષી (immunological) ઈજાને કારણે પેશીમાં ક્ષતિ ઉદભવે છે. તેના તરફના પ્રતિભાવરૂપે સૌપ્રથમ ત્યાં લોહીનું પરિભ્રમણ વધે છે. લોહીના વિવિધ કોષો, ખાસ કરીને શ્વેતકોષો, ત્યાં ઠલવાય છે. પેશીમાંના વિવિધ ભક્ષકકોષો (phagocytes) પણ ત્યાં…
વધુ વાંચો >