શશિકાન્ત નાણાવટી
ખુરશીદ
ખુરશીદ (જ. 14 એપ્રિલ 1914, ચુનિયન, લાહોર; અ. 18 એપ્રિલ 2001, કરાચી) : ભારતીય ચલચિત્રજગતની વિખ્યાત ગાયિકા-અભિનેત્રી. તેનું પ્રથમ ચલચિત્ર ‘કૌન કિસી કા’ (હિંદી). તેને પ્રથમ વાર રૂપેરી પડદે લાવવાનો જશ ગુજરાતી ચલચિત્રનિર્માતા નાનુભાઈ દેસાઈના ફાળે જાય છે. તેનું બીજું ચલચિત્ર ઇઝરામીરનું ‘સિતારા’. તે લોકપ્રિય બની વિખ્યાત ચલચિત્રઅભિનેતા મોતીલાલની ભૂમિકાવાળા…
વધુ વાંચો >ખેર, અનુપમ
ખેર, અનુપમ (જ. 7 માર્ચ 1955, સિમલા) : ભારતના ચલચિત્રજગતના પ્રતિભાસંપન્ન ચરિત્ર-અભિનેતા. તેઓ ભણ્યા ચંડીગઢમાં, અભિનયના શિક્ષક બન્યા દિલ્હીમાં અને અભિનયની પરમ સિદ્ધિ પર પહોંચ્યા મુંબઈમાં. તદ્દન મધ્યમ વર્ગના પરિવારના હોવા છતાં કોઈ ચીજનો અભાવ તેમણે જોયો નથી. અભ્યાસ દરમિયાન શાળાનાં નાટકોમાં ભૂમિકા કરતા અને ઇનામો જીતતા. નાટ્યવિદ્યાનો અભ્યાસ તેમણે…
વધુ વાંચો >ચિટનીસ, લીલા
ચિટનીસ, લીલા (જ. 9 સપ્ટેમ્બર 1912, ધારવાડ; અ. 14 જુલાઈ 2003, ડનબરી, ક્નેક્ટિક્ટ) : ભારતીય ચલચિત્રજગતની વિખ્યાત અભિનેત્રી. હિમાંશુ રૉય-દેવિકારાણી નિર્મિત ચિત્ર-સંસ્થા બૉમ્બે ટૉકીઝના સુવર્ણકાળનાં ‘કંગન’ અને ‘બંધન’ ચિત્રપટોમાં અશોકકુમાર-લીલા ચિટનીસની જોડીએ પ્રચંડ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. સમગ્ર શિક્ષણ નાગપુર ખાતે. લગ્ન પછી ફિલ્મોમાં પ્રવેશી નામના પ્રાપ્ત કરનાર અભિનેત્રીઓમાં લીલા…
વધુ વાંચો >ચિત્રલોક
ચિત્રલોક : ગુજરાતી ફિલ્મ સાપ્તાહિક. અમદાવાદના અગ્રણી દૈનિક ‘ગુજરાત સમાચાર’ સાથે સંલગ્ન આ સાપ્તાહિકનું પ્રકાશન 1952ની 26મી જાન્યુઆરીથી શરૂ થયું હતું. તેનું પ્રકાશન આરંભાયું ત્યારે મુંબઈમાંથી બે-ત્રણ ગુજરાતી સાપ્તાહિકો પ્રગટ થતાં હતાં. પરંતુ ગુજરાતમાંથી દૈનિકપત્રના કદમાં, દૈનિક પત્રોની શૈલીએ મથાળાં તથા માહિતીની રજૂઆત સાથે પ્રગટ થનાર સૌપ્રથમ ફિલ્મ સાપ્તાહિક ‘ચિત્રલોક’…
વધુ વાંચો >ચેટરજી, અનિલ
ચેટરજી, અનિલ (જ. 25 ઑક્ટોબર 1929, કૉલકાતા, પશ્ચિમ બંગાળ; અ. 17 માર્ચ 1996, કોલકાતા) : બંગાળી ચલચિત્ર-અભિનેતા. બંગાળી ચિત્રોમાં તેમણે પોતાની ભૂમિકાઓ દ્વારા વિશિષ્ટ પ્રભાવવાળી છાપ પાડી છે. તેમણે ફિલ્મક્ષેત્રે માત્ર 50 રૂપિયાના માસિક પગારે સહાયક દિગ્દર્શક તરીકે પ્રવેશ કર્યો હતો અને તે રૂએ તેમણે ઘણાં ચિત્રોમાં કામગીરી બજાવી છે.…
વધુ વાંચો >ચેટરજી, ધૃતિમાન
ચેટરજી, ધૃતિમાન (જ. 30 મે 1945, કોલકાતા) : બંગાળના તખ્તા તથા રૂપેરી પડદાના કીર્તિમાન અને લોકપ્રિય અભિનેતા. તેઓ બંગાળના યુવાન નાટ્યરસિકો તથા ચિત્રરસિકોના પ્રિય અદાકાર છે. ધૃતિમાને ખાસ તો મૃણાલ સેન તથા સત્યજિત રે જેવા આંતરરાષ્ટ્રીય સન્માન પામેલા સમર્થ ચિત્રસર્જકોનાં ચલચિત્રોમાં ભૂમિકા કરીને સુયશ પ્રાપ્ત કરેલો છે. બંગાળી તખ્તા ઉપર…
વધુ વાંચો >ચેટરજી, બાસુ
ચેટરજી, બાસુ (જ. 10 જાન્યુઆરી 1930, અજમેર; અ. 4 જૂન 2020, મુંબઈ) : બંગાળી ફિલ્મસર્જક. રજૂઆત માટેની મુશ્કેલીઓ; સતત અવરોધો, પ્રેક્ષકોની અછત વગેરે અનેક દુર્ગમ ઘાટીઓમાંથી સતત સંઘર્ષ કરી સમાંતર સિનેમાનું આંદોલન ચાલુ રાખી તેને સફળ બનાવીને વ્યાવસાયિક પ્રતિષ્ઠા અર્પતા ગણનાપાત્ર ફિલ્મસર્જકો હિંદી ચલચિત્રના ઇતિહાસમાં ઉલ્લેખાયા છે તેમાં મૃણાલ સેન,…
વધુ વાંચો >ચેટરજી, સૌમિત્ર
ચેટરજી, સૌમિત્ર (જ. 29 જાન્યુઆરી 1935, કૃષ્ણનગર, પશ્ચિમ બંગાળ; અ. 15 નવેમ્બર 2020, કોલકાતા) : બંગાળી રૂપેરી પડદાના ખૂબસૂરત અને રોમૅન્ટિક નાયક. ચલચિત્રક્ષેત્રે તેમનો ઉદય સત્યજિત રેના ‘અપૂર સંસાર’થી થયો હતો. તે વખતે એમ.એ.નો અભ્યાસ કરતા યુવાન સૌમિત્ર નાટકોમાં પણ કામ કરતા હતા. અલબત્ત, આ પૂર્વે સત્યજિત રેના ‘અપરાજિતા’ માટે…
વધુ વાંચો >જવનિકા
જવનિકા : અમદાવાદની, પાંચમા-છઠ્ઠા દાયકાની એક લોકપ્રિય નાટ્યસંસ્થા. તેની સ્થાપના હરકાન્ત શાહ તથા શશિકાન્ત નાણાવટીએ 1949માં કરી હતી. તેનું ઉદઘાટન ટાઉન હૉલમાં દાદાસાહેબ માવળંકરના હસ્તે તા. 27 ઑગસ્ટ 1949ના દિવસે થયું હતું. જવનિકાનું સર્વપ્રથમ નાટક હતું જ્યૉર્જ બર્નાર્ડ શૉના ‘ડેવિલ્સ ડિસાઇપલ’ ઉપરથી નિરંજન ભગત અને શશિકાન્ત નાણાવટી- રૂપાંતરિત ‘શયતાનનો સાથી’.…
વધુ વાંચો >