વ્રિજવિહારી દીનાનાથ દવે

કોર્ડિરાઇટ (= આયોલાઇટ = ડાઇક્રૉઇટ)

કોર્ડિરાઇટ (= આયોલાઇટ = ડાઇક્રૉઇટ) : રંગવૈવિધ્ય તથા કઠિનતાના કારણે રત્નમાં ખપતું ખનિજ. રા. બં. (Mg.Fe3+)2Al4Si5O18; સ્ફ. વ. ઑર્થોરૉમ્બિક; સ્વ. પ્રિઝમસ્વરૂપ ટૂંકા સ્ફટિકો, દળદાર કે દાણાદાર; રં. વાદળીની છાંયવાળો, મોટે ભાગે ભૂરો જાંબલી; ભાગ્યે જ લીલો, રાખોડી, પીળો કે કથ્થાઈ; તેજસ્વી રંગવિકાર (pleochroism); સં. (010)ને સમાંતર સ્પષ્ટ, (001) અને (100)ને…

વધુ વાંચો >

કોલમ્બાઇટ

કોલમ્બાઇટ : કોલમ્બાઇટ-ટૅન્ટેલાઇટ નિયોબેટ શ્રેણીનું ખનિજ. રા.બં. Fe અને Mnના નિયોબેટ અને ટૅન્ટેલેટ (Fe, Mn) (Nb, Ta)2 O6. લગભગ શુદ્ધ નિયોબેટ, ‘કોલમ્બાઇટ’ અને ટૅન્ટેલેટ ‘ટૅન્ટેલાઇટ’ તરીકે ઓળખાય છે. સ્ફ. વ. ઑર્થોરૉમ્બિક; સ્વ. પ્રિઝમ, પિનેકૉઇડ અને પિરામિડથી બનેલા મેજ આકારના સ્ફટિક કે જથ્થામય, બ્રેકિડોમ (201) યુગ્મતલ પર યુગ્મતા, કેટલીક વખતે હૃદય…

વધુ વાંચો >

કૉંગ્લોમરેટ

કૉંગ્લોમરેટ : રુડેસિયસ પ્રકારનો જળકૃત ખડક. તેના બંધારણમાં રહેલાં ખનિજો કે ખડકોના ટુકડાઓનાં કદ 2.00 મિલીમિટરથી વધુ અને આકાર ગોળ હોય છે. ટુકડાઓનો ગોળ આકાર તેમની લાંબા અંતરની વહનક્રિયાનો નિર્દેશ કરે છે. કણરચના પ્રમાણે કૉંગ્લોમરેટના (1) orthoconglomerate – grain-supported અને (2) para-conglomerate – mud-supported એમ બે પ્રકાર છે. બંધારણ મુજબ…

વધુ વાંચો >

ક્યૂપ્રાઇટ

ક્યૂપ્રાઇટ : તાંબાનો રેડ ઑક્સાઇડ, તાંબાનું ખનિજ. રા. બં. : Cu2O; તાંબાનું પ્રમાણ : 88.8 %; સ્ફ. વ. : ક્યૂબિક; સ્વ. : ઑક્ટાહેડ્રોન અને રૉમ્બ્ડોડેકાહેડ્રોનના સ્ફટિક સ્વરૂપે; ક્યારેક દળદાર અથવા મૃણ્મય, ક્વચિત્ કેશનલિકા-સ્વરૂપે; રં. : વિવિધ પ્રકારની ઝાંયવાળા લાલ રંગમાં, ખાસ કરીને cochineal red; સં. : અસ્પષ્ટ, ઑક્ટાહેડ્રોન ફલકને સમાંતર;…

વધુ વાંચો >

ક્રાયસોટાઇલ

ક્રાયસોટાઇલ : સર્પેન્ટાઇન ખનિજનો નાજુક, નમનીય અને સહેલાઈથી જુદો પાડી શકાય એવો તંતુમય પ્રકાર. તે ઍસ્બેસ્ટૉસ તરીકે ઔદ્યોગિક ઉપયોગમાં લેવાય છે. તેનો ચળકાટ રેશમી હોય છે અને તે લીલા, પીળા, કથ્થાઈ અને લીલાશ પડતા કે વાદળી ઝાંયવાળા સફેદ રંગોમાં મળે છે. તેની વિશિષ્ટ ઘનતા 2.219 છે. તે ઑલિવીન, પાયરૉક્સિન કે…

વધુ વાંચો >

ક્રાયસોબેરિલ

ક્રાયસોબેરિલ : રા. બં. : BeAl2O4; સ્ફ. વ. : ઑર્થોરૉમ્બિક; સ્વ.: જાડા, પાતળા, મેજ આકારના, ચપટા, પ્રિઝમ સ્ફટિક; ‘a’ અક્ષને સમાંતર લિસોટાવાળા, સાદી કે ભેદિત યુગ્મતા ધરાવતા તારક આકારમાં કે હૃદય આકારમાં, ષટ્કોણ આકારમાં, યુગ્મસ્ફટિકો; રંગ : પીળો, પીળાશ પડતો કે લીલો, લીલા રંગની વિવિધ ઝાંયવાળો, રાખોડી, કથ્થાઈ, નીલો, નીલમ…

વધુ વાંચો >

ક્રિસ્ટોબેલાઇટ

ક્રિસ્ટોબેલાઇટ : સિલિકાવર્ગની ખનિજનો સ્ફટિકમય પ્રકાર. રા. બં. : SiO2 (ક્વાર્ટ્ઝ, ટ્રિડીમાઇટ, કોએસાઇટ-સ્ટિશોવાઇટ સાથે બહુરૂપતાના ગુણથી સંબંધિત); સ્ફ.વ. : ક્યૂબિક, ટેટ્રાગોનલ ઊંચા તાપમાને ઉદભવતા ક્રિસ્ટોબેલાઇટ તરીકે ઓળખાતો પ્રકાર સાવર્તિક (isotropic) હોઈ ક્યૂબિક છે, જે 275°થી 220° સે. તાપમાન ગાળામાં ટેટ્રાગોનલ α-ક્રિસ્ટોબેલાઇટમાં પરિવર્તિત થાય છે. સ્વ. – 4.00 મિમી.થી નાના ઑક્ટાહેડ્રા,…

વધુ વાંચો >

ક્રૅગ અને ટેલ

ક્રૅગ અને ટેલ : હિમનદીજન્ય ઘસારાથી ઉદભવતું લક્ષણ. હિમનદીના માર્ગમાં બાધક બનતો ખડકજથ્થો ક્રૅગ તરીકે ઓળખાય છે. ક્રૅગની વિરુદ્ધ બાજુ પર હિમનદીના ઘસારાની ખાસ અસર થતી નથી, તેને ટેલ – પુચ્છભાગ કહેવામાં આવે છે. ક્યારેક હિમનદીની વહનદિશામાં સખત ખડકજથ્થો અવરોધ-સ્વરૂપે આવી જાય તો હિમનદીની આગળ ધપવાની ગતિ અવરોધાય છે. આથી…

વધુ વાંચો >

ક્રોમાઇટ

ક્રોમાઇટ : ક્રોમિયમનું ખનિજ. રા. બં. : FeCr2O4; સ્ફ.વ. : ક્યૂબિક; સ્વ. : ઑક્ટાહેડ્રનયુક્ત સ્ફટિકો, ક્વચિત્ ક્યૂબ સહિતના સામાન્યત: દળદાર, સૂક્ષ્મ દાણાદાર; રં. : કાળો; ચ. : ધાતુમય; ભં. સ. : ખરબચડી, બરડ; ચૂ. : કથ્થાઈ; ક. : 5.50; વિ. ઘ. : 4.5થી 4.8; પ્ર. અચ. : વક્રીભવનાંક : =…

વધુ વાંચો >

ક્લોરાઇટ

ક્લોરાઇટ : વિષમાંગ ખનિજસમૂહ. મૂળ ગ્રીક શબ્દ ‘ક્લોરોસ’ (લીલો) પરથી આ ખનિજ માટે અપનાવેલો શબ્દ. પડરચનાયુક્ત ગોઠવણી-વાળાં ખનિજોના અબરખવર્ગ સાથે તે સામ્ય ધરાવે છે. આ વર્ગનાં ખનિજો સર્વસામાન્ય રાસાયણિક બંધારણ A6 (AlSi3)O 10(OH)8 જેવા સામાન્ય સૂત્રથી દર્શાવાય છે; જેમાં A = Mg, Fe2+, Fe3+, Mnનો નિર્દેશ કરે છે. આ સમૂહમાં…

વધુ વાંચો >