વ્રિજવિહારી દીનાનાથ દવે
કેન્દ્રાપસારી જળપરિવાહ
કેન્દ્રાપસારી જળપરિવાહ : જળપરિવાહનો એક પ્રકાર. ઘુમ્મટ આકારના ઉચ્ચપ્રદેશોમાંથી આ પ્રકારના જળપરિવાહ વિકાસ પામે છે. કોઈ પણ વિસ્તારમાં જ્યારે કેન્દ્રીય ભાગમાંથી ઝરણાં જુદી જુદી દિશામાં વહન કરે ત્યારે આ પ્રકારની જળપરિવાહ-રચના તૈયાર થાય છે. શંકુ આકારના જ્વાળામુખી પર્વતોના વિસ્તારમાં પણ આ પ્રકારની જળપરિવાહ-રચના વિકસેલી જોવા મળે છે. સૌરાષ્ટ્ર, શ્રીલંકા તથા…
વધુ વાંચો >કેમ્ઝ
કેમ્ઝ : હિમનદીના નિક્ષેપકાર્યથી રચાતો એક વિશિષ્ટ ભૂમિઆકાર. હિમનદીના જળપ્રવાહ સાથે રેતી, માટી જેવાં દ્રવ્યો માર્ગમાં ઊંચાનીચા ઢગરૂપે જમા થઈને બનતી રેતી અને માટીની ટેકરીને ‘કેમ’ કહે છે. આ પ્રકારની કેમ ટેકરીઓ એકબીજી સાથે જોડાતાં ટેકરીઓની જે લાંબી હાર બને છે તેને લાંબી કેમ-ટેકરીઓ અથવા હિમ અશ્માવલીની ટેકરીઓ (glacial moraines…
વધુ વાંચો >કેમ્પ્ટોનાઇટ
કેમ્પ્ટોનાઇટ : ભૂમધ્યકૃત ખડકોનો પ્રકાર. મૅગ્માની સ્વભેદનક્રિયાથી ઉદભવેલો ઘેરા રંગવાળો બેઝિક અગ્નિકૃત ખડક. તેની કણરચના અંત:કૃત અને બહિષ્કૃત ખડકોની વચ્ચેની છે. તેથી નરી આંખે તેના ખનિજબંધારણમાં રહેલાં ખનિજો પારખી શકાતાં નથી, માત્ર સૂક્ષ્મદર્શક હેઠળ તેનું ખનિજ-બંધારણ જોઈ-જાણી શકાય છે. આ ખડકના બંધારણમાં પ્લેજિયોક્લેઝ, આલ્કલી ઍમ્ફિબૉલ-બાર્કેવિકાઇટ અને પાયરૉક્સિન-ટાઇટનઓગાઇટ ખનિજો રહેલાં હોય…
વધુ વાંચો >કેલાર (રેહ)
કેલાર (રેહ) : કેલાર, રેહ કે ઊસ એ ગંગાનાં મેદાનોના સૂકા જિલ્લાઓમાંની કાંપની જમીનની સપાટી ઉપર આચ્છાદન સ્વરૂપે જોવા મળતા કૅલ્શિયમ અને મૅગ્નેશિયમના ક્ષારોના ભિન્ન ભિન્ન પ્રમાણ સહિત સોડિયમ કાર્બોનેટ, સલ્ફેટ અને ક્લોરાઇડના મિશ્રણની બનેલી ખારી ફૂગનાં ગામઠી નામ છે. આ ક્ષારોની મૂળ ઉત્પત્તિ પર્વતોના શિલાચૂર્ણના રાસાયણિક વિભંજનમાંથી થયેલી છે,…
વધુ વાંચો >કૅલ્ક સિન્ટર
કૅલ્ક સિન્ટર : ચૂનેદાર નિક્ષેપ. ગરમ પાણીના ઝરાના દ્રાવણસ્વરૂપે રહેલ CaCO3ની નિક્ષેપક્રિયાને કારણે અસ્તિત્વમાં આવતો ચૂનેદાર નિક્ષેપ. તે કૅલ્ક ટ્યૂફા કે ટ્રૅવરટીનના નામથી પણ ઓળખાય છે. વ્રિજવિહારી દીનાનાથ દવે
વધુ વાંચો >કૅલ્સાઇટ
કૅલ્સાઇટ : કાર્બોનેટ સમૂહનું ખનિજ. કૅલ્શિયમ કાર્બોનેટનો સામાન્ય પ્રકાર. સૂત્ર CaCO3. કૅલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં બે સ્ફટિકરૂપે મળે છે, જેમાંનું એક રૂપ કૅલ્સાઇટ છે. તે ‘કૅલ્સાઇટ પ્રકાર’, ષટ્કોણીય સ્ફટિકરચના ધરાવે છે. તેનું ગ. બિં. 1000 વાતાવરણ-દબાણે (100 MPa) 1339° સે. છે. તેની વિશિષ્ટ ઘનતા 2.75 અને વક્રીભવનાંક 1.486 છે. પ્રક્રિયકોની સાંદ્રતા,…
વધુ વાંચો >કૅસિટરાઇટ
કૅસિટરાઇટ : કલાઈનું ધાતુખનિજ. ટિનસ્ટોન તરીકે પણ ઓળખાય છે. રા. બં. – SnO2. સ્ફ.વ. – ટેટ્રાગોનલ. સ્વ. – ટેટ્રાગોનલ પ્રિઝમ અને પિરામિડથી બંધાયેલા સ્ફટિકો; કોણી આકારની યુગ્મતા; જથ્થામય અથવા તંતુમય કે છૂટાછવાયા સૂક્ષ્મ કણોના સ્વરૂપે કે નદીજન્ય નિક્ષેપોમાં ઘસારો પામેલા, ભૌતિક સંકેન્દ્રણથી ભેગા થયેલા કણસ્વરૂપે. રં. – સામાન્યત: કાળો કે…
વધુ વાંચો >કૉનરૅડ સાતત્યભંગ
કૉનરૅડ સાતત્યભંગ (Conrad discontinuity) : ગ્રૅનાઇટ (sialic) અને બેસાલ્ટ બંધારણ (basic) ધરાવતા ખડકો વચ્ચેની સંપર્કસપાટી. પૃથ્વીના બંધારણ તેમજ રચનાના અભ્યાસ માટે ભૂકંપશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ભૂકંપીય અભ્યાસ દ્વારા કૉનરૅડ નામના નિષ્ણાતે પોપડા અને મૅન્ટલ વચ્ચે સંપર્કસપાટી હોવાનો નિર્દેશ કર્યો તે પરથી વચ્ચેની સંપર્કસપાટીને કૉનરૅડનું નામ આપ્યું. તે ભૂકંપીય લક્ષણોમાં…
વધુ વાંચો >કોબાલ્ટાઇટ
કોબાલ્ટાઇટ : કોબાલ્ટ-પ્રાપ્તિ માટેનું ખનિજ. કોબાલ્ટનું સલ્ફર આર્સેનાઇડ રા. બં. – CoAsS; સ્ફ.વ. ક્યૂબિક; સ્વ. સામાન્યત: ક્યૂબ, ઓક્ટાહેડ્રોન, પાયરીટોહેડ્રોનના સ્ફટિકોમાં; દળદાર, દાણાદાર અને ઘનિષ્ઠ. રં. ચાંદી જેવો સફેદ; સં. ક્યૂબને સમાંતર સુવિકસિત; ચ. ધાતુમય; ભં.સ. ખરબચડી, બરડ; ચૂ. રાખોડી, ભૂખરો કાળો; ક. 5.5; વિ. ઘ. 6.00થી 6.33; પ્રા. સ્થિ. સ્મેલ્ટાઇટ…
વધુ વાંચો >કોરન્ડમ
કોરન્ડમ : રત્ન તેમજ ઘર્ષક તરીકે વપરાતું ખનિજ. રા. બં. Al2O3; સ્ફ. વ. હેક્ઝાગોનલ; સ્વ. વિવિધ પિરામિડ અને બેઝલ પિનેકોઇડ સ્વરૂપોથી બંધાયેલા પીપ આકારના સ્ફટિક, દળદાર, દાણાદાર; રં. રાખોડી, વાદળી, લાલ, પીળો, કથ્થાઈ, લીલો, નારંગી, જાંબલી કે રંગવિહીન; ચ. કાચમય, હીરક, ક્વચિત્ મૌક્તિક, કે ઝાંખો; સં. -; ભં.સ. વલયાકાર કે…
વધુ વાંચો >