વિહારી છાયા

શ્વેત રવ (white noise)

શ્વેત રવ (white noise) : શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિઓના સંપૂર્ણ પરાસને એકસાથે સાંભળતાં અનુભવાતી અસર. શ્વેત રવ શ્વેતપ્રકાશને અનુરૂપ છે. શ્વેતપ્રકાશ દૃશ્યપ્રકાશની આવૃત્તિઓના સંપૂર્ણ પરાસનું દૃષ્ટિસંવેદન છે. શ્વેત રવ અનાવર્તી ધ્વનિ છે એટલે કે તેની તરંગભાત અસમાન હોય છે. તેની ઘટક આવૃત્તિઓ યાદૃચ્છિક કંપવિસ્તારની હોય છે અને યાદૃચ્છિક અંતરાલે મળે છે.…

વધુ વાંચો >

સઢ

સઢ : જેનાથી પવનનો ઉપયોગ વહાણ કે હોડીનું નોદન કરવામાં થાય છે તેવો કૅન્વાસ જેવા મજબૂત કાપડનો પડદો. શરૂઆતમાં સઢ પ્રાણીઓના ચામડામાંથી બનાવવામાં આવતા હતા. એક જ ઉત્કાષ્ઠન (log) ધરાવતી હોડી કે તરાપાને પવન-ઊર્જાનો ઉપયોગ કરી હંકારવા તેનો ઉપયોગ થતો હતો. તે પછીનો સંભવિત તબક્કો બે સ્તંભ વચ્ચે ઘાસની પોલી…

વધુ વાંચો >

સલામ, અબ્દુસ

સલામ, અબ્દુસ (જ. 29 જાન્યુઆરી 1926, જંગ માઘયાના, પંજાબ, પાકિસ્તાન [તે વખતનું હિન્દુસ્તાન]; અ. 21 નવેમ્બર 1996, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : પાકિસ્તાની ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાની અને 1979ના ભૌતિકવિજ્ઞાનના નોબેલ પારિતોષિકના સ્ટીવન વાઇનબર્ગ અને શેલ્ડન લી ગ્લાશોના સહવિજેતા. તેમણે એકીકૃત વિદ્યુત-મંદ સિદ્ધાંત(unified electro weak theory)નું સૂત્રણ એટલે કે મૂળભૂત કણો વચ્ચે પ્રવર્તતી મંદ-ન્યૂક્લિયર…

વધુ વાંચો >

સંદીપ્તિ (Luminescence)

સંદીપ્તિ (Luminescence) : બિનઉષ્મીય પ્રક્રિયાના લીધે પદાર્થ દ્વારા થતું વિદ્યુતચુંબકીય વિકિરણનું ઉત્સર્જન. ઉષ્મીય પ્રક્રિયા દ્વારા પ્રકાશનું ઉત્સર્જન થાય તેને તાપદીપ્તિ (incandescence) કહે છે. સંદીપ્તિ સામાન્યત: દૃશ્ય પ્રકાશ રૂપે જોવા મળે છે; પરંતુ પારરક્ત પ્રકાશ અને અન્ય અદૃશ્ય પ્રકાશ રૂપે પણ જોવા મળી શકે છે. કોઈ પણ પદાર્થને સંદીપ્ત થવા માટે…

વધુ વાંચો >

સંયુક્ત સ્વર (Combination Tones)

સંયુક્ત સ્વર (Combination Tones) : સ્વરોની એવી શ્રેણી, જે બે જુદી જુદી આવૃત્તિઓના બે પ્રબળ સ્વરોનો ધ્વનિ એકસાથે ઉત્પન્ન કરતાં તે સ્વરો સાથે અન્ય આવૃત્તિઓના સ્વરો રૂપે ઉત્પન્ન થાય. સંયુક્ત સ્વર સંનાદી(harmonics)થી અલગ છે. સંયુક્ત સ્વરો પૈકી સૌથી પ્રબળ સ્વર પ્રથમ વ્યવકલિત સ્વર (difference tone) હોય છે. મુખ્ય સ્વરોની આવૃત્તિ…

વધુ વાંચો >

સુકાન (Rudder)

સુકાન (Rudder) : વહાણો, હોડીઓ, સબમરીન, વિમાનો, હોવરક્રાફ્ટ અને હવા અથવા પાણીમાં ચાલતાં અન્ય વાહનોની ગતિના દિશાપરિવર્તન માટે ઉપયોગમાં લેવાતી પ્રયુક્તિ. વહાણના કાઠા (hull) અથવા વિમાનના કાઠા(fuselage)ને અડકીને વહેતાં પાણી અથવા હવાના પ્રવાહની દિશા બદલીને સુકાન સંચાલિત થાય છે. જેના લીધે તે વાહનની ગતિને વળાંક આપે છે અથવા પ્રવિચલન (yawning)…

વધુ વાંચો >

સેડના (Sedna)

સેડના (Sedna) : અત્યારસુધી શોધાયેલ સૂર્યની ગ્રહમાળાના સભ્યો પૈકી સૌથી દૂરનો પિંડ. 75 વર્ષ પહેલાં 1930માં ક્લાઇડ ટોમબાઘે સૂર્યની ગ્રહમાળાના નવમા ગ્રહ પ્લૂટોની શોધ કરી હતી. ત્યારબાદ પાસાડેના, યુ.એસ.માં કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીના ખગોળવિજ્ઞાનીઓએ પાલોમાર વેધશાળા, પાસાડેનાથી 14 નવેમ્બર, 2003ના રોજ એક સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતો જાણે કે ગ્રહ હોય…

વધુ વાંચો >

સ્ટીરિયોસ્કોપી

સ્ટીરિયોસ્કોપી : બે આંખોથી એકસાથે જોવાની ઘટના કે જે ત્રિપરિમાણમાં દૃશ્યનો અનુભવ કરાવે. અવકાશમાં વસ્તુઓના સાપેક્ષ અંતર તાદૃશ અવગમન (perception) કરાવે છે. આ અનુભવમાં અવલોકનકાર આંખોથી જુદા જુદા અંતરે સ્થિત વસ્તુઓ વચ્ચેની જગ્યાને જોતો જણાય છે. સ્ટીરિયોસ્કોપીની એક એવી વિશિષ્ટ અસર છે કે જેને તેની ક્ષમતા ન હોય તેને સમજાવી…

વધુ વાંચો >

સ્ટેઇનબર્જર જૅક

સ્ટેઇનબર્જર, જૅક (જ. 25 મે 1921, બેડ કિસ્સિન્જન, જર્મની; અ. 12 ડિસેમ્બર 2020 જિનીવા) : 1988માં ભૌતિકવિજ્ઞાનના નોબેલ પારિતોષિકના લીઓન એમ લેન્ડરમાન અને મૅલ્વિન શ્વાટર્ઝ સાથે ન્યૂટ્રિનોને લગતાં સંશોધન માટેના સહવિજેતા અમેરિકન ભૌતિક વિજ્ઞાની. આ સંશોધનના લીધે દ્રવ્યની સૌથી ઊંડી સંરચના અને તેના ગતિવિજ્ઞાન પર સંશોધન કરવા નવી તકો ઊભી…

વધુ વાંચો >

સ્ટૉર્મર હૉર્સ્ટ એલ.

સ્ટૉર્મર, હૉર્સ્ટ એલ. (જ. 6 એપ્રિલ 1949, ફ્રાન્કફર્ટ એમ મેઈન, પશ્ચિમ જર્મની) : જર્મનીમાં જન્મેલ અમેરિકન ભૌતિકવિજ્ઞાની કે જે ડેનિયલ સી. ત્સુઈ અને રોબર્ટ બી. લાફ્લિન સાથે અપૂર્ણાંક વીજભારિત ઉત્તેજનો સાથેના ક્વૉન્ટમ તરલના નવા સ્વરૂપની શોધ માટે 1998ના ભૌતિકવિજ્ઞાનના નોબેલ પારિતોષિકના સહવિજેતા. આ ત્રણેય સંશોધકોએ શોધી કાઢ્યું કે પ્રબળ ચુંબકીય…

વધુ વાંચો >