વસંત ચંદુલાલ શેઠ

કુડ્ડાલોર

કુડ્ડાલોર : તામિલનાડુ રાજ્યના દક્ષિણ આર્કટ જિલ્લાનું વડું મથક તથા બંદર. બંગાળના ઉપસાગરના કોરોમંડલ કિનારે આ શહેર 11o 43’ ઉત્તર અક્ષાંશ અને 79o 46’ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તમિલ શબ્દ ‘કુટ્ટલ ઊર’ એટલે નદીઓનો સંગમ જેના પરથી આ શહેરને નામ અપાયેલું છે. આ શહેર પોન્નાઇયાર અને ગાડીલમ નદીઓના સંગમસ્થાને…

વધુ વાંચો >

કુતિયાણા

કુતિયાણા : ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાનું શહેર. તે 21o 38′ ઉ. અ. અને 69o 59′ પૂ. રે. ઉપરનું તાલુકામથક પણ છે. કુતિયાણા તાલુકાનું કુલ ક્ષેત્રફળ 566.3 ચોકિમી. છે. ભાદર નદીના કાંઠે આવેલું આ તાલુકાનું આ એકમાત્ર મુખ્ય શહેર છે. તેનો વિસ્તાર 36.21 ચોકિમી. છે. આ શહેરમાં પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના…

વધુ વાંચો >

કુદરતી સાધનસંપત્તિની ભૂગોળ

કુદરતી સાધનસંપત્તિની ભૂગોળ (resource geography) : કુદરતી સંપત્તિનું વિવરણ, વિતરણ અને માનવી પર તેની અસરો તપાસતી ભૂગોળ. પૃથ્વી માનવીની વત્સલ માતા છે. માનવી પર અસર કરતાં અન્ય પરિબળોની સાથે કુદરતી સાધનસંપત્તિ પણ એક મહત્વનું પરિબળ છે. પૃથ્વીનું પર્યાવરણ કુદરતી સાધનસંપત્તિનો વિશાળ ભંડાર છે. પૃથ્વીના શીલાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને નૃવંશઆવરણમાંથી…

વધુ વાંચો >

કુનૂર

કુનૂર : તામિલનાડુ રાજ્યમાં આવેલું હવાખાવાનું સ્થળ. તે 11° 21’ ઉ. અ. અને 76° 46’ પૂ. રે. પર આવેલું છે. નીલગિરિ પર્વતના ટાઇગર શિખર નજીક વસેલું આ સ્થળ વનરાજિથી આચ્છાદિત છે. તે સમુદ્ર સપાટીથી લગભગ 1830 મીટરની ઊંચાઈએ આવેલું છે. તેનાથી લગભગ અગિયાર કિમી. દૂર ઈશાનમાં સેંટ કેથેરિન જળધોધ આવેલો…

વધુ વાંચો >

કુમ્બ્રિયન પર્વતો

કુમ્બ્રિયન પર્વતો : ઇંગ્લૅન્ડના વાયવ્ય ભાગમાં આવેલું ગુંબજાકાર પર્વતીય ક્ષેત્ર. તે કેલિડોનિયન ગિરિનિર્માણક્રિયાથી રચાયેલા છે. તેનો મધ્યનો ભાગ વિશેષત: ઓર્ડોવિસિયન અને સાઇલ્યુરિયન કાળના પ્રાચીન ખડકોનો બનેલો છે. સ્કેફેલ તેનું ઊંચામાં ઊંચું શિખર આશરે 980 મી. જેટલું છે. વિન્ડરમિયર તેનું મોટામાં મોટું સરોવર છે. ઇડેન, ડરવેન્ટ, લુને, લાઉડર અને સેન્ટર જૉન…

વધુ વાંચો >

કુરીતીબા

કુરીતીબા : બ્રાઝિલના પારાના પ્રદેશનું શહેર. તે 25° 25′ દક્ષિણ અક્ષાંશ અને 49° 25′ પશ્ચિમ રેખાંશ પર આવેલું છે. અતિ પ્રાચીન ખડકોની બનેલ બ્રાઝિલિયન ઉચ્ચભૂમિ પર સમુદ્રની સપાટીથી 908 મીટર આશરે ઊંચાઈએ તે વસેલું છે. 1654માં સુવર્ણક્ષેત્રનું ખોદકામ કરવાના મથક તરીકે તેની શરૂઆત થઈ હતી. ઈ. સ. 1668થી 1853 સુધી…

વધુ વાંચો >

કુવૈત

કુવૈત : દુનિયાના પેટ્રોલિયમ-ઉત્પાદક દેશો પૈકી દક્ષિણ-પશ્ચિમ એશિયામાં આવેલો સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતો નાનો અગ્રગણ્ય દેશ તથા તે જ નામ ધરાવતું મુખ્ય શહેર, પાટનગર તથા બંદર. તે ઈરાની અખાતના વાયવ્ય ખૂણે 29° 20′ ઉ.અ. અને 48° પૂ.રે. વચ્ચે આવેલો છે. તેની ઉત્તરે અને પશ્ચિમે ઇરાક, દક્ષિણે સાઉદી અરેબિયા અને…

વધુ વાંચો >

કુંભકોણમ્

કુંભકોણમ્ : તામિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં આવેલું શહેર તથા તાલુકામથક. ભૌ. સ્થાન તે 10o 58′ ઉ. અ. અને 79o 23′ પૂ. રે. પર કાવેરી નદીને કાંઠે આવેલું છે. પૌરાણિક અનુશ્રુતિ અનુસાર બ્રહ્માના અમૃતકુંભમાં છિદ્ર પડવાથી વહી ગયેલા અમૃતથી ભીની થયેલી ભૂમિ તે કુંભકોણમ્. તે જૂના સમયમાં કોમ્બકોનુપ તરીકે ઓળખાતું હતું.…

વધુ વાંચો >

કુંમિંગ

કુંમિંગ : ચીનના યુનાન પ્રાન્તની રાજધાની. ચીનમાં દીઆન ચી સરોવરના ઉત્તર કિનારે 25.04o ઉત્તર અક્ષાંશ અને 102.41o પૂર્વ રેખાંશ પર આ શહેર વસેલું છે. 1397 સુધી તે યુનાન્કુ તરીકે ઓળખાતું હતું. સમુદ્રસપાટીથી 1805 મીટરની ઊંચાઈએ સપાટ મેદાનપ્રદેશમાં તે આવેલું છે. 764માં ફ્રેન્ગ ચીહ પહેલાએ બંધાવેલ છ દરવાજાવાળી આશરે 5 કિમી.…

વધુ વાંચો >

કૂક ટાપુઓ

કૂક ટાપુઓ : દક્ષિણ પૅસિફિક મહાસાગરના પશ્ચિમ ભાગમાં આવેલો ટાપુસમૂહ. તે 8o.0′ દ. અ.થી 23o દ. અ. તથા 157o પ. રે.થી 167o પ. રે. વચ્ચેનો આશરે 22 લાખ ચોકિમી. જેટલો મહાસાગરીય વિસ્તાર આવરી લે છે, પરંતુ તેમના 15 જેટલા ટાપુઓનો કુલ ભૂમિવિસ્તાર 240 ચોકિમી. જેટલો છે તથા આ ટાપુઓને 145…

વધુ વાંચો >