વનસ્પતિશાસ્ત્ર
ચોપચીની
ચોપચીની : એકદળી વર્ગમાં આવેલા લીલીએસી કુળની આયુર્વેદિક વનસ્પતિ. સં. द्धिपान्तर वचा; હિં. મ. चोबचीनी, चोपचीनी; અં. ચાઈના રૂટ (china root); લૅ. Smilax china. તે પર્ણપાતી (deciduous) આરોહી વનસ્પતિ છે. તેના પર છાલશૂળ (prickles) ભાગ્યે જ જોવા મળે છે. પર્ણો ઉપવલયી (elliptic) કે ગોળાકાર હોય છે ફળ લાલ રંગનાં અને…
વધુ વાંચો >ચોળા
ચોળા : દ્વિદલા વર્ગની પૅપિલિઓનાસી કુળની વનસ્પતિ. શાસ્ત્રીય નામ Vigna unguiculata (Linn) Walp અને Syn. Vigna sinensis (Linn) Savi ex Hassk છે. ચોળા-ચોળીનાં અન્ય ભાષાઓમાં નામો આ પ્રમાણે છે : સં. निशापावा दीर्घबीजा; હિં. लोबिया, મરાઠી चवळ्या, અંગ્રેજી : કાઉપી. ચોળા કઠોળ વર્ગનો વેલાવાળો અર્ધટટ્ટાર વર્ષાયુ ક્ષુપ પાક છે, જે…
વધુ વાંચો >જટામાંસી (Nardus root)
જટામાંસી (Nardus root) : હિમાલયમાં કુમાઉંથી પૂર્વ સિક્કિમ સુધીના વિસ્તારમાં 3000થી 5000 મી.ની ઊંચાઈએ ઊગતા Spikenard અથવા Indian Nard(Nardostachys jatamansi, કુટુંબ Valerianaceae)ના સૂકા પ્રકંદ (rhizomes). તે વૅલેરિયનને બદલે વપરાય છે. આ પ્રકંદ 1થી 5 સેમી. લાંબા અને 0.5થી 3 સેમી. વ્યાસવાળા, નળાકાર, બદામીથી ભૂખરા રંગના હોય છે. તેના ઉપર લાલથી…
વધુ વાંચો >જનીન આપરિવર્તિત પાક (gene modified – GM crop)
જનીન આપરિવર્તિત પાક (gene modified – GM crop) : અન્ય સજીવના શરીરમાંથી અલગ કરેલ જનીનને કૃષિપાક વનસ્પતિમાં દાખલ કરીને તેના બીજના વાવેતરથી ઉત્પન્ન થયેલ પાક. અમેરિકાની બીજ-ઉત્પાદક મૉન્સેંટો કંપની મબલખ પ્રમાણમાં ગુણવત્તાવાળો પાક મળી રહે તે ઉદ્દેશથી જાતજાતના વનસ્પતિ-પાકોનાં બીજ તૈયાર કરી કૃષિકારોને વેચે છે. ઈ.સ. 1998માં આ કંપનીએ કપાસનાં…
વધુ વાંચો >જન્કસ
જન્કસ : દ્વિબીજદલા (Dicotyledon) વર્ગના જંકેસી કુળની એક પ્રજાતિ. તે ધ્રુવીય, સમશીતોષ્ણ અને કેટલીક વાર ઉષ્ણ પ્રદેશોમાં પણ વિસ્તરણ પામેલી જોવા મળે છે. ભારતમાં તેની 30 જેટલી જાતિઓની નોંધ થયેલી છે. તે બહુવર્ષાયુ અથવા ક્વચિત્ એકવર્ષાયુ શાકીય અને પાતળી-લાંબી વનસ્પતિ છે. Juncus communis, E. Mey, (syn. J. effusus, Linn. Mattingrush…
વધુ વાંચો >જરદાલુ
જરદાલુ : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Prunus armeniaca Linn. (હિં. જરદાલુ, અં. કૉમન ઍપ્રિકૉટ) છે. તે મધ્યમ કદનું, 10 મી. જેટલું ઊંચું, રતાશ પડતી છાલવાળું વૃક્ષ છે; અને ઉત્તર-પશ્ચિમ હિમાલયમાં ખાસ કરીને કાશ્મીર, ચિનાબ અને કુલુની ખીણોમાં તથા સિમલાની ટેકરીઓ પર લગભગ 3000 મી.ની…
વધુ વાંચો >જરાયુ (placenta)
જરાયુ (placenta) : સ્ત્રીકેસર(pistil)ની વક્ષસીવને અંડકો(જે ફલન બાદ બીજમાં પરિણમે છે.)ના ઉદભવનું સ્થાન. પ્રજનન માટે રૂપાંતરિત થયેલા પર્ણને સ્ત્રીકેસર કહે છે. બીજાશયમાં જરાયુ કે જરાયુઓનો ઉદભવ અને તેમની ગોઠવણીને જરાયુવિન્યાસ (placentation) કહે છે. સપુષ્પ વનસ્પતિઓના વર્ગીકરણમાં જરાયુવિન્યાસનું અત્યંત મહત્વ છે. બીજાશયની દીવાલની ધાર જ્યાં જોડાય ત્યાં વક્ષસીવને જરાયુ ઉત્પન્ન થાય…
વધુ વાંચો >જર્બેરા
જર્બેરા : લે. Gerbera gamesonii તથા બીજી જાતિઓ. કુળ : Astenaceae (compositae) સહસભ્યો : એસ્ટર, ઝીનીઆ વગેરે. અંગ્રેજીમાં એને Transval Daisy of Barberton daisy કહે છે. લગભગ 30થી 40 સેમી. ઊંચા થતા આ બહુવર્ષાયુ છોડના થડનો ભાગ દેખાતો નથી. જમીનમાંથી ચારે બાજુ લાંબાં પાન નીકળતાં હોય તેમ દેખાય છે. પાન…
વધુ વાંચો >જલક્રમક અથવા જલાનુક્રમણ (hydrosere)
જલક્રમક અથવા જલાનુક્રમણ (hydrosere) : તળાવ કે જળાશયોમાં પ્રારંભિક અવસ્થાથી માંડીને ચરમાવસ્થા સુધી જટિલ પર્યાવરણને અનુકૂળ બની સજીવ સમૂહમાં તથા પ્રગતિશીલ અનુક્રમિક ફેરફારો. તળાવ કે જળાશયોમાં જલાનુક્રમણનો પ્રારંભ કેટલાક વનસ્પતિ સૂક્ષ્મજીવો(phytoplanktons)ના સંસ્થાનીકરણથી થાય છે. તે સૌપ્રથમ વનસ્પતિસમાજ બનાવે છે અને અંતે વનમાં પરિણમે છે, જે વનસ્પતિના મુખ્ય ઘટકો સહિતની ચરમાવસ્થા…
વધુ વાંચો >