વનસ્પતિશાસ્ત્ર
કૉર્નફ્લાવર
કૉર્નફ્લાવર : કૉમ્પોઝિટી કુળની એક જાત. શાસ્ત્રીય નામ Centaurea cyanus. શિયાળામાં થતા આ મોસમી ફૂલના છોડ 30થી 50 સેમી. ઊંચા થાય છે. ફૂલ કાકર કાકરવાળાં દેખાય છે. સફેદ, ભૂરાં, ગુલાબી, મોરપીંછ, તપખીરિયાં વગેરે રંગનાં ફૂલ થાય છે. છોડ ફૂલથી ભરાઈ જાય છે. તે સ્વીટ સુલતાન તરીકે પણ ઓળખાય છે. મ.…
વધુ વાંચો >કોલિયસ
કોલિયસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબિયેટી), કુળની શાકીય અને ક્ષુપ સ્વરૂપો ધરાવતી પ્રજાતિ. આ પ્રજાતિમાં લગભગ 200 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમનું વિતરણ એશિયા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને પૅસિફિક દ્વીપકલ્પોના ઉષ્ણ અને ઉપોષ્ણ કટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 8 જેટલી જાતિઓ નોંધાયેલી છે. મોટા ભાગની…
વધુ વાંચો >કૉલી ફ્લાવર
કૉલી ફ્લાવર : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica oleracea Linn var. botrytis Linn. Sabvar. Cauliflora DC. (હિં. ફૂલગોભી; બં. ફૂલકાપી; મ., ગુ. ફૂલકોબી, ફુલેવર, છે. તે નીચી શાકીય વનસ્પતિ છે અને ઇંગ્લૅંડથી ભારતમાં સને 1822માં તેનો પ્રવેશ થયો છે. ટોચ ઉપર વિકસતા ફ્લાવરના દડા…
વધુ વાંચો >કૉસ્મૉસ (વનસ્પતિશાસ્ત્ર)
કૉસ્મૉસ (વનસ્પતિશાસ્ત્ર) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્ટરેસી કુળની એક પ્રજાતિ. તે લગભગ 34 જાતિઓની બનેલી શાકીય સુંદર પુષ્પોનું નિર્માણ કરતી પ્રજાતિ છે અને તેનું વિતરણ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં થયેલું છે. Cosmos bipinnatus Cav. ઉદ્યાનોમાં ઉગાડવામાં આવતી જાતિ છે. આ જાતિ મુખ્યત્વે ચોમાસામાં થાય છે. છતાં બીજી ઋતુઓમાં પણ…
વધુ વાંચો >કોહ્ન ફર્ડિનાન્ડ જુલિયસ
કોહ્ન, ફર્ડિનાન્ડ જુલિયસ (જ. 24 જાન્યુઆરી 1828, બ્રેસલૉ, પ્રુશિયા; અ. 25 જાન્યુઆરી 1898, બ્રેસલૉ) : વૈજ્ઞાનિક વિચારધારાઓમાં નવી ભાત પાડતા પ્રખર વનસ્પતિશાસ્ત્રી. પ્રાથમિક શિક્ષણ બ્રેસલૉમાં લઈ તેમણે બર્લિન વિશ્વવિદ્યાલયમાંથી 1847માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. લીલ અને ફૂગ સંબંધી મૌલિક સંશોધનની જર્મન પરંપરા તેમણે સાચવી રાખી અને જીવ-નિર્જીવના સીમાડા ઉપર પહોંચી જીવાણુ…
વધુ વાંચો >કોળું
કોળું : વર્ગ દ્વિદલા, કુળ Cucurbitaceae-નો વેલો. ફળને કોળું અને વેલાને કોળી કહે છે. ભારતમાં ચાર પ્રકારનાં કોળાંનું વાવેતર થાય છે. (જુઓ સારણી.) ક્રમ ગુજરાતી નામ હિંદી અંગ્રેજી શાસ્ત્રીય નામ 1. ચોમાસુ કોળું कददु pumpkin Cucurbita moschanta Duchesne ex Poir 2. ઉનાળુ કોળું सफद कददु Field pumpkin અથવા summer squash…
વધુ વાંચો >કૌચ (કૌવચ, ભેરવશિંગ)
કૌચ (કૌવચ, ભેરવશિંગ) : વનસ્પતિજ ઔષધિ. તેનાં વિવિધભાષી નામો આ પ્રમાણે છે : સંસ્કૃત : મર્કટી, આત્મગુપ્તા, સ્વયંગુપ્તા, કપિકચ્છુ; હિન્દી : કિંવાચ, કૌચ; મરાઠી : ખાજકુહિરી, ખાજકુહીલી; કોંકણી : ખાજકોલતી; બંગાળી : આલ્કુશી, ધુનારગુંડ, દયા, શુયાશિંબી; અંગ્રેજી : Cowhage, Cowitch; લૅટિન : Mucuna Prurita; Mucuna Pruriens. કૌચના છોડ – વેલા…
વધુ વાંચો >ક્યુપ્રેસેસી
ક્યુપ્રેસેસી : અનાવૃતબીજધારી વનસ્પતિઓના કોનિફરેલ્સ ગોત્રનું એક કુળ. તે વૃક્ષ કે ક્ષુપ-સ્વરૂપવાળી શંકુદ્રુમ જાતિઓ ધરાવે છે. પર્ણો નાનાં, શલ્કસમ, સંમુખ કે ચક્રિલ (whorled) અને દીર્ઘસ્થાયી હોય છે. પુંશંકુઓ નાના અને લઘુબીજાણુપર્ણો (microsporophylls) છત્રાકાર હોય છે. તેઓ 2-6 લઘુબીજાણુધાનીઓ (microspora-ngia) ધરાવે છે. માદા શંકુ બહુ ઓછા શલ્ક ધરાવતી ટૂંકી શાખાઓ ઉપર…
વધુ વાંચો >ક્રુસિફેરી
ક્રુસિફેરી : સપુષ્પ વનસ્પતિના વર્ગ દ્વિદલાનું એક કુળ. બેન્થૅમ હૂકરના મંતવ્ય પ્રમાણે આ કુળનો ઉદભવ પેપેવેરેસીમાંથી થયેલો છે; પરંતુ બાહ્યાકારવિદ્યા (external morphology) અને આંતરિક રચનાને આધારે તેની ઉત્પત્તિ કેપેરેડેસી કુળમાંથી થયેલી હશે તેમ પણ માનવામાં આવે છે. આ કુળમાં 350થી 375 પ્રજાતિઓ અને 3,000 જેટલી જાતિઓનો સમાવેશ થાય છે. આમ…
વધુ વાંચો >ક્રેટેગસ
ક્રેટેગસ (Crataegus) : Rosaceae-નું વાડોમાં થતું શોભન વૃક્ષ. કુળ અં. the hawthron; ગુ. કટગ. તેનાં સહસભ્યોમાં Potentilla નર્મદાના પટ અને પાવાગઢ ઉપર મળે છે, પરંતુ હિમાલયના વાયવ્ય વિસ્તાર ઉપર 2,000-3,000 મીટર ઊંચાઈએ કટગનાં વૃક્ષો વધે છે. તેની બે જાતિઓ પ્રખ્યાત છે. C. oxycantha અને C. monogyna. તે આશરે 10 મીટર…
વધુ વાંચો >