વનસ્પતિશાસ્ત્ર

ઓટેલિયા

ઓટેલિયા : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા જલજ કુળ હાઇડ્રૉકેરિટેસીની એક પ્રજાતિ. તે નિમજ્જિત (submerged) કે અંશત: તરતી શાકીય જાતિઓની બનેલી છે અને પુરોષ્ણકટિબંધીય (paleotropic) પ્રદેશો અને બ્રાઝિલમાં થાય છે. તેની બે જાતિઓ નોંધાઈ છે. Ottelia alismoides Pers. માંસલ, શિથિલ (flaccid) જલજ શાકીય જાતિ છે અને ભારતમાં તળાવો, ખાબોચિયાં, ધીમાં વહેતાં…

વધુ વાંચો >

ઓનાગ્રેસી

ઓનાગ્રેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – વજ્ર-પુષ્પી (Calyciflorae), ગોત્ર  મિર્ટેલીસ, કુળ – ઓનાગ્રેસી. આ કુળને ઇનોથેરેસી કે એપિલોબિયેસી તરીકે પણ ઓળખાવવામાં આવે છે. તે લગભગ 20 પ્રજાતિઓ અને 650…

વધુ વાંચો >

ઓપન્શિયા એલ.

ઓપન્શિયા, એલ. (Opuntia, L.) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા કૅકટેસી કુળની એક પ્રજાતિ. તેની એક જ જાતિ ગુજરાતમાં મળે છે; તે Opuntia elatior Mill Gard ફાફડો થોર કે હાથલો થોર છે. તે આશરે 2 મિમી. ઊંચું ક્ષુપ કોમળ પરંતુ તીક્ષ્ણ કાંટાવાળું; નાનાં નાનાં જૂથમાં કાંટાઓ ઊગે, જેનો સ્પર્શ થતાં તે…

વધુ વાંચો >

ઓપિલિયેસી કુળ

ઓપિલિયેસી કુળ : જુઓ ઓલેકેસી.

વધુ વાંચો >

ઑફિયૉગ્લૉસેસી

ઑફિયૉગ્લૉસેસી : ત્રિઅંગી વનસ્પતિઓમાં આવેલા સુબીજાણુ-ધાનીય (Eusporangiopsida) વર્ગના ઑફિયૉગ્લૉસેલીસ ગોત્રનું આદ્ય કુળ. આ કુળમાં ચાર પ્રજાતિઓ (Ophioglossum, Botrychium, Helminthostachys અને Rhizoglossum) અને 70 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ ભૌમિક (terrastrial) અને શાકીય વનસ્પતિઓ છે અને કોઈ અશ્મી-ઇતિહાસ ધરાવતી નથી. બીજાણુજનક (sporophyte) ટૂંકી, નાની અને માંસલ ગાંઠામૂળી (rhizome) ધરાવે…

વધુ વાંચો >

ઓરીઝા

ઓરીઝા (Oryza) : જુઓ ચોખા.

વધુ વાંચો >

ઓરોબેન્કેસી

ઓરોબેન્કેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિ પ્રમાણે તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી. ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae). શ્રેણી – દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae). ગોત્ર – પર્સોનેલ્સ. કુળ – ઓરોબેન્કેસી. આ કુળમાં 13 પ્રજાતિઓ અને લગભગ 140 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોટેભાગે…

વધુ વાંચો >

ઓલીએસી

ઓલીએસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી; ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae); શ્રેણી દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર – જેન્શીઆનેલીસ, કુળ – ઓલીએસી. યુરોપના ઓલિવ તેલ આપનાર ફળ ઉપરથી કુળનું નામ ઓલીએસી પડ્યું છે. આ કુળમાં 22 પ્રજાતિ…

વધુ વાંચો >

ઑલૅકેસી

ઑલૅકેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિ મુજબ તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મૉનોક્લેમિડી, શ્રેણી – એક્લેમિડોસ્પોરી, કુળ – ઑલૅકેસી. આ કુળમાં લગભગ 25 પ્રજાતિઓ અને 150 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. Olax (35 જાતિઓ) જૂની દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોની…

વધુ વાંચો >

ઓસમુન્ડેસી

ઓસમુન્ડેસી : ત્રિઅંગી વનસ્પતિઓમાં આવેલા આદિ-તનુબીજાણુધાનીય (protoleptosporangiopsida) વર્ગના ઓસમુન્ડેલિસ ગોત્રનું એકમાત્ર કુળ. આ કુળના સભ્યો સુબીજાણુધાનીય (Eusporangiopsida) અને તનુબીજાણુધાનીય(Leptosporangiopsida)નાં વચગાળાનાં લક્ષણો ધરાવતા હોઈ તે બંને વર્ગની જોડતી કડી ગણાય છે. તેઓનાં સુબીજાણુધાનીય લક્ષણો આ પ્રમાણે છે : (1) બીજાણુધાનીનો વિકાસ સુબીજાણુધાનીય પ્રકારનો હોય છે. એટલે કે, તેનો વિકાસ આરંભિક (initial)…

વધુ વાંચો >