વનસ્પતિશાસ્ત્ર

એલીલૉપથી

એલીલૉપથી : વનસ્પતિઓ, સૂક્ષ્મજીવો, વાઇરસ અને ફૂગ દ્વારા ઉત્પન્ન થતા દ્વિતીયક ચયાપચયકો (secondary metabolites) સાથે સંકળાયેલી અને કૃષિ અને જૈવિક તંત્રોની વૃદ્ધિ અને વિકાસને અસર કરતી હોય તેવી કોઈ પણ ક્રિયા. એલીલૉપથી બે ગ્રીક શબ્દો વડે બને છે, એલીલૉન (allelon) = અન્યોન્ય અને પૅથૉસ (pathos) = વિશિષ્ટ પ્રકારની રોગની સ્થિતિ…

વધુ વાંચો >

એલેન્જિયેસી

એલેન્જિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – વજ્રપુષ્પી (Calyciflorae), ગોત્ર – ઍપિયેલીસ (અંબેલેલીસ), કુળ-એલેન્જિયેસી. આ કુળ એક જ પ્રજાતિ અને લગભગ 22 જેટલી જાતિઓનું બનેલું છે અને જૂની દુનિયાના ઉષ્ણ…

વધુ વાંચો >

એલેમેંડા

એલેમેંડા : દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની પ્રજાતિ. તે મોટેભાગે આરોહી ક્ષુપસ્વરૂપ ધરાવે છે અને દક્ષિણ અમેરિકા અને વેસ્ટ ઇંડિઝની મૂલનિવાસી છે. તેનું વિતરણ સમગ્ર ઉષ્ણકટિબંધમાં થયેલું છે. Allemanda blanchettii A. DC., A. cathartica Linn., A. nerifolia Hook., અને A. violacea Gard. & Field.નાં કેટલાંક ઉદ્યાન-સ્વરૂપો (garden forms) ભારતીય ઉદ્યાનોમાં…

વધુ વાંચો >

એલો એલ.

એલો એલ. (Aloe L.) : જુઓ કુંવારપાઠું.

વધુ વાંચો >

ઍલોકેસિયા

ઍલોકેસિયા : એકદળી વર્ગમાં આવેલ એરેસી કુળની એક પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય એશિયા, મલેશિયા અને પૅસિફિકમાં થયેલું છે. તેમનો મુખ્યત્વે ખાદ્ય, ઔષધ અને શોભન-જાતિઓ તરીકે ઉપયોગ થાય છે. ભારતમાં તેની આઠ જેટલી જાતિઓ થાય છે. ઍલોકેસિયા કૅલેડિયમ અને કોલોકેસિયા સાથે ગાઢ સામ્ય ધરાવે છે. સુંદર પર્ણસમૂહ ધરાવતી વનસ્પતિઓમાં તે ઉચ્ચ…

વધુ વાંચો >

એલોમાયસિસ

એલોમાયસિસ : ભીની જમીન કે મીઠાં જળાશયોમાં વાસ કરનાર કશાધારી ચલિત-કોષી, સૂક્ષ્મજીવી ફૂગની એક પ્રજાતિ. સૃષ્ટિ : માયકોટા; વિભાગ : યૂમાયકોટા; વર્ગ : કાઇડ્રોમાયસેટ્સ; શ્રેણી : બ્લાસ્ટોક્લેડિયેલ્સ; કુળ : બ્લાસ્ટોક્લેડિયેસી; પ્રજાતિ : ઍલોમાયસિસ. ઈ. જે. બટલરે 1911માં ફૂગની આ પ્રજાતિની શોધ ભારતમાં કરી હતી. આ પ્રજાતિના સભ્યો મુખ્યત્વે કાર્બનિક જીવાવશેષો…

વધુ વાંચો >

ઍલ્યુરાઇટીસ

ઍલ્યુરાઇટીસ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક પ્રજાતિ. પૂર્વ એશિયા અને મલેશિયાના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થાય છે અને બીજમાંથી મળતા શુષ્કન તેલ માટે ઉગાડવામાં આવે છે. Aleurites fordii Hemsl. (તુંગ ઑઇલ ટ્રી), A. moluccana (Linn.) Willd. (જંગલી અખરોટ, તુંગતેલ જેવું જ તેલ ઉત્પન્ન કરે છે) અને A.…

વધુ વાંચો >

ઍવિસીનિયા

ઍવિસીનિયા : દ્વિદળી વર્ગમાં આવેલા ઍવિસીનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Avicennia officinalis Linn. (બં., હિં. બીના, બાની; ગુ. તવરિયા, તીવાર; તા. કાંડલ; મલા. ઓયેપાતા, મ. તીવાર; અં. વ્હાઇટ મૅન્ગ્રોવ) છે. ભારતમાં આ ઉપરાંત, A. alba Blume (બં. બીન) અને A. marina Vierh (તા. વેંકેદાન; તે. મડા; ગુ. મકાડ,…

વધુ વાંચો >

એવિસીનિયેસી

એવિસીનિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae), શ્રેણી – દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર – લેમીએલીસ, કુળ – એવિસીનિયેસી. ગર્ભવિદ્યાકીય વિશિષ્ટ લક્ષણોને લઈને સ્વામી અને પદ્મનાભને પ્રજાતિ – Avicenniaને વર્બિનેસી કુળમાંથી અલગ કરી તેને…

વધુ વાંચો >

એવીના એલ.

એવીના એલ. (Avena L.) : જુઓ ઓટ.

વધુ વાંચો >