લક્ષ્મેશ વ. જોશી
રામાનુજાચાર્ય
રામાનુજાચાર્ય (જ. 1017, પેરુમ્બુદુર અથવા ભૂતપુરી, તમિલનાડુ; અ. 1137) : વેદાંતમાં વિશિષ્ટાદ્વૈતના સ્થાપક આચાર્ય. વૈષ્ણવ સંપ્રદાયમાં યામુનાચાર્ય પછી મહાન આચાર્ય રામાનુજ થયા. તેમનાં માતા કાંતિમતી યામુનાચાર્યનાં પુત્રી હતાં અને તેમના પિતાનું નામ કેશવ યજ્વન્ હતું. યામુનાચાર્યના પુત્ર અને શિષ્ય મહાપૂર્ણ રામાનુજના મામા થતા હતા. રામાનુજનું મૂળ નામ લક્ષ્મણ પાડેલું હતું;…
વધુ વાંચો >લક્ષ્મણ
લક્ષ્મણ : સંસ્કૃત ભાષાના આદિકાવ્ય રામાયણનું એક મુખ્ય પાત્ર. સૂર્યવંશમાં ઇક્ષ્વાકુકુળના, અયોધ્યાના રાજા દશરથ અને રાણી સુમિત્રાના પુત્ર તથા રામના નાના ભાઈ. જનકપુત્રી ઊર્મિલાના પતિ તરીકે તેઓ રામાયણમાં વર્ણવાયા છે. તેઓ શેષના અવતાર હતા એમ પુરાણો કહે છે. તેમને અંગદ અને ચંદ્રકેતુ નામના બે પુત્રો હતા અને રામે બંને પુત્રોને…
વધુ વાંચો >સંબંધો (નવ્યન્યાય)
સંબંધો (નવ્યન્યાય) : ભારતીય નવ્યન્યાયશાસ્ત્ર અને તર્કશાસ્ત્રનો એક ખ્યાલ. નવ્યન્યાયમાં વિશિષ્ટ જ્ઞાનનું નિયમન કરનાર જે તત્ત્વ હોય તેનું નામ સંબંધ. નવ્યન્યાયમાં સંબંધો મુખ્યત્વે બે પ્રકારના બતાવ્યા છે : (1) મુખ્ય સંબંધો અને (2) ગૌણ સંબંધો. તેમાં મુખ્ય સંબંધો ચાર છે : (1) સંયોગ, (2) સમવાય, (3) સ્વરૂપ અને (4) તાદાત્મ્ય.…
વધુ વાંચો >