રા. ય. ગુપ્તે
ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)
ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…
વધુ વાંચો >ગેંડો
ગેંડો : ઢાલ જેવી જાડી ચામડી ધરાવતું, નાસિકાની ઉપરના ભાગમાં એક કે બે શૃંગ ધરાવતું, ટૂંકા માંસલ પગવાળું, જમીન ઉપરનું એક વિશાળકાય સસ્તન પ્રાણી. ગેંડાની પાંચ જાતિઓ (kinds) જોવા મળે છે. તે પૈકી ત્રણ જાત એશિયામાં અને બે જાત આફ્રિકામાં મળે છે. ભારતીય ગેંડો : એશિયા ખંડની ત્રણ જાતિઓ પૈકી…
વધુ વાંચો >ગોરડ
ગોરડ : બાવળની જાતનું નાના કદનું કાંટાવાળા પાનખર જંગલનું વૃક્ષ. શાસ્ત્રીય નામ : એકેસિયા સેનેગાલ (Acacia senegal); કુળ માઇમૉસેસી (Mimosaceae). ગોરડનાં ઝાડ 4.6થી 6 મીટર (15–20 ફૂટ) ઊંચાઈનાં થાય છે. તે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ વગેરે સ્થળે અર્ધશુષ્ક કાંટાવાળા પાનખર જંગલ કે વગડામાં કે નદીના વાંઘામાં ઊગતાં જોવા મળે છે. તે…
વધુ વાંચો >ગ્રીષ્મ નિદ્રા
ગ્રીષ્મ નિદ્રા : શુષ્ક કે ગરમ ઋતુમાં કેટલાંક પ્રાણીઓની ઠંડકવાળી જગ્યામાં ભરાઈ સુષુપ્ત જીવન ગુજારવાની નૈસર્ગિક ઘટના. ઠંડા લોહીવાળાં પ્રાણીઓ ઉનાળા જેવી ગરમીની ઋતુમાં બદલાતા પર્યાવરણમાં બહાર જીવી શકતાં નથી અને તેથી જમીન કે કાદવમાં ઊંડે ઘૂસી ગરમી સામે બચવા આવી અનુકૂળતા ગ્રહણ કરે છે. જે પ્રાણીઓ આવી રીતે શિયાળાની…
વધુ વાંચો >ચિત્તો (Hunting leopard)
ચિત્તો (Hunting leopard) : માંસાહારી (Carnivora) શ્રેણી અને બિડાલ (Felidae) કુળનું શિકારી સસ્તન પ્રાણી. ચિત્તા અને દીપડા (Panthera pardus) વચ્ચે ખૂબ સામ્ય હોવાને કારણે ઘણા લોકો બંને વચ્ચે ભેદ કરવામાં ભૂલથાપ ખાય છે. ચિત્તો મુખ્યત્વે ઘાસિયાં મેદાનોમાં રહેવાનું પસંદ કરે છે, જ્યારે દીપડો ગાઢ જંગલ અને ક્વચિત્ ઘાસિયા જંગલમાં જોવા…
વધુ વાંચો >ચિમ્પાન્ઝી (Pan troglodytes)
ચિમ્પાન્ઝી (Pan troglodytes) : માનવજાતની સૌથી નજીકનો જનીનિક સંબંધ ધરાવનારું, અપુચ્છ વાનર પ્રકારનું, અંગુષ્ઠધારી (primate) શ્રેણીનું અને પૉન્જીડી (Pongidae) કુળનું સસ્તન પ્રાણી. મનુષ્ય અને ચિમ્પાન્ઝીના 98 % જનીન-સંકેતો મળતા આવે છે. ચિમ્પાન્ઝીને મળતા આવતા અન્ય અપુચ્છ વાનરો(Apes)માં મધ્ય આફ્રિકાની ગોરીલાની બે જાતિઓ, દક્ષિણ પૂર્વ એશિયાની ઉરાંગ-ઉટાંનની બે જાતિઓ અને ઝાઇર(આફ્રિકા)ની…
વધુ વાંચો >ચેતાતંત્ર (માનવેતર)
ચેતાતંત્ર (માનવેતર) બહુકોષી પ્રાણીઓના શરીરમાં આવેલાં વિવિધ અંગોનાં કાર્યનાં નિયમન અને સમન્વય કરતું સ્વયં સંવેદનશીલ તંત્ર. આ સ્વયં સંવેદનશીલ તંત્રનું એકમ છે. ‘ચેતાકોષ’ અને સમગ્ર તંત્રને ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. શરીરની અંદરના અને બહારના પર્યાવરણમાં થતા ફેરફારો ઉદ્દીપન (stimulus) રૂપે આ ચેતાતંત્રના કોષો ઝીલે છે અને પ્રત્યુત્તર રૂપે અનુરૂપ…
વધુ વાંચો >છીપ (Bivalve)
છીપ (Bivalve) : પરશુપદી વર્ગનાં, બે ચૂનાયુક્ત કડક આવરણો વચ્ચે ઢંકાયેલા દરિયાઈ કે મીઠા પાણીના મૃદુકાય સમુદાય(phylum)ના જીવો. મીઠા પાણીની છીપોનાં બાહ્ય કવચ દરિયાઈ છીપોના કવચ કરતાં પાતળાં અને નાજુક હોય છે. તે બે કવચ ધરાવતાં હોવાથી તેમને દ્વિપુટ (bivalve) પણ કહે છે. પરશુપદી વર્ગના આ જીવોનો એકમાત્ર માંસલ પગ…
વધુ વાંચો >જનીનપ્રરૂપ અથવા જનીન પ્રકાર (genotype)
જનીનપ્રરૂપ અથવા જનીન પ્રકાર (genotype) : સજીવના કોઈ એક આનુવંશિક લક્ષણ માટે જવાબદાર જનીનબંધારણ. તે એક કે તેથી વધારે રંગસૂત્રસ્થાને આવેલાં વિકલ્પી જનીનોનો સેટ છે. પ્રજનકોમાંથી પ્રાપ્ત થયેલ આ જનીનો સંતાનોના શરીરના દરેક કોષમાં જોવા મળે છે. સજીવોની લાક્ષણિકતા આવાં જનીનપ્રરૂપોને આભારી છે. જોકે પર્યાવરણની અસર હેઠળ આ લાક્ષણિકતામાં ફેરફારો…
વધુ વાંચો >