રા. ય. ગુપ્તે

કરચલો

કરચલો (crab) : ખારા કે મીઠા પાણીમાં વિવિધ આકાર અને કદમાં મળી આવતા દસ પગવાળા જળચર કવચધારી પ્રાણીઓનો એક સમૂહ. કરચલાનો આકાર મોટેભાગે ગોળ અગર ચોરસ હોય છે. શીર્ષ અને ઉરસ જોડાઈ ગયેલા હોય છે અને ઉદર શીર્ષોરસ સાથે જોડાયેલું દેખાય છે. તેનું વિગતવાર વર્ગીકરણ આ મુજબ છે : સમુદાય…

વધુ વાંચો >

કરોળિયો

કરોળિયો : મકાનો કે કુદરતમાં વિશિષ્ટ પદ્ધતિથી રેશમી તાંતણાઓની જાળ ગૂંથી કીટકો અને અન્ય નાની જીવાતોને ફસાવી આહાર કરનાર 8 પગવાળું નાજુક અપૃષ્ઠવંશી પ્રાણી જેનું વિગતવાર વર્ગીકરણ આ મુજબ છે : સમુદાય – સંધિપાદ. ઉપસમુદાય – ચેલિસિરેટ વર્ગ – અષ્ટપાદી. શ્રેણી – એરેનિયા. કરોળિયા એ વીંછી, જૂવા, કથીરીની માફક અષ્ટપાદી…

વધુ વાંચો >

કલ્પસર-યોજના

કલ્પસર-યોજના : ગુજરાતનો ખંભાતના અખાતને ઘોઘા-હાંસોટ વચ્ચે આડબંધ બાંધી ખારા પાણીના પટને વિશાળ મીઠા પાણીના સરોવરમાં ફેરવવાનો આયોજિત કરેલો મહત્વાકાંક્ષી પ્રકલ્પ. કલ્પવૃક્ષ જેમ ઇચ્છિત ફળ આપનાર સ્વર્ગનું વૃક્ષ તેમ કલ્પસર એ ગુજરાતની જરૂરિયાતો અને ઇરાદાઓ પૂરાં પાડનાર અદભુત સરોવર. ગુજરાતની સરદાર સરોવર અને નર્મદા નહેર યોજનાના સફળ સંચાલન બાદ આ…

વધુ વાંચો >

કવચ (પ્રાણીજન્ય)

કવચ (પ્રાણીજન્ય) : પ્રાણીઓનું કઠણ ચૂનાયુક્ત / રેતીયુક્ત / અસ્થિજાત / શૃંગીય કે કાયટીનયુક્ત બાહ્ય આવરણ. જુદા જુદા પ્રાણીસમુદાયો કે વર્ગોમાં વિશિષ્ટ કાર્ય કરવા માટે વિવિધ રાસાયણિક બંધારણ ધરાવતાં કવચો કોષોના સ્રાવ કે પેશીઓના વિભેદનથી ઉત્પન્ન થાય છે. આવાં કવચોનો મૂળભૂત હેતુ શરીરના નાજુક ભાગો કે અંગિકાઓને રક્ષણ આપવાનો છે.…

વધુ વાંચો >

કાલુછીપ (pearl oyster)

કાલુછીપ (pearl oyster) : મોતી ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતી છીપ. મોતીછીપ નામે પણ તે ઓળખાય છે. આ પ્રાણીનો સમુદાય મૃદુકાય (mollusca); વર્ગ પરશુપાદ (pelecypoda) અથવા દ્વિપટલા (bivalvia); શ્રેણી philibranchia; કુળ teriidae છે. કચ્છના અખાતના દરિયામાં વાસ કરતી મોતીછીપ (Pinctada pinctada) અન્ય છીપની જેમ મુખ, જઠર તેમજ હૃદય ધરાવે છે. વિશિષ્ટ…

વધુ વાંચો >

કીટક

કીટક શીર્ષ, ઉરસ અને ઉદર એવા ત્રણ ભાગોમાં વહેંચાયેલું શરીર, સામાન્ય રીતે પાંખની બે જોડ અને ચલનપાદોની ત્રણ જોડ ધરાવનાર સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓ. પ્રાણીસૃષ્ટિમાં લગભગ 5/6 જાતનાં પ્રાણીઓ કીટકો હોય છે. હાલમાં કીટક વર્ગમાં આશરે 10,00,000 જાતના કીટકો વિજ્ઞાન-જગતમાં નોંધાયેલા છે. માનવહિત સાથે અત્યંત નિકટ સંબંધ ધરાવતા કીટકોનો અભ્યાસ કીટકશાસ્ત્રની…

વધુ વાંચો >

કીવી

કીવી : ન્યૂઝીલૅન્ડનું પાંખ વગરનું, મરઘીના કદનું, નિશાચર રાષ્ટ્રીય પક્ષી. સમુદાય : મેરુદંડી (chordata); ઉપસમુદાય : પૃષ્ઠવંશી (vertebrata); વર્ગ : વિહગ (aves); ઉપવર્ગ : નિયૉર્નિથિસ; શ્રેણી : એપ્ટેરિજિફૉર્મિસ; કુળ : એપ્ટેરિજિડે; પ્રજાતિ અને જાતિ : એપ્ટેરિક્સ ઑસ્ટ્રેલિયસ; અન્ય કીવીની જાતિઓ : એ. હાસ્તિ (A. haasti); એ. ઑવેની (A. owani). તેની…

વધુ વાંચો >

કૂતરાં

કૂતરાં શ્રેણી :  માંસાહારી (carnivora); કુળ Canidaeનું Canis. familiaris નામથી ઓળખાતું અને માનવને સૌથી વધારે વફાદાર એવું જાણીતું સસ્તન પ્રાણી. કૅનિડે કુળ 14 પ્રજાતિ અને આશરે 35 જાતિઓમાં વહેંચાયેલું છે. ન્યૂઝીલૅન્ડ અને વેસ્ટ ઇંડિઝને બાદ કરતાં, બધે સ્થળે જંગલી કૂતરાં વાસ કરે છે. ભારતમાં વસતાં જંગલી કૂતરાંને ઢોલ કહે છે.…

વધુ વાંચો >

કોષ

કોષ (cell) સજીવોની જીવન્ત અવસ્થાની બધી લાક્ષણિકતા ધરાવતો રચનાત્મક અને કાર્યાત્મક એકમ. જૈવિક ઉત્ક્રાંતિને કારણે સજીવોમાં જે વિવિધતા જોવા મળે છે, તે મૂળભૂત રીતે એકસરખી સામ્યતા દર્શાવતા કોષોનો ક્રમિક વિકાસ છે. બધા જ કોષોમાં જૈવ-રાસાયણિક તંત્ર અને જનીનિક સંકેતો લગભગ સરખા હોય છે. કાળક્રમે વિકાસ થતા, વિવિધ રચના ધરાવતા અને…

વધુ વાંચો >

ગર્ભવિદ્યા (પ્રાણી)

ગર્ભવિદ્યા (પ્રાણી) નર અને માદા જનનકોષોના સંયોજનથી ઉત્પન્ન થતા ફલિતાંડ(fertilized egg)માંથી નિર્માણ થતા ગર્ભના વિકાસનો ખ્યાલ આપતું વિજ્ઞાન. નર અને માદા જનનકોષોનું યુગ્મન થતાં ફલિતાંડમાં માતા અને પિતાના વારસા રૂપે ડી-ઑક્સિરાઇબોન્યૂક્લિઇક ઍસિડના અણુઓ રૂપે જનન ઘટકો આવેલા હોય છે. આ અણુઓમાં આવેલા સંકેતો(code)ના આધારે કોષમાં બંધારણ માટે અગત્યનાં પ્રોટીનોનું સંશ્લેષણ…

વધુ વાંચો >