રાજ્યશાસ્ત્ર
વૉરૉશિલૉવ, કે. વાય. (Voroshilov, Kliment Yefremovich)
વૉરૉશિલૉવ, કે. વાય. (Voroshilov, Kliment Yefremovich) (જ. 4 ફેબ્રુઆરી 1881, વરખ્યેને રશિયા; અ. 2 ડિસેમ્બર 1969, મૉસ્કો) : સોવિયેત સંઘના લશ્કરી અને રાજકીય નેતા. જૉસેફ સ્ટાલિન તેમના પરમ મિત્ર હતા અને તેના અવસાન બાદ તેમણે રાજ્યના વડા તરીકે સેવાઓ આપી હતી. 1903થી તેઓ બૉલ્શેવિક જૂથમાં સક્રિય હતા. 1917ની રશિયન ક્રાંતિ…
વધુ વાંચો >વૉર્ડ, બાર્બરા
વૉર્ડ, બાર્બરા (1914-81) : બ્રિટિશ મૂળનાં મહિલા પત્રકાર, અર્થશાસ્ત્રી અને રાજ્યશાસ્ત્રી. શરૂઆતનું શિક્ષણ પૅરિસ અને જર્મનીમાં તથા ઉચ્ચ શિક્ષણ ઇંગ્લૅન્ડની સોબોન અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં (1932-35). 1935માં સ્નાતકની પદવી લીધી. 1939માં ‘ઇકૉનૉમિસ્ટ’ નામના જાણીતા સાપ્તાહિકના તંત્રી વિભાગમાં જોડાયાં અને એ રીતે અર્થશાસ્ત્ર અને પત્રકારત્વના ક્ષેત્રમાં વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી. 1940માં આ…
વધુ વાંચો >વૉર્સો કરાર
વૉર્સો કરાર : પૂર્વ યુરોપના સામ્યવાદી દેશોને લશ્કરી કરાર હેઠળ એકત્ર કરનાર સંધિ. પોલૅન્ડના વૉર્સો શહેર ખાતે મે 1955માં આ સંધિ થઈ હોવાથી તે વૉર્સો કરાર તરીકે જાણીતી છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સત્તાની સર્વોપરિતા અંગેની સ્પર્ધા હરહંમેશ ચાલતી હોય છે. આ સર્વોપરિતાની અસરકારકતા વધારવા માટે દેશો પરસ્પર કરાર કરી, સંગઠન રચી,…
વધુ વાંચો >વૉલપોલ, (સર) રૉબર્ટ
વૉલપોલ, (સર) રૉબર્ટ (જ. 26 ઑગસ્ટ 1676, હાઉટન, નોરફૉક, ઇંગ્લૅન્ડ; અ. 18 માર્ચ 1745, લંડન) : ઓરફર્ડના પ્રથમ અર્લ, ગ્રેટ બ્રિટનના પ્રથમ વડાપ્રધાન, છતાં તે સમયે આ હોદ્દો ન હતો. અઢારમી સદીના પૂર્વાર્ધમાં ઇંગ્લૅન્ડના સૌથી વધુ પ્રભાવશાળી રાજપુરુષ. તેમણે ઇટન કૉલેજ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેઓ 1701માં પાર્લમેન્ટના…
વધુ વાંચો >વૉશિંગ્ટન, જ્યૉર્જ
વૉશિંગ્ટન, જ્યૉર્જ (જ. 22 ફેબ્રુઆરી, 1732 પોપ્સક્રીક, વેસ્ટમોરલૅન્ડ કાઉન્ટી, વર્જિનિયા; અ. 14 ડિસેમ્બર, 1799 માઉન્ટ વરનોન, વર્જિનિયા) : અમેરિકાના પ્રથમ પ્રમુખ, દેશના પિતા, બંધારણીય સંમેલનના પ્રમુખ, સ્વાતંત્ર્ય-સેનાની અને અમેરિકાની ક્રાંતિ દરમિયાન લશ્કરના સરસેનાધિપતિ. તેઓ ઑગસ્ટાઇન વૉશિંગ્ટનના સૌથી મોટા પુત્ર હતા. તેમનાં પ્રારંભિક વર્ષો પોટોમેક નદીના કાંઠે પોપ્સક્રીક ખાતે આવેલી કૌટુંબિક…
વધુ વાંચો >વૉશિંગ્ટન, બુકર ટાલીઆફેરો
વૉશિંગ્ટન, બુકર ટાલીઆફેરો (જ. 5 એપ્રિલ 1856, ફ્રેંકલિન કાઉન્ટી, વર્જિનિયા; અ. 14 નવેમ્બર 1915) : અમેરિકાના શિક્ષણકાર અને શ્યામ પ્રજાના પ્રભાવશાળી નેતા. તેઓ વર્જિનિયા રાજ્યના હાલ્સફૉર્ડ ખાતે ગુલામ તરીકે જન્મ્યા હતા. બાળક તરીકે તેઓ 9 મહિના કોલસાની ખાણમાં કામ કરી 3 મહિના શાળાએ જતા. હેમ્પટન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી 1875માં તેઓ…
વધુ વાંચો >વ્યાસ, જયનારાયણ
વ્યાસ, જયનારાયણ (જ. 1898; અ. 1963) : અગાઉના જોધપુર રાજ્યના વડાપ્રધાન અને રાજસ્થાનના મુખ્યમંત્રી. તેમના પિતાશ્રી સેવારામ વ્યાસ અગાઉના જોધપુર રાજ્યના રેલવે ખાતામાં સામાન્ય અધિકારી હતા. તે રૂઢિચુસ્ત પુષ્કર્ણા જ્ઞાતિના હતા. તે પંજાબ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા આપવા માર્ચ 1919માં દિલ્હી ગયા, ત્યાં સુધી ખાસ બહાર ગયા ન હતા. દિલ્હીમાં 30…
વધુ વાંચો >વ્હાઇટ હાઉસ
વ્હાઇટ હાઉસ : અમેરિકાના પ્રમુખનું વૉશિંગ્ટન ડી. સી.માં આવેલું સત્તાવાર નિવાસસ્થાન. 1600માં પેન્સિલવાનિયા ઍવન્યૂની સામે આવેલી 7 હેક્ટર જમીનમાં આ ઇમારત રચવામાં આવી છે, જેમાં અમેરિકાના પ્રમુખ અને તેમનો પરિવાર વસે છે. પ્રમુખનાં મહત્વનાં કાર્યાલયો પણ આ ઇમારતમાં છે અને ત્યાંથી કામકાજ કરે છે. વ્હાઇટ હાઉસની ઇમારત 132 ખંડ ધરાવે…
વધુ વાંચો >વ્હિયર, કે. સી.
વ્હિયર, કે. સી. (જ. 1907 ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયન શિક્ષણકાર અને રાજ્યશાસ્ત્રી. આખું નામ વ્હિયર કેનેથ ક્લિન્ટન. તેમણે તેમનો અભ્યાસ સ્કૉચ કૉલેજ, મેલબોર્ન તથા ઑક્સફર્ડ જેવી પ્રખ્યાત શિક્ષણસંસ્થાઓમાં કરેલો. કારકિર્દીના પ્રારંભે 1934થી 1939 દરમિયાન ઑક્સફર્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં સાંસ્થાનિક ઇતિહાસના વ્યાખ્યાતા તરીકે સેવા આપી. 1939થી 1944 સુધી કોલંબિયા યુનિવર્સિટી, ઑક્સફર્ડમાં ફેલો તરીકે…
વધુ વાંચો >વ્હેલી વૉટસન જૉન (કર્નલ)
વ્હેલી વૉટસન જૉન (કર્નલ) (જ. 1838, પુણે; અ. 1889) : કાઠિયાવાડના 4થા પોલિટિકલ એજન્ટ તથા ગુજરાતના પુરાતત્વના જ્ઞાતા. પિતા વ્હેલી પુણેમાં બ્રિટિશ સરકારના એક અધિકારી હતા. 16 વર્ષની વયે જૉને ઇંગ્લૅન્ડમાં લશ્કરી તાલીમ પૂરી કરી ભારત આવી પુણે એક્સાઇન રેજિમેન્ટમાં ભરતી થયા. ક્રમશ: ઉત્તરોત્તર બઢતી મેળવતા જઈ 1862માં કૅપ્ટન થયા…
વધુ વાંચો >