રાજેશ શર્મા
ટેસ્લા, નિકોલા
ટેસ્લા, નિકોલા (જ. 10 જુલાઈ 1856, સ્મીલ જાન લીકા (હાલ યુગોસ્લાવિયા), ઑસ્ટ્રિયા-હંગેરી સરહદ નજીક; અ. 7 જાન્યુઆરી 1943) : ક્રોશિયન-અમેરિકન વિદ્યુતશાસ્ત્રી અને પ્રસારણ, રેડિયો અને વિદ્યુત-ઊર્જામાં પાયાનું કાર્ય કરનાર વૈજ્ઞાનિક. 1880માં યુનિવર્સિટી ઑવ્ પ્રાગમાં અભ્યાસ કરી સ્નાતક થયા. 1884માં વતન છોડીને ન્યૂયૉર્ક ગયા. 1889માં અમેરિકન નાગરિકત્વ પ્રાપ્ત કર્યું. યુ.એસ.માં તે…
વધુ વાંચો >ડિરાક, પૉલ એડ્રિએન મૉરિસ
ડિરાક, પૉલ એડ્રિએન મૉરિસ (જ. 8 ઑગસ્ટ 1902, બ્રિસ્ટલ, ઇંગ્લૅન્ડ; અ. 21 ઑક્ટોબર 1984, ટાલાહાસી, યુ. એસ.) : પ્રતિકણ- (antiparticle)ની શોધ માટે વૈજ્ઞાનિક શ્રોડિંજરની સાથે 1933નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર ભૌતિકશાસ્ત્રી. તે સ્વિસ પિતા અને અંગ્રેજ માતાનું સંતાન હતા. પ્રારંભિક શિક્ષણ બ્રિસ્ટલમાં મર્ચન્ટ વેન્ચર્સ સ્કૂલમાં લઈને ઉચ્ચ અભ્યાસ માટે બ્રિસ્ટલ…
વધુ વાંચો >ડી ફૉરેસ્ટ, લી
ડી ફૉરેસ્ટ, લી (જ. 26 ઑગસ્ટ 1873, કાઉન્સિલ બ્લફ્સ, આયોવા; અ. 30 જૂન 1961 હૉલિવૂડ, કૅલિફૉર્નિયા) : ટ્રાયોડ વાલ્વના શોધક અને યુનાઇટેડ સ્ટેટ્સમાં વાયરલેસ ટેલિગ્રાફી અને રેડિયો-પ્રસારણના પ્રણેતા. 1907માં બે ઇલેક્ટ્રોડવાળા ડાયોડ વાલ્વમાં સુધારો કરીને ત્રણ ઇલેક્ટ્રોડવાળા ટ્રાયોડ વાલ્વની શોધ કરી. ટ્રાયોડ દ્વારા રેડિયો સંકેતોનું વિવર્ધન થઈ શકે છે તેમજ…
વધુ વાંચો >ડૉપ્લર અસર
ડૉપ્લર અસર (Doppler effect) : તરંગ સ્રોત અને નિરીક્ષકની સાપેક્ષ ગતિને કારણે ઉદભવતો આવૃત્તિ – તફાવત. ‘ડૉપ્લર અસર’નું પ્રથમ વાર વર્ણન ઑસ્ટ્રિયન ભૌતિકશાસ્ત્રી ડૉપ્લર ક્રિસ્ટિઆન જોહાને 1842માં કર્યું હતું. સ્રોતમાંથી ઉદભવતો ધ્વનિ કે પ્રકાશનો તરંગ નિરીક્ષક પાસે પહોંચે ત્યારે તેની આવૃત્તિ, મૂળ આવૃત્તિ કરતાં વધે છે, દૂર જતાં ઘટે છે.…
વધુ વાંચો >ડૉપ્લર, ક્રિસ્ટિઆન જોહાન
ડૉપ્લર, ક્રિસ્ટિઆન જોહાન (જ. 29 નવેમ્બર 1803, સેલ્ઝબર્ગ, ઑસ્ટ્રિયા; અ. 17 માર્ચ 1853, વેનિસ) : ‘ડૉપ્લર અસર’ના શોધક ઑસ્ટ્રિયન ભૌતિકશાસ્ત્રી. વિયેનાની પૉલિટૅક્નિક ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો. શરૂનાં વર્ષોમાં ગણિતશાસ્ત્ર ઉપર લખ્યું હતું. 1842માં ‘કન્સર્નિંગ ધ ક્લર લાઇટ ઑવ્ ડબલ સ્ટાર્સ’ નામનું તેમનું પુસ્તક પ્રસિદ્ધ થયું. તેમાં તેમણે સિદ્ધાંત આપ્યો કે સ્થિત…
વધુ વાંચો >તામ, ઇગર યેવગેનિયેવિચ
તામ, ઇગર યેવગેનિયેવિચ (જ. જુલાઈ 1895, વાલ્ડિવૉલ્ટૉક, રશિયા; અ. 12 એપ્રિલ 1971, મૉસ્કો) : સિરેન્કૉવ અસરની શોધ અને તેના અર્થઘટન માટે, રશિયન ભૌતિકશાસ્ત્રીઓ પી. એ. સિરેન્કૉવ અને એન. આઈ. ફ્રૅન્કની સાથે, 1958ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારના વિજેતા. 1918માં મૉસ્કો યુનિવર્સિટીમાંથી સ્નાતક બન્યા પછી તે જ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયા અને જીવનનો…
વધુ વાંચો >થૉમ્સન પ્રકીર્ણન
થૉમ્સન પ્રકીર્ણન (Thomson Scattering) : મુક્ત ઇલેક્ટ્રૉન કે શિથિલ ઇલેક્ટ્રૉન દ્વારા ઉદભવતી, વિદ્યુતચુંબકીય વિકિરણની પ્રકીર્ણનની ઘટના. થૉમ્સન પ્રકીર્ણનને, વિકિરણનું શોષણ કરતા પરમાણુના ઇલેક્ટ્રૉનનાં પ્રણોદિત દોલનોના સંદર્ભમાં સમજાવી શકાય છે. દોલન કરતા ઇલેક્ટ્રૉન કે વિદ્યુતભારો, ઓછી ઊર્જાના વિદ્યુતચુંબકીય વિકિરણના સ્રોત બને છે અને તે બધી દિશામાં વિકિરણ ઉત્સર્જિત કરે છે, પ્રકીર્ણન…
વધુ વાંચો >