રાજેન્દ્ર ખીમાણી

નાગરવેલ

નાગરવેલ : દ્વિદળી વર્ગના પાઇપરેસી કુળની એક વનસ્પતિ. તે વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ Piper betle Linn. (સં. नागवल्ली, ताम्बूल, હિં. બં. મ. पान; ગુ. નાગરવેલ, પાન; ક. યલીબળી, તે. તામલ પાકુ; ફા. બર્ગતંબોલ, અ. કાન) છે. તે બહુવર્ષાયુ, દ્વિગૃહી (dioecious) વેલ છે અને સંભવત: મલેશિયાની મૂલનિવાસી છે. પ્રકાંડ અર્ધ-કાષ્ઠમય, આરોહણની ક્રિયા…

વધુ વાંચો >

નેપાળો (આયુર્વિજ્ઞાન અને આયુર્વેદ)

નેપાળો (આયુર્વિજ્ઞાન અને આયુર્વેદ) : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગના યુફોરબિયેસી (એરંડાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Croton tiglium Linn. (સં. દ્રવન્તી, જયપાલ, દન્તિબીજ, બૃહદંતી, જેપાલ; હિં. જમાલગોટા; બં. જયપાલ; પં. જપોલોટા મ. જેપાળબીજ; ગુ. નેપાળો; તા. લાલ., નિર્વીલ; તે. નૈપાલવેમું; તુ. બ્યારીબિટ્ટુ; ફા. બેદઅંજીહખતાઈ, તુમ્ખેબંદે; અ. હબુસ્સલાતીન; અં. પર્જિંગ ક્રોટોન) છે.…

વધુ વાંચો >

નોલકોલ (Knolkol)

નોલકોલ (Knolkol) : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા બ્રેસીકેસી (રાજિકાદિ/રાઈ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica oleracea var. gongylodes Linn. (હિ. ગંઠ ગોબી; બં. ઓલ્કાપી; મ.નાવલ કોલ; ગુ. નોલકોલ; ક. કોસુગડ્ડે, નવિલાકોસુ; તા. નૂલખોલ; તે ગડ્ડાગોબી, નૂલખોલ; ઉ. ગંઠીકોબી; અં. નોલ-ખોલ, કોહલ્રાબી) છે. વિતરણ : ઉત્તર યુરોપના દરિયાકિનારાના દેશોની મૂલનિવાસી…

વધુ વાંચો >

ફણસી

ફણસી : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Phaseolus vulgaris Linn. syn. P. nanus Linn.   હિં. बकला सजमा (बीज), મ. શ્રવનધેવડા; ગુ. ફણસી; અં. ફ્રેંચ બીન, ડ્વાર્ફ બીન, કિડની બીન, હેરીકોટ બીન) છે. તેનો પ્રાથમિક ઉદભવ દક્ષિણ મૅક્સિકો અને મધ્ય અમેરિકામાં થયો છે અને તેનો દ્વિતીયક…

વધુ વાંચો >

ફુલેવર

ફુલેવર : દ્વિદળી વર્ગના બ્રેસિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica oleracea Linn. var. bocrytis (હિં., બં. ફુલકપી; મ. ગુ. ફુલકોબી; અં. કૉલીફ્લાવર) છે. ફુલેવર કૉલવટર્સ નામના જંગલી કોબીની જાતિના વંશજમાંથી આવેલ છે. ફુલેવરનો ઉદભવ સાયપ્રસ અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના પ્રદેશોમાં થયો હોવાનું મનાય છે. આકૃતિવિજ્ઞાન(morphology)ની ર્દષ્ટિએ શાક માટે…

વધુ વાંચો >

બટાટા

બટાટા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Solanum tuberosum Linn. (હિં., બં. भालू; મ., ગુ. બટાટો; અં. potato) છે. તેનું મૂળ વતન દક્ષિણ અમેરિકા છે. ભારતમાં આ પાક સત્તરમી સદીની શરૂઆતમાં પૉર્ટુગીઝો દ્વારા પ્રવેશ પામ્યો હોવાનું મનાય છે. બટાટાનો છોડ 0.5 મી.થી 1.0 મી.…

વધુ વાંચો >

બાગાયત પાકો

બાગાયત પાકો : બાગમાં ઉછેરાતાં ફળ ને શાકભાજીના પાકો. બાગાયતને અંગ્રેજીમાં horticulture કહે છે. હૉર્ટિકલ્ચર એ લૅટિન શબ્દો (horts)-બાગ અને (cultura)–કલ્ટર–ખેતી(culture)નો બનેલો છે. વર્ષો પહેલાં બાગાયતને પોતાના અંગત વપરાશ માટે ઘરની આજુબાજુ ઓછી જમીનમાં ઉગાડવામાં આવતી વનસ્પતિ એટલે કે બાગ તરીકે ગણતા હતા. ધાન્ય કે રોકડિયા પાક કરતાં બાગાયતી પાકો…

વધુ વાંચો >

બીટ

બીટ : દ્વિદળી વર્ગમાં આવેલા ચિનોપોડિયેસી કુળની એક દ્વિવર્ષાયુ (biennial) વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Beta vulgaris Linn. છે. તે અરોમિલ માંસલ શાકીય જાતિ છે અને તેનાં મૂળ શર્કરાઓ ધરાવે છે. તે યુરોપ, અમેરિકા, ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશ અને વિશ્વના અન્ય વિવિધ ભાગોમાં વાવવામાં આવે છે. કૃષ્ટ (cultivated) બીટમાં ‘શુગર બીટ’, ‘ઉદ્યાન-બીટ’,…

વધુ વાંચો >