રસેશ જમીનદાર
ઢાંકી, મધુસૂદન
ઢાંકી, મધુસૂદન (જ. 31 જુલાઈ 1927, પોરબંદર, ગુજરાત; અ. 29 જુલાઈ 2016, અમદાવાદ) : કલાનાં વિવિધ ક્ષેત્રોના આજીવન અભ્યાસી, અન્વેષક અને લેખક. મુખ્ય રસનો વિષય મંદિરસ્થાપત્ય, શિલ્પ, લોકકલાઓ – હસ્તકલાઓ, ઉદ્યાનવિદ્યા અને રત્નવિદ્યા. ભૂસ્તરવિદ્યા અને રસાયણવિદ્યાના વિષયો સાથે વિજ્ઞાનના સ્નાતક. કારકિર્દીનો આરંભ તેમણે સેન્ટ્રલ બૅંક ઑવ્ ઇંડિયામાંથી (1950થી 53) કર્યો.…
વધુ વાંચો >તક્ષશિલા
તક્ષશિલા : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને વિદ્યાસંસ્કારના કેન્દ્રરૂપ જગવિખ્યાત નગરી. પ્રાચીન ભારતના રાવળપિંડી શહેરની પશ્ચિમે પાંત્રીસ કિમી.ના અંતરે આવેલું આ સ્થળ ગાંધાર પ્રાન્તની રાજધાની હતું. રામના ભાઈ ભરતે આની સ્થાપના કરેલી અને પુત્ર તક્ષને અહીંનો રાજા નીમેલો. એના નામ ઉપરથી આ રાજધાની તક્ષશિલા તરીકે ઓળખાઈ, એવો વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ છે.…
વધુ વાંચો >તાવર્ન્યે, ઝાં બાપ્તિસ્ત
તાવર્ન્યે, ઝાં બાપ્તિસ્ત (જ. 1605, પૅરિસ; અ. 1689, મૉસ્કો) : ફ્રેન્ચ મુસાફર, લેખક અને ઝવેરાતનો વેપારી. તાવર્ન્યેએ સાત વખત દરિયાઈ સફર ખેડેલી, જેમાંથી પાંચ વખત તો તે ભારત આવેલો અને લાંબો વખત ત્યાં રહેલો. તેણે તેનો પ્રથમ પ્રવાસ 1630થી 32માં કરેલો જેમાં તે કૉન્સ્ટેન્ટિનોપલ થઈ પર્શિયા પહોંચેલો. આ પ્રવાસમાં તે…
વધુ વાંચો >તિરુવલ્લુવર
તિરુવલ્લુવર : બે હજાર વર્ષ ઉપર થઈ ગયેલા દક્ષિણ ભારતના એક મહાન સંત. મૂળ નામ વલ્લુવર. તેમના વિશે કોઈ અંગત માહિતી ઉપલબ્ધ નથી. કિંવદન્તી મુજબ એ ભગવત નામના એક બ્રાહ્મણ તથા આદિ નામની હરિજન સ્ત્રીના પુત્ર હતા. એમના જીવન વિશે તમિળનાડુમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે. કબીરની જેમ જન્મે–વ્યવસાયે આજીવન વણકર.…
વધુ વાંચો >ત્રિભુવનપાલ
ત્રિભુવનપાલ : ગુજરાતના સોલંકી વંશની મુખ્ય શાખાના બે રાજપુરુષો : એક, કુમારપાલના પિતા અને બીજા ભીમદેવ બીજાના પુત્ર. પ્રથમ ત્રિભુવનપાલ રાજઘરાણાના સભ્ય હતા પણ શાસક ન હતા. તે કર્ણદેવ પહેલાના ભત્રીજા દેવપ્રસાદના પુત્ર હતા અને સિદ્ધરાજ જયસિંહના સામંત અને સહાયક હતા. કુમારપાલના મંત્રી ઉદયનના પુત્ર અને મહામાત્ય વાગ્ભટે સંવત 1211માં…
વધુ વાંચો >થાપર, બાલકૃષ્ણ
થાપર, બાલકૃષ્ણ (જ. 24 ઑક્ટોબર 1921, લુધિયાણા) : જાણીતા ઉત્ખનનવિદ અને પુરાતત્વવિદ. અભ્યાસ એમ.એ. ઉપરાંત હાઇડલબર્ગ યુનિવર્સિટીમાંથી ઍડવાન્સ્ડ કૉર્સ ઇન વેસ્ટ એશિયન આર્કિયૉલૉજીનો ડિપ્લોમા પણ મેળવ્યો. ભારતની વિખ્યાત પુરાવસ્તુવિદ્યાની સંસ્થા આર્કિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં વિવિધ હોદ્દા ઉપર કામગીરી કરી; દા. ત., 1973થી 77 સુધી જૉઇન્ટ ડિરેક્ટર જનરલ, 1977–78માં ઍડિશનલ ડિરેક્ટર…
વધુ વાંચો >થિયોબાલ્ડ
થિયોબાલ્ડ (જ. આશરે ઈ. સ. 1090, બેક, નૉર્મન્ડી; અ. 18 એપ્રિલ 1161) : ઇંગ્લૅન્ડના મહત્વના ધર્મસ્થાન કૅન્ટરબરીના આર્કબિશપ. એમની કારકિર્દીનો પ્રારંભ નૉર્મન્ડીમાં બેકના મઠમાં દાખલ થતાં થયો હતો. 1127માં તેઓ મઠના ઉપમહંત બન્યા અને 1136માં ઍબટના સ્થાને પહોંચ્યા. 1138માં કૅન્ટરબરીના ખ્રિસ્તી ધર્માચાર્ય – આર્કબિશપ તરીકે પસંદગી પામ્યા. એમનું ઘર લઘુ…
વધુ વાંચો >થૉમસ, સર હર્બટ
થૉમસ, સર હર્બટ (જ. 1606, યૉર્ક; અ. 1 માર્ચ 1682, યૉર્ક) : અંગ્રેજ મુસાફર અને લેખક. ક્રિસ્ટોફર હર્બટના પુત્ર. હર્બટે પોતાના પ્રવાસ વિશે 1634માં ત્રણ ગ્રંથો લખ્યા હતા, જેમાં પર્શિયન રાજાશાહીના વર્ણનના અને આફ્રિકા-એશિયાના પ્રવાસવર્ણનના ગ્રંથો મુખ્ય છે. આમાંય આફ્રિકા-એશિયાના વર્ણનગ્રંથની કુલ ચાર આવૃત્તિઓ અનુક્રમે થઈ હતી. ઑક્સફર્ડ અને કેમ્બ્રિજમાં…
વધુ વાંચો >દિદ્દા
દિદ્દા (દશમી સદીનો ઉત્તરાર્ધ) : સુપ્રસિદ્ધ સંસ્કૃત વિદ્વાન અભિનવગુપ્તના પૌત્ર પર્વગુપ્તથી શરૂ થયેલા કાશ્મીરના એક રાજવંશની રાજમાતા અને ક્ષેમગુપ્ત(950)ની પત્ની. લોહર પ્રદેશના રાજા ખશ સિંહરાજની આ કુંવરી મહત્વાકાંક્ષી, ખટપટી, મેધાવી અને પ્રતિભાવંત હતી. ક્ષેમગુપ્ત આઠ વર્ષ રાજ્ય કરી મૃત્યુ પામ્યો ત્યારે તેનો પુત્ર અભિમન્યુ સગીર હતો. આથી રાજમાતા દિદ્દાએ વાલી…
વધુ વાંચો >દિમિત્ર
દિમિત્ર (ઈ. સ. પૂ. ત્રીજી સદી) : એઉથીદિમનો પુત્ર અને બૅક્ટ્રિયાનો રાજા. ભારત અને બૅક્ટ્રિયાના રાજકીય ઇતિહાસમાં દિમિત્રનું યોગદાન ધ્યાનાર્હ રહ્યું છે. સિકંદર પછી ભારતમાં સિંધુ નદીની પૂર્વમાં ગ્રીક સત્તાને પ્રસારવા માટે દિમિત્ર જવાબદાર હતો. એના રાજ્યઅમલ દરમિયાન ભારતનો ગ્રીસ સાથેનો રાજકીય તેમજ સાંસ્કૃતિક સંબંધ ગાઢ બન્યો હતો. જોકે ભારતમાંની…
વધુ વાંચો >