રસેશ જમીનદાર
આર્જુનાયન
આર્જુનાયન : પ્રાચીન સમયના આદિવાસી લોકો. તેઓ પાંડવોમાંના અર્જુન અથવા તે નામના હૈહય કુળના રાજામાંથી ઊતરી આવ્યાનો દાવો કરે છે. આગ્રા અને મથુરાની પશ્ચિમે રાજસ્થાનમાં ભરતપુર તથા અલવરની આસપાસ તેમનું ગણરાજ્ય હતું. તેમના ગણરાજ્યના સિક્કા ઈ. પૂ. પ્રથમ સદીનાં છેલ્લાં વર્ષોના બ્રાહ્મી લિપિના ‘आर्जुनायनानाम् जयः ।’ લખેલા મળ્યા છે. એમના…
વધુ વાંચો >આર્ય
આર્ય : ભારતીય પરંપરામાં સ્વાગતયોગ્ય, શ્રેષ્ઠ, સ્વામી, નેતા વગેરે અર્થોમાં પ્રયોજાયેલો શબ્દ. આપણી સાંસ્કૃતિક પરંપરામાં आर्य શબ્દ ઋગ્વેદયુગથી પ્રચારમાં છે. ઋગ્વેદમાં આ શબ્દ 36 વખત પ્રયોજાયો છે. તેય કેવળ માણસના સંદર્ભે જ નહીં પણ વાદળ, વરસાદ, પ્રકાશ, સોમરસ વગેરેના સંદર્ભે પણ. આ બધી વખત આ શબ્દ સ્વાગતયોગ્ય, શ્રેષ્ઠ, સ્વામી, પૂજ્ય,…
વધુ વાંચો >ઇન્કા સંસ્કૃતિ
ઇન્કા સંસ્કૃતિ : દક્ષિણ અમેરિકામાં પશ્ચિમ કિનારે વિકસેલી સંસ્કૃતિ. ઊંચા પહાડો, નીચાણમાંનાં જંગલો અને કાંઠાળ રણ ધરાવતા પ્રદેશમાં ઇન્કા સામ્રાજ્ય વિકસ્યું હતું. પુરાતત્ત્વવિદોને ઈ. સ. પૂ. 1200થી ઈ. સ. પૂ. 400 દરમિયાન ચવીન, ઈ. સ. પૂ. 400થી ઈ. સ. 400 દરમિયાન પોરાકાસ, ઈ. સ. પૂ. 272થી ઈ. સ. 1000 દરમિયાન મોચિકા,…
વધુ વાંચો >ઇન્દ્રરાજ-3
ઇન્દ્રરાજ-3 (914થી 927 : શાસનકાળ) : રાષ્ટ્રકૂટ વંશનો પ્રતાપી રાજા. તેનો પિતા જગત્તુંગ અકાલવર્ષ કૃષ્ણરાજની હયાતીમાં મૃત્યુ પામેલો તેથી ઇન્દ્રરાજ 3જાને દાદાની ગાદીનો ઉત્તરાધિકાર 30 વર્ષની યુવાનવયે પ્રાપ્ત થયેલો. 915નાં બે દાનશાસનમાં એના રાજ્યાભિષેકનો તાજા બનાવ તરીકે ઉલ્લેખ મળે છે. ઇન્દ્રરાજ 3જાએ પટ્ટબંધના ઉત્સવ પ્રમાણે તુલાપુરુષમાં આરોહણ કરીને સેંકડો ગ્રામદાન…
વધુ વાંચો >ઈલોરા
ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…
વધુ વાંચો >ઈશ્વરદત્ત
ઈશ્વરદત્ત (પ્રાય: ચોથી સદીનો પૂર્વાર્ધ) : ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રમાંથી ઈશ્વરદત્તના ચાંદીના સિક્કા મળ્યા છે, જેમાં અગ્રભાગે રાજાની મુખાકૃતિ અને વર્ષસૂચક સંખ્યા તથા પૃષ્ઠભાગે મધ્યમાં પર્વતાદિ ચિહ્નો અને સંસ્કૃતમાં રાજાનું નામ છે. બધી રીતે એના સિક્કા પશ્ચિમી ક્ષત્રપોના સિક્કા સાથે ઘણું સામ્ય ધરાવે છે. ઈશ્વરદત્તે ક્ષત્રપ પ્રદેશ ઉપર…
વધુ વાંચો >ઈંટવાના બૌદ્ધ અવશેષો
ઈંટવાના બૌદ્ધ અવશેષો : જૂનાગઢ પાસે ઈંટવા નામના સ્થળેથી મળી આવેલા બૌદ્ધ વિહારનાં ખંડેર. ગિરનારની તળેટીમાં અશોકના શિલાલેખથી 5 કિલોમીટરના અંતરે 1949માં ખોદકામ કરવાથી પ્રસિદ્ધ પુરાતત્વવિદ્ ગિરજાશંકર વલ્લભજી આચાર્યને તે મળેલા. આ વિહારની પશ્ચિમે વ્યાસપીઠ હતી. બાકીની ત્રણેય દિશામાં અલિન્દ સાથેની ઓરડીઓ હતી. અહીંથી પથ્થરનાં તોલમાપ, વાટવાના પથ્થર, કસોટી પથ્થર,…
વધુ વાંચો >ઈંટેરી સ્થાપત્ય
ઈંટેરી સ્થાપત્ય : ઈંટના ઉપયોગથી રચાયેલ સ્થાપત્ય. નદીકિનારાની સંસ્કૃતિઓમાં ઈંટના પ્રચલિત ઉપયોગને લઈને આ પ્રકારનું સ્થાપત્ય વિકસેલ. તે અત્યંત પ્રાચીન પ્રકારનું સ્થાપત્ય છે. નાઇલ, યૂફ્રેટીસ, ટાઇગ્રિસ અને સિંધુ ખીણની સંસ્કૃતિઓનાં પ્રાપ્ય ઉદાહરણો તેની પ્રાચીનતાના પુરાવા છે. કાંપ, તણખલાં અને ઘાસનો બાંધકામમાં ઉપયોગ તો લગભગ નવથી દસ હજાર વર્ષ જૂનો છે.…
વધુ વાંચો >ઉપરકોટનું ગુફાસ્થાપત્ય
ઉપરકોટનું ગુફાસ્થાપત્ય : પ્રાચીન અને મધ્યકાલીન પુરાવશેષો ધરાવતું સ્થળ. જૂનાગઢ રેલવે-સ્ટેશનથી પૂર્વમાં લગભગ પોણો માઈલ દૂર મહમૂદ બેગડાએ જૂનાગઢને ફરતા બંધાવેલા ગઢની પૂર્વની રાંગની લગભગ ઉત્તર બાજુએ ઉપરકોટનો કિલ્લો આવેલો છે. ‘વિવિધ તીર્થકલ્પ’ આ સ્થળનો ‘ઉગ્ગસેણ ગઢ’ અને ‘પ્રબંધકોશ’માં ‘ખંગારદુર્ગ’ તરીકે ઉલ્લેખ થયો છે. એક માન્યતા પ્રમાણે આ કિલ્લો ઉગ્રસેન…
વધુ વાંચો >