રસાયણશાસ્ત્ર

કાર્બીન (R2C)

કાર્બીન (R2C) : દ્વિબંધ કાર્બન ધરાવતો ક્રિયાશીલ મધ્યસ્થી (reactive intermediate). ડાયએઝોઆલ્કેન્સ અથવા   માંથી α-વિલોપન દ્વારા HX દૂર થવાથી તે મળે છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તે અલ્પસ્થાયી મધ્યસ્થી (transient intermediate) તરીકે બને છે. કાર્બન ચતુ:સંયોજક હોવા છતાં કાર્બીનમાં તે ફક્ત બે જ સંયોજકતાનો ઉપયોગ કરે છે અને તે તટસ્થ હોય…

વધુ વાંચો >

કાર્બૉક્સિલિક ઍસિડ

કાર્બૉક્સિલિક ઍસિડ : કાર્બૉક્સિલ (>COOH) સમૂહ ધરાવતાં કાર્બનિક સંયોજનો. કાર્બૉક્સિલિક ઍસિડ અને તેનાં વ્યુત્પન્નો કાર્બનિક રસાયણો છે. કુદરતમાં ચરબી, સરકો, દૂધની બનાવટ, ફળના રસ વગેરેમાંથી મળી આવે છે. આ રસાયણો દ્રાવક તરીકે તેમજ પ્લાસ્ટિક, રંગક, ઔષધ અને અન્ય પદાર્થોના ઉત્પાદનમાં ઉપયોગી છે. કાબૉર્ક્સિલ સમૂહના કારણે લાક્ષણિક રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે.…

વધુ વાંચો >

કાર્બોનિયમ આયન

કાર્બોનિયમ આયન : મધ્યસ્થ કાર્બન ઉપર ધન વીજભાર ધરાવતા મધ્યવર્તીઓ (intermediates); દા. ત., R3 C+. મધ્યસ્થ કાર્બન સાથે ત્રણ સમૂહો જોડાયેલા હોય છે અને તેના ઉપર છ ઇલેક્ટ્રૉન હોય છે. આ એવા અણુટુકડા છે, જેમાં એક કાર્બનમાંથી, એક સમૂહ અને બંધક ઇલેક્ટ્રૉન-યુગ્મ દૂર કરવામાં આવેલ છે. ધન ભારવાહી કાર્બનનું સંકરણ…

વધુ વાંચો >

કાર્બોનેટ

કાર્બોનેટ : કાર્બોનિક ઍસિડ(H2CO3, અથવા H2O + CO2)નાં વ્યુત્પન્નો. તે બે પ્રકારના (કાર્બોનેટ અને બાયકાર્બોનેટ) હોય છે. કાર્બોનિક ઍસિડમાં બે વિસ્થાપીય હાઇડ્રોજન છે. એક H વિસ્થાપિત સંયોજનોને બાયકાર્બોનેટ (HCO3–) કહે છે. બે H વિસ્થાપિત સંયોજનોને કાર્બોનેટ (CO32–) કહે છે. તે Na, K અથવા અન્ય ધન આયનો ધરાવી શકે, જે અકાર્બનિક…

વધુ વાંચો >

કાર્બોરન્ડમ

કાર્બોરન્ડમ : પાઉડર, કાગળ કે ચક્રસ્વરૂપે મળતો અપઘર્ષક (abrasive). સિલિકોન કાર્બાઇડ બજારમાં કાર્બોરન્ડમના નામથી મળે છે. તે ઉષ્માસહ પદાર્થ (refractory material) તરીકે પણ વપરાય છે. કાર્બોરન્ડમ 2315o સે. જેટલું તાપમાન સહન કરી શકે છે. રસાયણશાસ્ત્રમાં તેની સંજ્ઞા SiC છે. તેની સંરચનામાં સિલિકોન અને કાર્બનતત્વો રહેલાં છે. શુદ્ધ સિલિકોન કાર્બાઇડમાં 70…

વધુ વાંચો >

કાર્બોરેન

કાર્બોરેન : C2B2nH2n+2 સામાન્ય સૂત્ર (n = 3થી 10) ધરાવતાં કાર્બન, બોરોન અને હાઇડ્રોજનયુક્ત કાર્બધાત્વિક સંયોજનોનો સમૂહ. C2H10O12 એક અગત્યનું સંયોજન છે જેને o-કાર્બોરેન કહેવામાં આવે છે. તે બોરોન અને કાર્બન પરમાણુઓના જાળયુક્ત બહુફલકીય (polyhedral) આણ્વીય સંરચના ધરાવે છે, જેમાં કાર્બન પરમાણુઓ નજીક નજીક 1, 2 અથવા દૂર દૂર 1,…

વધુ વાંચો >

કાર્બોહાઇડ્રેટ (રસાયણશાસ્ત્ર)

કાર્બોહાઇડ્રેટ (રસાયણશાસ્ત્ર) : શર્કરા, સેલ્યુલોઝ અને સ્ટાર્ચ જેવાં કુદરતમાં મળી આવતાં કાર્બનિક સંયોજનોનો એક સમૂહ. તેઓનું સામાન્ય સૂત્ર Cx(H2O)y છે; જ્યાં x = 3, 4…, y = 3, 4… હોય છે. પૃથ્વી ઉપર જે કાર્બનિક દ્રવ્યો છે તેમાં કાર્બોહાઇડ્રેટ વિશેષ પ્રમાણમાં હોય છે. વનસ્પતિના શુષ્ક દ્રવ્યમાં ત્રણચતુર્થાંશ ભાગ તેનો હોય…

વધુ વાંચો >

કાર્લ, જેરોમ

કાર્લ, જેરોમ (જ. 18 જૂન 1918, ન્યૂયૉર્ક; અ. 6 જૂન, 2013 વર્જિનિયા, યુ. એસ. ) : અમેરિકન રસાયણશાસ્ત્રી અને સ્ફટિકવિજ્ઞ (crystallographer) તથા હર્બર્ટ એ હૉપ્ટમૅન સાથે 1985ના નોબેલ પારિતોષિકના સહવિજેતા. કાર્લ અને હૉપ્ટમૅન બંને સહાધ્યાયીઓ હતા અને તેઓ 1937માં ન્યૂયૉર્કની સિટી કૉલેજમાંથી એક અન્ય નોબેલ પારિતોષિક (1959) વિજેતા આર્થર કૉર્નબર્ગ…

વધુ વાંચો >

કાર્વોન (carvone)

કાર્વોન (carvone) : ફુદીનો (spearmint) તથા શાહજીરું(caraway)ના તેલમાંનો એક પદાર્થ. સુવા(dill)ના બીજમાંના તેલમાં પણ તે મળી આવે છે. સૂત્ર C10H14O. તે કીટોન પ્રકારનું સંયોજન છે. બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે : અણુભાર 150.22. તે દ્વિબંધ ધરાવતું એકચક્રીય સંયોજન છે. ફૉસ્ફોરિક ઍસિડ સાથે ગરમ કરવાથી તેમાંથી કાર્વાક્રૉલ (carvacrol) નામનું સંયોજન બને…

વધુ વાંચો >

કાષ્ઠ-આધારિત રસાયણો

કાષ્ઠ-આધારિત રસાયણો : કાષ્ઠમાંથી મેળવવામાં આવતાં રસાયણો. પ્રાચીન સમયમાં કાષ્ઠમાંથી ઘણાં રસાયણો મેળવવામાં આવતાં. કાષ્ઠમાંથી રસાયણો મેળવવાની પ્રાવૈધિક ઉપયોગિતા અને આર્થિક યોગ્યતા વ્યવહારુ માલૂમ પડી છે ત્યાં તે પ્રક્રિયા ચાલુ રાખવામાં આવેલી છે. કાષ્ઠવૃક્ષો(woody plants)માં પ્રકાશ- સંશ્લેષણથી બનેલાં ઘણાં કાર્બનિક સંયોજનો છે. ઘણાં વર્ષો પૂર્વે આ વૃક્ષો જમીનમાં જીવાવશેષ તરીકે…

વધુ વાંચો >